વાવમાં ખેલ તો હવે શરૂ થયો!
આખું રાજ્ય ભગવા રંગે રંગાયું , છતાં વાવની બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ.વાવ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનું જંગ
વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે વર્ચસ્વની લડાઈનો જંગ જામ્યો છે. જેમ જેમ મતદાન તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે. ક્યાંક ભાજપ જનસભા કરી અને શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. તેને વળતો જવાબ આપવા માટે કોંગ્રેસ પણ શક્તિ પ્રદર્શન કરવામાં જાણે કમ ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વાવ વિધાનસભા બેઠકમાં ભાભર ખાતે ભાજપની જંગી સભા યોજાઈ હતી. જેમાં ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને ભાજપના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અપક્ષ ભાજપ કોંગ્રેસની શરણમાં
બનાવકાંઠામાં વાવ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જોકે ચૂંટણી નજીક આવતા જ અપક્ષ ઉમેદવારો ભાજપ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. જેમા મંજુબેન રાઠોડ દ્વારા સ્વરૂપજી ઠાકોરને સમર્થન આપવામાં આવ્યું છે. જ્યારે લક્ષ્મીબેન ઠાકોર દ્વારા ગુલાબસિંહને સમર્થન આપવામાં આવ્યું છે. પરંતુ તા. 13મી નવેમ્બરના ચૂંટણી યોજાશે અને તા. 23મી નવેમ્બરના રોજ ચૂંટણી પરિણામો જાહેર થશે. ત્યારે ખબર પડશે કે અપક્ષે આપેલો ટેકો કોને કોને ફળે છે.
ગેનીબહેન સાંસદ બનતા બેઠક ખાલી પડી
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર જીત મેળવીને કૉંગ્રેસનાં ગેનીબહેને ભાજપનું સતત ત્રીજી વખત રાજ્યમાં 26માંથી 26 બેઠકો પર જીતનું સપનું રોળી નાખ્યું હતું. ગેનીબહેન સાંસદ બન્યાં બાદ તેમની વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. તાજેતરમાં ભારતના ચૂંટણીપંચે મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ વાવ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.
વાવ બેઠક પર કુલ 3,10,681 મતદાર
વાવ બેઠક પર કુલ 3,10,681 મતદાર છે, જેમાંથી 1,61 ,293 પુરુષ અને 1,49,387 મહિલા મતદાર છે. 15 ઑક્ટોબર સુધી 18થી 19 વર્ષના 12,823 મતદાર છે. 20થી 29 વર્ષના 82,397, 30થી 39 વર્ષના 72,803 જ્યારે 40થી 49 વર્ષના 57,082 મતદારો છે. મતદાન માટે 321 પોલિંગ સ્ટેશન બનાવાયાં છે. આ ચૂંટણી માટે ખાસ 2000 જેટલો સ્ટાફ ચૂંટણી માટે રિઝર્વ રાખવામાં આવશે.
આ બેઠક પર સત્તાનાં સમીકરણો
એક રીતે જોતાં ભલે કૉંગ્રેસ લોકસભા બેઠક જીતી હોય, પરંતુ ભાજપે ગેનીબહેનના મતવિસ્તારમાં કૉંગ્રેસ કરતાં વધુ મત મેળવી એક રીતે પક્ષની પરંપરાગત વોટબૅન્કમાં ગાબડું પાડ્યું હતું. કોંગ્રેસે વાવ મતવિસ્તારમાં પોતાની ઘટેલી વોટ ટકાવારીને ધ્યાને રાખીને યોગ્ય વ્યૂહરચના ઘડવી પડશે. વાવ બેઠક પર ઠાકોર, દલિત, માલધારી અને ચૌધરી સમાજ નિર્ણાયક છે. આ બેઠક એવી છે જ્યાં થરાદ, પાલનપુર અને ડીસાના વિસ્તારો તેમજ ખેડૂત, પશુપાલકો અને નાના મોટા ધંધાદારીઓને સીધા સંકળાયેલા છે.
આ બેઠક પર કૉંગ્રેસનો દબદબો
ગુજરાતની રચના થઈ ત્યારથી 1990 સુધી આ બેઠક પર કૉંગ્રેસનો દબદબો રહ્યો છે.” “એ પછીની ચૂંટણીઓમાં 1995માં અપક્ષ અને 2007-2012માં આ બેઠક પર ભાજપની જીત થઈ હતી. જોકે, એ સિવાય આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસ પાસે જ રહેવા પામી છે. લગભગ આખું રાજ્ય ભગવા રંગે રંગાયું હોવા છતાં વાવની બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ હતી. આમ આ બેઠક ઉપર રાજકીય પક્ષ સાથે જ્ઞાતિજાતિના સમીકરણ પણ ભાગ ભજવે છે.
માવજી પટેલ ભાજપનું ગણિત બગાડશે કે કૉંગ્રેસનું
આ બેઠક ઉપર ભાજપના બળવાખોર નેતા માવજી પટેલે ઉમેદવારી નોંધાવી છે. આને કારણે ભાજપ, કૉંગ્રેસ તથા ચૌધરી સમાજના દિગ્ગજ નેતા માવજીભાઈની વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણીજંગ જામશે. તેમની ઉમેદવારી ન કેવળ ભાજપ, પરંતુ કૉંગ્રેસના રાજકીય સમીકરણ પણ વિખેરી શકે છે. 2007માં એમને અપક્ષ ઉભા રહી માવજીભાઈએ કૉંગ્રેસનું ગણિત બગાડ્યું હતું, તો 2012માં અપક્ષ ઊભા રહેલા ઠક્કર ઉમેદવારે ભાજપનું ગણિત બગાડ્યું હતું.”
એક બેઠક, ત્રણ દાવેદાર
સ્વરૂપજી ઠાકોરનો દાવો છે કે ભાજપમાં કોઈ આંતરિક અંતોષ નથી. કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે કહ્યું, “અમારા વિસ્તારમાં તમામ જ્ઞાતિના લોકો કૉંગ્રેસના સમર્થનમાં છે. આ બેઠક પર જે કોઈ પક્ષ કે અપક્ષ વિજયી બને, તેનાથી વિધાનસભાના ગણિતમાં કોઈ ફરક પડવાનો નથી. છતાં ભાજપ, કૉંગ્રેસ અને માવજીભાઈ પટેલ માટે આ ચૂંટણીજંગ પ્રતિષ્ઠાનો વિષય ચોક્કસથી છે.
BY KALPESH MAKWANA ON NOVEMBER 08, 2024
વાવ વિધાનસભામાં ભાજપની જીત: કોંગ્રેસને મોટો ઝટકો બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું…
મહારાષ્ટ્રમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું,સૌથી મોટી પાર્ટી બની ઉભરી જે દિવસની રાજકીય પક્ષો છેલ્લા 50થી…
- સરકારની મહત્વની પોલિસીનું ઉલ્લઘન નવા રસ્તાના નિર્માણનો વખત આવે ત્યારે સૌ પ્રથમ તેની ભૂગર્ભ…
સંગીત એક થેરેપી : માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી દેશ અને વિદેશમાં થયેલા ઘણા સંશોધનો પુષ્ટિ…
મહાનગરોમાં માર્ગો અને બિલ્ડીંગો પર હોડિગ્સની હારમાળા જોખમી બને છે..!? રાજયમાં હોડિગ્સનો વિવાદ નવો…
એક્ઝિટપોલ પર હવે ભરોસો ઓછો થઇ રહ્યો છે ગતરોજ દેશના બે રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ,જેમાં…