fbpx Press "Enter" to skip to content

વડોદરા રેવન્યુ ક્રિકેટ લિગમાં કલેક્ટર કચેરીની ટીમ બની વિજેતા

વડોદરા રેવન્યુ ક્રિકેટ લિગમાં કલેક્ટર કચેરીની ટીમ બની વિજેતા

વડોદરા જિલ્લા મહેસુલી તંત્રની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની આઠ ટીમોએ લીધો હતો ભાગ

વડોદરા જિલ્લા મહેસુલી તંત્રની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે યોજવામાં આવેલી રેવન્યુ ક્રિકેટ લિગમાં કલેક્ટર કચેરીની ટીમ વેક્સિન ટાઇટન્સ વિજેતા થઇ હતી. મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી મળી કુલ આઠ ટીમોએ વડોદરા રેવન્યુ ક્રિકેટ લિગમાં ભાગ લીધો હતો.ગ્રુપ એકમાં વડોદરા પ્રાંત અને મામલતદારની સિટી ગોલ્ડન ઇગલ્સ, કલેક્ટર કચેરીની વેક્સિન ટાઇટન્સ, વડોદરા તાલુકાની રૂરલ સુપર કિંગ્સ અને નર્મદા ભવન, જનસેવા કેન્દ્રની મા નર્મદા નામક ટીમો વચ્ચે આંતરિક મેચો રમાઇ હતી. બીજા ગ્રુપમાં કલેક્ટર કચેરીની રોકસ્ટાર ઇલેવન, કરજણ નાઇટ રાઇડર્સ, ડભોઇ રેન્જર્સ અને સાવલી સનરાઇઝર નામક ટીમોએ ભાગ લીધો હતો.

ગ્રુપ મેચીસમાંથી કુલ ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ હતી. જેમાં રોકસ્ટાર ઇલેવન, સિટી ગોલ્ડન ઈગલ્સ, કરજણ નાઇટરાઈડર્સ, વેક્સિન ટાઇટન્સ વચ્ચે ઓવર ધી આર્મસ ૧૨ ઓવર્સની મેચ યોજાઇ હતી. રસાકસીભરી મેચમાં વેક્સિન ટાઇટન્સ તથા સિટી ગોલ્ડન ઇગલ્સે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ફાઇનલ મેચ પણ ભારે ઉત્તેજના અને રસાકરીભરી રહી હતી. સિટી ગોલ્ડન ઇગલ્સના ટોપ બેટ્સમેન ના ચાલવાના કારણે ટીમે ૧૬ ઓવર મેચમાં ૧૪.૧ ઓવરમાં ૧૦૩ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. તેના જવાબમાં વેક્સિન ટાઇટન્સના ખેલંદાઓએ લક્ષ્યને માત્ર ૧૪ ઓવરમાં ચેઝ કરી ૧૦૯ બનાવી લઇ જીત દર્જ કરી હતી.

આ ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પ્રતીક પટેલ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, રવીન્દ્રસિંહ રાઉલજી, બેસ્ટ બોલર ટુર્નામેન્ટ તરીકે પ્રતીક પટેલ, બેસ્ટ બેટ્સમેન ટુર્નામેન્ટનો એવોર્ડ ધવલ ચૌધરીને આપવામાં આવ્યો હતો

BY KALPESH MAKWANA ON DECEMBER 14, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!