fbpx Press "Enter" to skip to content

રેગિંગ પર ક્યારે લાગશે લગામ..!?

 

રેગિંગ પર ક્યારે લાગશે લગામ..!?

રેગિંગના વાયરસને કારણે અનેક આશાસ્પદ યુવાનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે.રેગિંગના દાવાનળમાં વધુ મેડિકલ કોલેજનો યુવાન હોમાયો?વિકૃત આનંદ માટે રેગીગ કરનારાઓને હવે સખ્ત સજા કરવી આવશ્યક.હવે તો શાળા કોલેજોમાં જતા નવા સાવ બાળકો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ફફડે છે ક્યાંક તેમના બાળકનું રેગીગ નહિ થાય ને?

પાટણમાં વિદ્યાર્થીને એટલી હદ સુધી પ્રતાડિત કરવામાં આવ્યો કે આશાસ્પદ મેડિકલ વિદ્યાર્થીનો જીવ જતો રહે છે.પાટણ કોલેજમાં રેગિંગની ઘટના ગંભીર છે અને રેગિંગની આવી ઘટનાઓને રોકવા માટે હવે સખત સજાના અમલવારીની આવશ્કયતા છે,આમ પણ ગુજરાતમાં એન્ટી રેગિંગ લો હોવા છતાં રેગિંગના કારણે થતી અવાર નવાર યુવાનોન મોતની ખબરો આવે છે,માનસિક વિકૃતિ માટે યુવાનોના રેગીગથી થતી કનડગત ક્યારેક મોત સુધી પહોંચી જાય છે રેગિંગના આ દાવાનળમાં વધુ એક આશાસ્પદ મેડિકલ કોલેજનો યુવાન હોમાયો છે,ત્યારે રેગિંગ જેવા રાક્ષસ પર લગામ લગાવી જરૂરી છે.સરકારના એન્ટી રેગિંગ લો પછી પણ કેમ રેગિંગનાને રોકી શકાયુ નથી તે હકીકત છે,ત્યારે જ્યાં સુધી રેગિંગ કરનારા વિકૃત માનસિકતા વાળા લોકોને આકરી સજા કરવામાં નહિ આવે ત્યાં સુધી રેગિંગનો આ વાયરસ પર અંકુશ મેળવી શકાય તેમ નથી.

ભારતની શાળા કોલેજો અને હોસ્ટેલમાં અવારનવાર રેગિંગની ઘટના બનતી હોય છે,ક્યારેક આ રેગિંગ જાનલેવા પણ બની રહે છે ભારતમાં એન્ટી રેગિંગનો કાયદો હોવા છતાંય કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં આજે પણ રેગિંગની ઘટનાઓ બની રહી છે.આ ઘટના સરકારો માટે ખરેખર ચેતવણી સમાન છે. સરકારોની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા રેગિંગ જેવા દુષણને રોકી શકી નથી.શૈક્ષણિક સંસ્થાઓમાં બનતી આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી વાતો થાય છે પરંતુ કડક કાર્યવાહી થતી નથી જેને લઇ ને પણ કદાચ રેગિંગ પર લગામ લગાવી શકાય બની નથી.કોલેજના બંધ રૂમમાં એક જૂનિયર વિદ્યાર્થી પર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી પ્રતાડનાને રેગિંગ કહેવાય છે.અને આ રેગિંગની વિભિષિકા એવી ભયાનક છે કે, આમાં પીડિત વિદ્યાર્થીનો જીવ પણ જતો રહે છે જેનું વધુ એક ઉદાહરણ પાટણમાંથી સામે આવ્યું.તજેતરમાં પાટણ મેડિકલ કોલેજમાં સિનિયર્સએ 18 વર્ષના એમબીબીએસ વિદ્યાર્થીને ત્રણ કલાક સુધી ઉભો રાખ્યો હતો જેના કારણે તે બેભાન થઈ ગયો અને તેનું મોત થયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે ઘટના અંગે કોલેજે તપાસ શરૂ કરી છે સાથે જ રેગીગ મામલે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે.

નવા સવા વિદ્યાર્થીઓ જ્યારે શાળા કોલેજમાં જતા હોય છે ત્યારે વાલીઓને ચોક્કસ ડર રહે છે કે ક્યાંક તેના બાળક સાથે રેગિંગ તો નહીં થાય ને?અને આ ડર આવી ઘટનાઓને લઈ વધે છે.શાળા કલેજોમાં ઘર કરી ગયેલા આ રેગિંગના વાયરસે વધુ એક યુવાનના મોતની વાતે ફરી એક વખત એન્ટી રેગિંગ લોને અસરકારક બનાવવાની માંગ ઉઠી છે જ્યાં સુધી રેગીગ કરનારા વિકૃત માનસિકતા ધરાવતા તત્વોને કડક અને સખત સજા નહીં થાય ત્યાં સુધી રેગિંગ નામનો વાયરસ રોકાશે નહીં! રેગિંગના વાયરસને રોકવા માટે સરકારોએ હવે કોઈ સખત સજાની અમલવારી કરવી પડેશે તેવું જાણકારો માને છે.

રેગીગની આટઆટલી ઘટનાઓ પછી પણ…

કોલેજોમાં રેગિંગનો ઈતિહાસ ખુબ જૂનો છે.કોલેજોમાં સિનિયરો જુનિયરોનું રેગિગ કરતા હોય છે જોકે આવી ઘટનાઓમાં ક્યારેક કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કરી લે છે તો કોઈ રેગીગ સહન ન થતા જીવ ગુમાવે છે રેગીગ જાનલેવા બનતા તેને રોકવા કડક નિયમો બનવવામાં આવ્યા હતા જોકે આ નિયમો કાગ ના વાઘ સાબિત થઇ રહ્યા છે રિગીગનું દુષણ રોકાતું નથી અને રેગિંગની ઘટનામાં ઘટાડો નથી થતો.વર્ષ 2021થી એકમાત્ર ગુજરાત રાજ્યમાં જ રેગીગની 11 જેટલી ઘટનાઓ સામી આવી હતી.

— 2019માં બી.જે.મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ..
— ડિસેમ્બર 2021માં જામનગરની સરકારી ફિઝિઓથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના..
— ફેબ્રુઆરી 2022માં અમરેલીની નવોદય સ્કૂલમાં વિદ્યાર્થીનું 5 દિવસ રેગિંગ..
— માર્ચ 2022માં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નિવાસી તબીબો દ્વારા રેગિંગ..
— માર્ચ 2022માં આણંદની કામધેનું યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનું રેગિંગ..
— એપ્રિલ 2022માં અમદાવાદના વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ..
— એપ્રિલ 2022માં અમદવાદની GLS કોલેજમાં વિદ્યાર્થિની સાથે થયેલા રેગિંગ..
— ઓક્ટોબર 2022માં મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીનું રેગિંગ..
— ડિસેમ્બર 2022માં GLS યુનિવર્સિટીમાં ABVPના કાર્યકર્તાઓ દ્વારા રેગિંગ..
— ડિસેમ્બર 2022માં બી. જે. મેડિકલ કોલેજમાં 7 જુનિયર ડોક્ટરનું સિનિયર્સ દ્વારા રેગિંગ..

 

BY DIPAK KATIYA ON NOVEMBER 19TH, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!