દિવાળીની ઉજવણીમાં હવે સમાજમાં નવીનતાનો આગ્રહ વધતો જાય છે. કેટલાક પરિવારો હવે દિવાળીને સેવાનો અવસર બનાવે છે. આ પરિવારો ગરીબ વસાહતો ,નિરાધાર અને બેસહારા બાળકોના આશ્રય સ્થાનો અને વડીલો માટેના આશ્રય સ્થાનોમાં જઈને એમની સાથે,પોતાની પાસે જે હોય કપડાં, મીઠાઈ કે ફટાકડા આ બધું એમની સાથે વહેંચીને, પોતાના આનંદમાં એમને સહભાગી બનાવીને દીવડાઓનું પર્વ ઉજવે છે. તો અન્ય કેટલાક પ્રકૃતિ ચાહક લોકો અને પરિવારો કુદરતના ખોળે દીપ ઉત્સવના દિવસો પસાર કરવાનો આનંદ માણે છે.
વિગતવાર જોઈએ તો વડોદરા વન્ય જીવ વિભાગની શિવરાજપૂર રેન્જ હેઠળ ભાટ ઇકો ટુરિઝમ સેન્ટર આવેલું છે. જ્યારે જાંબુઘોડા રેન્જ હેઠળ કડા ડેમ સાથે સંલગ્ન ધનપરી પ્રકૃતિ પ્રવાસન સુવિધા આવેલી છે. જેનો પણ હજારો લોકોએ દિવાળીમાં લાભ લીધો. તો કંજેટા રેન્જમાં ભિંડોલ ઇકો ટુરિઝમ સેન્ટરમાં પણ લોકો દિવાળીમાં મહેમાન બન્યા હતા.
હાલમાં ગરમીનું પ્રમાણ થોડું વધુ છે એટલે ડભોઇ નજીક આવેલું વઢવાણા પક્ષી તીર્થ જોઈએ તેટલું પાંખાળા મહેમાનોની ચેતનાથી ધબકતું થયું નથી.બસ નજીકના દિવસોમાં સ્વેટર અને ગરમ વસ્ત્રોનું વેકેશન પૂરું થઈ જાય એવી ઠંડી પડે અને આ પક્ષી તીર્થ સરોવરને કાંઠે દૂર દેશાવરના પક્ષીઓનો મેળો જામે એવી અપેક્ષા છે.
આ સુવિધાઓ નો લાભ લેવા www.vadodara wildlife.in પર ઓનલાઇન આરક્ષણ કરાવવું સલાહભર્યું છે. વન્ય જીવ વિભાગ,વડોદરાનો જાણકારી માટે ૦૨૬૫ – ૨૪૨ ૫૧ ૩૬ પર સંપર્ક થઈ શકે છે..
BY SHWETA BARANDA ON NOVEMBER 09, 2024
એક્ઝિટપોલ પર હવે ભરોસો ઓછો થઇ રહ્યો છે ગતરોજ દેશના બે રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ,જેમાં…
ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ વધવાના કારણો ભારતમાં લગ્નને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે. કારણકે ભારત…
એર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાતના અનેક શહેરોનો શ્વાસ રૂંધાયો વાયુ પ્રદૂષણ કે હવાનું પ્રદૂષણ જેને સાદી…
વડોદરામાં નિર્દોષ યુવાનની હત્યાથી ભારે જનઆક્રોશ… તપન પરમારના હત્યારાઓનું એન્કાઉન્ટરની લોકમાંગ ! જાણો,…
ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની ઘટના સલામત-સુરક્ષિત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યાં…
19 નવેમ્બર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2024 સમાજમાં પુરૂષોના યોગદાનનું સન્માન કરવા દર માટે વર્ષે 19…