Categories: #trending

સરકારની માર્ગ નિર્માણ નીતિનું ઉલ્લંઘન !

– સરકારની મહત્વની પોલિસીનું ઉલ્લઘન

નવા રસ્તાના નિર્માણનો વખત આવે ત્યારે સૌ પ્રથમ તેની ભૂગર્ભ માળખાકીય સુવિધા ઉભી કરવી જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે પોલિસી જાહેર કરવા સાથે ફરજિયાતપણે અમલીકરણની સૂચનાઓ આપવામાં આવી છે. કારણે , રસ્તો બન્યા બાદ ટૂંકા ગાળામાં તોડવાનો વખત આવે તો ભારે નુકશાની ભોગવવી પડે છે. અને અઢળક નાણાંની સાથે કિંમતી સમયનો પણ વેડફાટ થાય છે. તેમ છતાં સત્તાધીશો આ આદેશને ઘોળીને પી જાય છે.

– રસ્તા નીચે પાણી ડ્રેનેજની લાઈનો વર્ષો જૂની

શહેરોમાં હાલ મોટાભાગની પાણી ડ્રેનેજની લાઈનો વર્ષો જૂની છે. જેના કારણે અવાર-નવાર ભંગાણની પરિસ્થિતિ સર્જાતા રસ્તાઓ ખોદવા પડે છે. તો ઘણી વખત રસ્તાની નીચે માટીનું ધોવાણ થતા મસમોટા ભુવાઓનું નિર્માણ થાય છે. જેના કારણે રસ્તાની મજબૂતી તૂટવા સાથે પેચવર્ક બાદ પણ રસ્તો ઉબડ ખાબડ બની જાય છે. ઘણી વખત ગેસ લાઈન લીકેઝ થતા પણ રસ્તા ખોદવાનો વખત આવી રહ્યો છે.

– જનતા માટે જોખમી માર્ગ સમારકામમાં ભારે વિલંબ

શહેરોમાં માર્ગનું ધોવાણ અથવા કોઈક કારણસર રસ્તો ખોદવાનો વખત આવે ત્યારે કામગીરી પૂર્ણ થયા બાદ સમયસર રસ્તાનું પેચવર્ક ન થતા લાંબા સમય સુધી વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વખત આવે છે. કોઈ વખત કોન્ટ્રાકટરની તો ઘણીવાર ખર્ચ સહિતના પ્રશ્નો બાબતે મંજૂરીની રાહ જોવાતી હોય છે. કેટલાક કિસ્સામાં કામગીરી પૂર્ણ થયા બાદ પણ 2 મહિના સુધી આડાશ મૂકી રસ્તો બંધ રાખવામાં આવે છે. નાના – નાના આવા કામો તંત્ર નજરઅંદાજ કરી ગોકળગતિએ કરતા પ્રજા માટે જોખમ પણ બને છે.

– આધુનિક જમાનામાં પણ થીંગડા પદ્ધતિ યથાવત

આજના આધુનિક જમાનામાં રસ્તાના સમારકામ માટે આધુનિક મશીનરીનો વિદેશમાં ઉપયોગ થઇ રહ્યો છે. જ્યાં ચોક્કસ આકારનો માર્ગ કાપી ચોક્કસ આયોજન સાથે પેચવર્ક કરાતા સમય અને નાણાંની બચતમાં નોંધપાત્ર ફેર જણાય છે. પરંતુ અહીં આજે પણ થીંગડા પદ્ધતિ ચાલી રહી છે. માટીમાં અથવા ચાલુ વરસાદે પેચવર્ક કરતા બાદ ગણતરીના દિવસોમાં ડામર ઉખડી ફરી ખાડાનું નિર્માણ થાય છે. આવી પ્રક્રિયાઓ નિરંતર ચાલતા રસ્તાઓ ઉબડ ખાબડ બને છે. ખાસ કરીને આંતરિક રસ્તાઓ મગરની પીઠ જેવા ઉબડખાબડ થવા પાછળ પણ આ એક કારણ છે.

