#trending

શિયાળા માં હાર્ટ એટેક આવવાનું જોખમ વધુ હોય છે : કઈ રીતે બચી શકાય

 હાર્ટ એટેકથી બચવા માટે શરીરનું આરોગ્ય જાળવો અને સારી લાઈફસ્ટાઈલ અપનાવો

શિયાળો એ સૌની ગમતી ઋતુ છે. આ ઋતુમાં લોકોને હેલ્ધી રહેવું વધારે ગમે છે. તેથી આ સીઝનમાં લોકો કસરત વધુ કરતા હોય છે. પરંતુ આ સીઝનમાં સૌથી મોટું જોખમ હાર્ટ એટેકનું રહેલું છે. કારણ કે ઠંડીના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. ઠંડી વધે છે તેની સાથે દરેક વ્યક્તિની લાઈફ સ્ટાઈલ અને ભોજનની શૈલી પણ બદલી જાય છે. ઠંડીના કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરી નાખે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને જે લોકો હાર્ટની સમસ્યા પહેલાથી જ ધરાવે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી શકે છે. જોકે, આનાથી ગભરાવાની જરૂર નથી. તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

 

શિયાળામાં આ કારણથી વધે છે હાર્ટ એટેકના કેસ ?ઠંડીમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં પણ ઝડપ થી વધારો થાય છે. કારણ કે શિયાળાના કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેના કારણે બ્લડપ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે.

તો શું કરવું જોઈએ હાર્ટ એટેકથી બચવા :-
પૌષ્ટિક આહાર :-

શિયાળા દરમિયાન હાર્ટ પેશન્ટે પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું. હાર્ટની હેલ્ધી રાખવા માટે ડાયેટમાં ફળ, લીલા શાકભાજી, નટ્સ અને આખા અનાજનું પ્રમાણ વધારવું જોઈએ.

હાઇડ્રેટ રહો :-

શિયાળા દરમિયાન તરસ ઓછી લાગતી હોય છે. એટલે લોકો પાણી પણ ઓછું પીતા હોય છે. પરંતુ આ ઋતુમાં જો હેલ્ધી રહેવું હોય તો દિવસ દરમિયાન જરૂરી માત્રામાં પાણી પીતા રહેવું જોઈએ. પૂરતું પાણી પીવાના કારણે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જશે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ :-

જે લોકોની લાઈફસ્ટાઈલ દોડધામ ભરેલી હોય અને સતત સ્ટ્રેસ રહેતો હોય તેમણે સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે સ્ટ્રેસ ને પગલે તમારી હાર્ટ બિટ્સ વધારે ફાસ્ટ થઈ જાય છે. જે ક્યાંક હાર્ટ એટેક નું જોખમ વધારી શકે છે.

ગરમ કપડા પહેરવા :-

શિયાળામાં જરૂરી છે કે તમે ગરમ કપડાં પહેરો. ઘણા લોકો ઠંડીમાં પણ ફેશન માટે ગરમ કપડાં પહેરવાનું ટાળે છે. ઠંડી ને અવગણી ઠંડી ની મોજ માણતા હોય છે. પરંતુ આમ કરવું તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. ઠંડીમાં હંમેશા આખું શરીર કવર થાય તેવા ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું જોઈએ.

વ્યાયામ કરો :-

શિયાળામાં વ્યાયામ સૌથી વધારે જરૂરી હોય છે. જો ઠંડીના કારણે તમે બહાર જઈ શકતા ન હોય તો ઘરમાં પણ નિયમિત રીતે ઓછામાં ઓછી 30 મિનિટ પણ કોઈપણ હળવો વર્કઆઉટ કરો. તેનાથી હાર્ટની હેલ્થ સારી રહેશે. ઠંડા વાતાવરણમાં ખાવા-પીવાની આદતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલીક આદતોનું પાલન કરવું જોઈએ. સવારે વહેલા ઉઠવું જોઈએ અને દરરોજ યોગા કરવા જોઈએ. શિયાળામાં લોકોને સૂર્યપ્રકાશ ઓછો મળે છે જેના કારણે વિટામિન ડીની ઉણપ થાય છે. વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે આહારમાં પૂરકનો સમાવેશ કરવો જોઈએ.

BY SHWETA BARANDA ON DECEMBER 02, 2024

City Updates

Recent Posts

આ બજારનું નામ ‘હાથીખાના’ કેમ પડ્યું ?

"એક દુનિયા આ પણ" આ બજારનું નામ 'હાથીખાના' કેમ પડ્યું ? અહીં એક સમયે હાથગાડા…

1 day ago

‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ આગવી સંસ્કૃતિ રજુ કરે છે

  પ્રજાસતાક પરેડમાં ગુજરાતનો પ્રખ્યાત ‘મણિયારા રાસ નૃત્ય’નો ટેબ્લો. ‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ…

1 day ago

પ્રયાગરાજ ના મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટ્યા

મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટયા!   શાહી સ્નાનમાં કરવામાં પણ ગુજરાતી યાત્રાળુઓમાં ઉત્સાહ.મહાકુંભમાં આવતા યાત્રાળુઓમાં…

2 days ago

સૂર્યકિરણ એરોબેટિક ટીમના 2025ના હવાઈ પ્રદર્શન માટે ગુજરાતમાં તૈયારીઓ

સૂર્યકિરણ એરોબેટિક ટીમ. ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો. ભારતીય વાયુસેનાની…

2 days ago

હરણી બોટ કાંડ પ્રથમ વરસી! ન્યાય માટે તરસતી આંખો!

  12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી!   પીકનીકની એ સફર મોતની સફર…

5 days ago

જાણો, દ્વારકામાં કેમ ચાલી રહ્યા છે “દાદા”ના બુલડોઝર

બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત…

5 days ago