Categories: #trending

સાઇબર ક્રાઇમ ચેતવણી: અંતરરાષ્ટ્રીય કોલ્સથી સાવધાન રહેવા સરકારની સૂચના

 

ડિજિટલ એરેસ્ટના સાઇબર ક્રાઇમ વચ્ચે સરકારની ચેતવણી

 

વર્તમાન સમયમાં સાઇબર ક્રાઇમ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે તેમાંય છેલ્લા ઘણા દિવસોથી ડિજિટલ એરેસ્ટના સાઇબર ક્રાઇમના એક પછી એક કિસ્સાઓએ સરકાર અને સાઈબર સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાડી મૂકી છે.નાનકડા સ્માર્ટ ફોનની દુનિયામાં ઠગબાજોની ઠગીની કાળા સામે ભલભલા ભોગ બની રહ્યા છે,ભણેલા ગણેલાઓ પણ સાઇબર ઠગોની ચાલાકી અને હોશિયારીને પારખી શકતા નથી.ત્યારે વધતા સાઇબર ક્રાઇમના કિસ્સાઓ વચ્ચે સરકાર પણ સજાગ બની છે,તાજેતરમાં સરકારે ચેતવણી જાહેર કરતા અમુક નંબરો પર ફોનકોલ્સ આવતા ચેતી જવા નિર્દેશ કર્યા છે.

હાલના સમયે કરોડો ભરતીયો સ્માર્ટફોન રાખે છે,સ્માર્ટફોનના આવિષ્કાર સાથે હવે તેના માધ્ય્મથી છેતરપીંડીની ઘટનાઓ પણ વધી છે.સ્માર્ટ ફોનના જમાનામાં સાયબર ક્રાઇમના કેસોમાં ભારે વધારો થયો છે તે હકીકત છે.સ્માર્ટ ફોનના આ જમાનામાં ઠગાઈ કરતા ગઠિયાઓ પણ સ્માર્ટ બની લોકોને છેતરવા માટે સતત નવી નવી પદ્ધતિઓ વિકસાવી રહ્યા છે.સરકાર અને ટેલિકોમ કંપનીઓ લોકોને સાયબર ફ્રોડ અને ઓનલાઈન કૌભાંડોથી બચાવવા અનેકો પ્રયાસ કરે છે જેમાં અભૂતપૂર્વ સફળતા પણ મળી છે પણ હકીકત એ પણ છે કે આજે પણ સાઇબર માફિયાઓ યેનકેન યુક્તિઓ સાથે લોકોને છેતરવામાં કામિયાબ રહે છે.સરકારે કહ્યું કે જો તમને કોઈ આંતરરાષ્ટ્રીય નંબર પરથી નકલી કોલ આવે છે, તો તમે ચક્ષુ પોર્ટલ પર તેની ફરિયાદ કરી શકો છો. એટલું જ નહીં, DoTની જેમ એવું પણ કહેવામાં આવ્યું હતું કે સ્કેમર્સ દ્વારા લોકોને છેતરવા માટે કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય કૉલ્સ ઇન્ટરનેટ દ્વારા જનરેટ થાય છે.

— ભારતીય ફોન નંબરથી ટેમ્પર્ડ ઈન્ટરનેશનલ કોલ્સ

સરકારે 120 કરોડ મોબાઈલ યુઝર્સ માટે ખાસ ચેતવણી જાહેર કરતા મોબાઈલ યુઝર્સને અમુક પ્રકારના નંબરો પરથી આવતા કોલ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે.કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે તે પ્રમાણે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને મોબાઈલ યુઝર્સને ઈન્ટરનેશનલ કોલ્સ અંગે સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે.મોબાઇલ સેવા ઓપરેટર્સને તેમના ગ્રાહકોની જાગૃતિ માટે આંતરરાષ્ટ્રીય કૉલ્સને ટેગ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.ઇન્ટરનેશનલ ઇનકમિંગ ફેક કોલ પ્રિવેન્શન સિસ્ટમ 22 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને તેના લોન્ચ થયાના 24 કલાકની અંદર 1.35 કરોડ અથવા 90 ટકા ઈન્ટરનેશનલ કોલ્સને ટેમ્પર્ડ ભારતીય ફોન નંબરોથી ઓળખવામાં આવ્યા હતા.સરકારે મોબાઈલ યુઝર્સને ચેતવણી આપી હતી કે આ પછી સ્કેમર્સે તેમની વ્યૂહરચના બદલી છે અને હવે લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય નંબરોથી કોલનો ઉપયોગ કરી રહ્યા છે.

