સતત હંગામો વચ્ચે બિલ રજુ થવાની આશાઓ ખુબ ધુંધળી
સંસદના બંનેય ગૃહમાં ચાલી રહેલા હંગામાઓ વચ્ચે એક પણ દિવસ સંસદ ચાલી શકી નથી.આ શિયાળા સત્રમાં સૌથી ઓછું કામ થયું છે ત્યારે સરકાર શિયાળુ સત્રમાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ સંસદમાં રજૂ કરવાની વિચારણા કરી રહી છે જોકે સતત હંગામાઓ વચ્ચે બિલ રજુ થવાની આશાઓ ખુબ હાલ તો ધુંધળી દેખાય રહી છે.કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનો એજન્ડા નક્કી કર્યો છે. ભૂતકાળમાં આઝાદી બાદ સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.ધીમેધીમે કેટલાક કારણોસર આ પ્રથા બંધ થઈ ગઈ અને હવે ફરીથી આ પ્રથાને અમલમાં લાવવા માટે ગંભીરતાથી પ્રયાસ હાથ ધરાયા છે.આના માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષસ્થાને એક કમિટીની પણ રચના થઈ હતી.આ કમિટીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી આડે આવનારી સંભવિત બંધારણીય અડચણોને ધ્યાને લઈને રિપોર્ટ કેન્દ્ર સરકારમાં રજૂ કર્યો છે.જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટની બેઠકે મંજૂરી આપી દીધી છે,એવામાં ‘વન નેશન વન ઇલેક્શન’ લાગુ કરવા માટે મોદી સરકાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે તેવામાં અનેક અડચણો અને અવરોધો છે ત્યારે ‘વન નેશન વન ઇલેક્શન’નું પ્રધાનમંત્રી મોદીનું સપનું ક્યારે સાકાર થશે? સાકાર થશે કે કેમ ?આવા અનેક પ્રશ્નોએ ‘વન નેશન વન ઇલેક્શન’ને થોડું અનજીક તો ઘણું દૂર કર્યું હોય તેમ લાગે રહયું છે.
કેન્દ્ર સરકાર સંસદના વર્તમાન સત્રમાં જ ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ રજૂ કરી શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે, તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને ચર્ચા માટે મોકલવામાં આવશે. JPC આ બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે.આ ઉપરાંત, તમામ રાજ્યોની વિધાનસભાઓના વક્તા અને દેશભરના બૌદ્ધિકો અને અન્ય સ્ટેકહોલ્ડર્સને પણ આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. સામાન્ય લોકોના અભિપ્રાય પણ લેવામાં આવશે.આ બિલના મુખ્ય પાસાઓ, જેમાં તેના લાભો અને સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણીઓ લાગુ કરવા માટેની લોજિસ્ટિકલ પદ્ધતિઓનો સમાવેશ થાય છે, તે ચર્ચા દરમિયાન સંપૂર્ણ રીતે તપાસવામાં આવશે. ‘એક દેશ, એક ચૂંટણી’ની વિભાવનાને વારંવાર ચૂંટણીઓ સાથે સંકળાયેલા ખર્ચ અને વિક્ષેપોને ઘટાડવા માટે નોંધપાત્ર સુધારા તરીકે ગણવામાં આવે છે. એક તરફ જ્યાં સરકાર વ્યાપક સમર્થન મેળવવા માટે આશાવાદી છે, ત્યારે બીજી તરફ આ દરખાસ્ત તીવ્ર રાજકીય ચર્ચાને વેગ આપે તેવી અપેક્ષા છે. વિરોધ પક્ષો તેની સંભવિતતા પર વિરોધ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
હાલ ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. એટલે કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરી સરકારો છૂટી શકશે.વન નેશન, વન ઈલેક્શનથી દરવર્ષે થતો કરોડોનો ચૂંટણી ખર્ચ અને માનવ ખર્ચ બચી શકે છે.
એ રાહ નહીં આસાન!
કેન્દ્રની મોદી સરકાર શરૂઆતથી જ વન નેશન, વન ઈલેક્શનના પક્ષમાં છે. પરંતુ હાલની વ્યવસ્થાને બદલવી એ પણ ખૂબ જ પડકારજનક છે. આ જોતાં સર્વસંમતિ ખૂબ જ જરૂરી છે. દેશમાં વન નેશન, વન ઈલેક્શન લાગુ કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે અને તેના માટે લગભગ 6 બિલ લાવવા પડશે.આ ઉપરાંત સંસદમાં આ તમામ બિલો પસાર કરવા માટે પણ બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે.આમ તો હાલ બંને જ સદનોમાં એનડીએ પાસે સામાન્ય બહુમત છે. તે કારણે લોકસભા કે રાજ્યસભામાં બે તૃત્યાંસ બહુમત મેળવવો સરકાર માટે મુશ્કેલ કામ હશે.હાલના આંકડાઓ પર નજર દોડાવીએ તો રાજ્યસભામાં એનડીએ પાસે 112 તો વિપક્ષી દળો પાસે 85 સીટો છે. ત્યાં જ વિધેયક પાસ કરાવવા માટે બે તૃત્યાંસ બહુમત એટલે કે 164 મતની જરૂર પડશે.આમ લોકસભામાં એનડીએની 292 સીટ છે. અહીં બે તૃત્યાંસના બહુમત માટે 364નો આંકડો જોઈશે, પણ લોકસભામાં બહુમત ફક્ત ઉપસ્થિત અને મતદાન કરનારા સદસ્યો પર આધારિત હોય છે.આમ વન નેશન, વન ઈલેક્શનને ધરા પર ઉતારવાની રાહ આસાન લાગી રહી નથી.
મોદી સરકારના તર્ક
‘વન નેશન, વન ઈલેક્શન’ નરેન્દ્ર મોદી સરકારની અગ્રીમ પ્રાથમિકતાઓ પૈકી એક મનાય છે.જેને પાસ કરાવવા માટે સરકાર ભરૂપર પ્રયાસો પણ કરી રહી છે. મોદી કેબિનેટે 18 સપ્ટેમ્બરે ‘વન નેશન વન ઇલેક્શન’ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકાર છેલ્લા કેટલાક સમયથી એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર મૂકી રહી છે. આ બિલ અંગે સરકારનો તર્ક છે કે વર્તમાન ચૂંટણી પ્રણાલીમાં સમય, નાણાં અને શ્રમનો વ્યય થાય છે. ચૂંટણી પહેલા જાહેર કરાયેલી આદર્શ આચારસંહિતા વિકાસના કામો પર બ્રેક લગાવે છે. એકસાથે ચૂંટણી યોજવાથી સમય, નાણાં અને શ્રમની બચત થશે. વિકાસના કામો કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ શકે છે.
32 રાજકીય પક્ષનું સમર્થન
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ ‘વન નેશન, વન ઇલેક્શન’ના મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનારા 47 રાજકીય પક્ષમાંથી 32 પક્ષે એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષે વિરોધ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષે જવાબ આપ્યો નથી.વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. એ 18,626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેકહોલ્ડર્સ-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસનાં સંશોધનનું પરિણામ છે.
BY DIPAK KATIYA ON DECEMBER 10, 2024
Be First to Comment