– માર્ગો ઉપરના સ્પીડ બ્રેકરના માપદંડ જ નથી

માર્ગ ઉપર નિયમ મુજબ સ્પીડ બ્રેકર બની રહ્યા છે. પરંતુ, ઘણા કેસોમાં આજે પણ જ્યાં ખરેખર જરૂર છે જ્યાં અકસ્માતોના બનાવ બને છે ત્યાં સ્પીડ બ્રેકર હોતા નથી. હા અહીં મહત્વની વાત છે કે, સ્પીડ બ્રેકરના માપદંડ જ નથી. ક્યાંક પહાડ જેવા ઊંચા તો ક્યાંક સાવ નીચા સ્પીડ બ્રેકર બની રહ્યા છે. આજે મોંઘીદાટ કાર વધુ લંબાઈ સાથે માર્ગથી થોડા ઉપર સુધીની હાઈટ હોય સ્પીડ બ્રેકરમાં ઘસાઈ રહી છે.

– વાહન સાથે શરીરના સ્પેરપાર્ટ્સ પણ ઢીલા થઇ જાય છે

રાજ્યમાં ઉબડ ખાબડ રસ્તાઓ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. આવા રસ્તાઓના કારણે લોકોને બેકપેઇનની સમસ્યા પણ ઉભી થાય છે. જયારે વાહનોના નટ બોલ્ડ પણ આવા રસ્તાઓ ઢીલા કરી દેતા વાહનો ખખડધજ વહેલા બને છે અને નુકશાની વેઠવાનો વખત આવે છે. આજે મોટાભાગની વ્યક્તિઓ બેકપેઇનનો સામનો કરી રહી છે. ઉબડ ખાબડ રસ્તા અકસ્માતને પણ નોતરું આપે છે.

– આ એક કારણ પણ અધૂરી કામગીરી માટે જવાબદાર

ઘણા કેસોમાં આજે જે સ્થળે પાણી ડ્રેનેજ સહિતની લાઈનો પસાર થાય છે. ત્યાં સત્તાધીશોના પાપે ગેરકાયદે બાંધકામો સાથે દબાણો ઉભા થઇ જતા અનોખી સમસ્યા ઉભી થઇ છે. અને કાયદાની આંટીઘૂંટીમાં કોઈ પડવા માંગતું નથી. તો વળી , કર્મનિષ્ટ વ્યક્તિને નીચેથી ઉપર સુધી ચાલતી ભ્રષ્ટાચારની સાંકળમાં મૂંગા મોઢે સહન કરવાનો વખત આવે છે. અને માર્ગના નિર્માણ અગાઉ ભૂગર્ભ માળખાકીય સુવિધાનું કાર્ય થઇ શકતું નથી તે પણ એક સત્ય છે.

– જોખમી કામગીરીમાં લાપરવાહી કેટલી વાજબી

માર્ગ ઉપર ભુવા પડ્યા બાદ અથવા કોઈ કામગીરી બાદ ઘણી વખત આડાશ મુકવામાં નહિ આવતા વાહનચાલક અંદર ખાબકી પડે છે. આવી ઘટનાઓ ઘણી વખત જીવલેણ પણ બનતી હોય છે. અને તંત્રના પાપે નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વખત આવે છે. ખાસ કરીને, રાત્રીના સમયે અથવા ચોમાસાની ઋતુ દરમ્યાન આવા કિસ્સાઓ સામે આવે છે. જેથી જોખમી જણાય તો યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરવું જરૂરી છે.

– વરસાદ વરસતા જ રસ્તાઓ બેસવાનું શરુ

મોટાભાગે પેચવર્ક વાળા રસ્તાઓ વરસાદ વરસતા જ બેસી જાય છે. તેની પાછળ અનેક પરિબળો કારણભૂત બને છે. જો કે, પેચવર્ક ચોક્કસ આયોજનનો અભાવ પણ મુખ્યત્વે એક કારણ છે. જો યોગ્ય આયોજન સાથે પેચવર્કની કામગીરી થાય તો આવી ઘટનાઓમાં ઘટાડો થઇ શકે છે. કારણે કે , ચોમાસાની ઋતુમાં રસ્તો બેસી જતા વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત બને છે અને વાહનચાલકો પરેશાની ઉઠાવે છે.

– રસ્તાના મટિરિયલના માપદંડની ચકાસણી જરૂરી

સરકાર રોડ વિભાગ પાછળ અઢળક નાણાં ખર્ચ કરે છે. પરંતુ રસ્તા બનતા સમયે મોટાભાગે કોન્ટ્રાકટરના માણસો જ સ્થળ પર હોય છે. જયારે જવાબદાર અધિકારીઓની ગેરહાજરી આંખે ઉડી વળગે છે. રસ્તાઓના કામમાં મટિરિયલનો માપદંડ જળવાતો નથી. પરિણામે રસ્તાને મજબૂતાઈ ન મળતા આવરદામાં ઘટાડો થાય છે. ત્યારે આ બાબત સામાન્ય વ્યક્તિને પણ વિચાર કરવા માટે મજબુર કરે છે.