— આ મોબાઈલ કોલ્સ +91 થી શરૂ થતા નથી

વધતા જતા સાઇબર ક્રાઇમને રોકાવ સરકાર અનેક પ્રયાસ કરી રહી છે તેવામાં ઈન્ટરનેશનલ કોલ્સને ટેમ્પર્ડ ભારતીય ફોન નંબરોથી શિકાર બનવતા સાઇબર માફિયાઓની લેટેસ્ટ મોડાસ ઓપેરેન્ડી સામે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે.મોબાઈલ વપરાશકર્તાઓએ અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કૉલનો જવાબ આપતી વખતે ખુબ જ સાવચેતી રાખવી જોઈએ.ઉલ્લેખનીય છે કે, આ મોબાઈલ કોલ્સ +91 થી શરૂ થતા નથી.ડોટએ પણ આવા કોલથી સાવચેત રહેવા જણાવ્યું છે.પહેલા પણ ડોટ કરોડો મોબાઈલ યુઝર્સને ઈન્ટરનેશનલ નંબર પરથી આવતા કોલ વિશે ચેતવણી આપી ચૂક્યું છે. થોડા દિવસો પહેલા જ X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું ગ્રાહકોને ચેતવણી જારી કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ અથવા ટ્રાઈ દ્વારા કોઈ પણ મોબાઈલ યુઝરને કૉલ કરવામાં આવતો નથી, તેથી જો કોઈ આવો દાવો કરે છે તો તે નકલી કૉલ્સ છે.

 

BY DIPAK KATIYA ON DECEMBER 25, 2024

City Updates

Recent Posts

આજે 25 ડિસેમ્બર : ખ્રિસ્તીઓમાં નાતાલ પર્વ નું મહત્વ

આજે 25 ડિસેમ્બર : ખ્રિસ્તીઓમાં નાતાલ પર્વ નું મહત્વ   એક માન્યતા અનુસાર નાતાલના દિવસે…

12 hours ago

ઈ-સાક્ષ્ય એપ્લિકેશન: પોલીસ તપાસમાં પારદર્શિતા લાવતી નવી ટેક્નોલોજી

  ઈ-સાક્ષ્ય એપ્લિકેશન: ગુનાની તપાસ હવે સીધી કોર્ટમાં. સામાન્ય રીતે કોઈ પણ ગુનો બને ત્યારે…

14 hours ago

મોબાઈલ બેટરી લાઇફ વધારવા ટિપ્સ: તમારી બેટરી લાંબા સમય સુધી ટકશે

મોબાઈલ ની લાઇફ વધારવા માંગો છો ? બેટરી ચાર્જ કરો આ રીતે આજે મોબાઈલ વગર…

1 day ago

ઈ સરકાર : ગુજરાતમાં પેપરલેસ વિહીવટ માટેનું મહત્વપૂર્ણ કદમ

 ઈ-સરકાર માં 31 લાખ 'ઈ-ફાઈલ' ક્રિએટ કરવામાં આવી ગુજરાતમાં સરકારના વહીવટને પેપરલેસ કરવા માટે વર્ષ…

2 days ago

ડિજિટલ એરેસ્ટ અને વર્ચ્યુઅલ નંબરથી થતા સાયબર અપરાધ: એ અનોખું ખતરું

ડિજિટલ એરેસ્ટ ની નવી મોડેસ ઓપરેન્ડી વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા સાયબર માફિયા ડિજિટલ એરેસ્ટના કેસોમાં…

4 days ago

 થર્ટીફર્સ્ટ અગાઉ અઢળક દારૂ, ચરસ, ગાંજો ઝડપાયો

 થર્ટીફર્સ્ટ અગાઉ અઢળક દારૂ, ચરસ, ગાંજો ઝડપાયો   રાજ્યમાં થર્ટીફર્સ્ટ ની ઉજવણી કરવા યુવાધન ઘેલું…

5 days ago