વડોદરા રેવન્યુ ક્રિકેટ લિગમાં કલેક્ટર કચેરીની ટીમ બની વિજેતા
વડોદરા જિલ્લા મહેસુલી તંત્રની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની આઠ ટીમોએ લીધો હતો ભાગ
વડોદરા જિલ્લા મહેસુલી તંત્રની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે યોજવામાં આવેલી રેવન્યુ ક્રિકેટ લિગમાં કલેક્ટર કચેરીની ટીમ વેક્સિન ટાઇટન્સ વિજેતા થઇ હતી. મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી મળી કુલ આઠ ટીમોએ વડોદરા રેવન્યુ ક્રિકેટ લિગમાં ભાગ લીધો હતો.
ફાઇનલ મેચ પણ ભારે ઉત્તેજના અને રસાકરીભરી રહી હતી. સિટી ગોલ્ડન ઇગલ્સના ટોપ બેટ્સમેન ના ચાલવાના કારણે ટીમે ૧૬ ઓવર મેચમાં ૧૪.૧ ઓવરમાં ૧૦૩ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. તેના જવાબમાં વેક્સિન ટાઇટન્સના ખેલંદાઓએ લક્ષ્યને માત્ર ૧૪ ઓવરમાં ચેઝ કરી ૧૦૯ બનાવી લઇ જીત દર્જ કરી હતી.
આ ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પ્રતીક પટેલ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, રવીન્દ્રસિંહ રાઉલજી, બેસ્ટ બોલર ટુર્નામેન્ટ તરીકે પ્રતીક પટેલ, બેસ્ટ બેટ્સમેન ટુર્નામેન્ટનો એવોર્ડ ધવલ ચૌધરીને આપવામાં આવ્યો હતો
BY KALPESH MAKWANA ON DECEMBER 14, 2024
આજે રાજકપૂરની 100મી બર્થ એનિવર્સરી: મેરા નામ જોકર ફિલ્મ રાજ કપૂરની ખુબ નજીક રહી 14…
કોઈ સરહદ ના ઈસે રોકે : શિયાળા માં યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન સુરત નું…
ગુજરાતમાં સૌ પ્રથમ વખત વડોદરાના મૂની સેવાશ્રમમાં કેન્સરના દર્દીઓને મળશે CAR-T સેલ થેરાપી પૂ. અનુબેનની…
મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શેક છે? જોવો લિસ્ટ મહાયુતિની ફોર્મ્યુલા 20 -10 -10ની રહેશે…
દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આધુનિક ટેકનોલોજીએ મનુષ્યની જિંદગી બહુ આસાન…
2024માં વધુ ને વધુ ગુગુલમાં શું સર્ચ થયું? થોડા દિવસો બાદ આપણે નવા વર્ષમાં પ્રવેશ…