– 67 સી નો રસ્તાના કામોમાં ઉપયોગ

રાજ્યમાં ઘણા કામો 67 સી ના ઓથા હેઠળ ટેન્ડર પ્રક્રિયા વિના પૂર્ણ કરવામાં આવે છે. આવા અનેક કામોમાં ભ્રષ્ટાચારની બૂમો પણ ઉઠે છે. પણ જયારે પ્રજાની સુરક્ષાની વાત હોય ત્યારે કેટલાક કિસ્સામાં 67 સી હેઠળ રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ ન થતા કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે. જેથી લોકમાંગ ઉઠી છે કે, રસ્તાના સમારકામ બને તેટલી વહેલી ઝડપે પૂર્ણ થવા જોઈએ.

– રસ્તા માટે કોન્ટ્રાકટરની ગેરંટી પાણીમાં જાય છે

નવા રસ્તાનું નિર્માણ થાય અથવા સમારકામ થાય ત્યારે કોન્ટ્રાકટર તંત્રને અમુક વર્ષોની ગેરંટી આપે છે. જો તેટલા સમયમાં રસ્તો તોડવામાં ન આવે આને રસ્તાને નુકશાન થાય તો વિના મુલ્યે કોન્ટ્રાકટર સમારકામ માટે શરત મુજબ બંધાયેલ હોય છે. પરંતુ પાણી ડ્રેનેજ સહિતની લાઈનો લીકેઝ થતા સમારકામની કામગીરી જરૂરી હોવાથી રસ્તો તોડવાનો વખત આવે છે અને કોન્ટ્રાકટર જવાબદારીમાંથી છટકી જાય છે.

BY KALPESH MAKWANA ON NOVEMBER 22, 2024

City Updates

Recent Posts

મોબાઈલ બેટરી લાઇફ વધારવા ટિપ્સ: તમારી બેટરી લાંબા સમય સુધી ટકશે

મોબાઈલ ની લાઇફ વધારવા માંગો છો ? બેટરી ચાર્જ કરો આ રીતે આજે મોબાઈલ વગર…

1 hour ago

ઈ સરકાર : ગુજરાતમાં પેપરલેસ વિહીવટ માટેનું મહત્વપૂર્ણ કદમ

 ઈ-સરકાર માં 31 લાખ 'ઈ-ફાઈલ' ક્રિએટ કરવામાં આવી ગુજરાતમાં સરકારના વહીવટને પેપરલેસ કરવા માટે વર્ષ…

7 hours ago

ડિજિટલ એરેસ્ટ અને વર્ચ્યુઅલ નંબરથી થતા સાયબર અપરાધ: એ અનોખું ખતરું

ડિજિટલ એરેસ્ટ ની નવી મોડેસ ઓપરેન્ડી વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા સાયબર માફિયા ડિજિટલ એરેસ્ટના કેસોમાં…

2 days ago

 થર્ટીફર્સ્ટ અગાઉ અઢળક દારૂ, ચરસ, ગાંજો ઝડપાયો

 થર્ટીફર્સ્ટ અગાઉ અઢળક દારૂ, ચરસ, ગાંજો ઝડપાયો   રાજ્યમાં થર્ટીફર્સ્ટ ની ઉજવણી કરવા યુવાધન ઘેલું…

4 days ago

સૂતી વખતે સ્વેટર અને મોજા પહેરવાની ખતરનાક આદતોથી બચો

શું તમે પણ રાત્રે સૂતી વખતે સ્વેટર અને મોજા પહેરી સૂઈ જાઓ છો !?.. આ…

4 days ago

સ્વાસ્થ્ય માટે શિયાળામાં અગત્યના ટીપ્સ: આ ઋતુમાં કેવી રીતે રાખો તંદુરસ્તી

શિયાળો એટલે સ્વાસ્થ્ય અને શરીરને આખા વર્ષ માટે ચાર્જ કરવાની ઋતુ શિયાળો એટલે આખા વર્ષ…

5 days ago