ATS અને NCBના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા
આમ તો ભારત ફરતે દરિયો છે.દેશનો દરિયા કિનારો 7517 કિ.મી લાંબો છે. જેમાં પણ ગુજરાત પાસે 1640 કિ.મી લાંબો દરિયા કિનારો છે.કિનારા પર 144થી વધુ નાના-મોટા ટાપુ છે,સાથો સાથ પાકિસ્તાની દરિયાઇ સરહદ નજીક છે.ડ્રગ્સની હેરફેર પાકિસ્તાન અને ઇરાનમાંથી વધુ તહતી હોય ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સ માફિયાઓની નજરમાં આવી ગયો છે.નશાના આ કારોબારમાં પાકિસ્તાનનું કરાચી બંદર અને ઇરાનના ચાબહાર બંદરની ભૂમિકા મુખ્ય હોવાનું પણ મનાય છે તેવામાં ગુજરાતનો દરિયાકિનારો નજીક છે જેથી ડ્રગ્સની હેરાફેરી માટે પણ આ દરિયાઈ સીમાનો ઉપયૉગ કરવામાં આવતો હોવાનું મનાય છે.જાણવા મળ્યા મુજબ ડ્રગ્સ માફિયાઓ ગજરાતના કચ્છ,પોરબંદરના દરિયા મારફતે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરે છે જે બાદ ડ્રગ્સ હેન્ડલર્સ આ ડ્રગ્સ ભારતના અન્ય શહેરો રાજ્યોમાં પોચડવમાં આવે છે.ગુજરાતમાં પણ ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે.અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં MD ડ્રગ્સ અનેક વાર પકડાયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે,જેમાં દ્વારકા,પોરબંદર,ગીરસોમનાથથી અનેક વાર ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજ્ન્સીઓ પહેલાના પ્રમાણમાં વધુ સતર્ક છે જ્યારે અનેક વખત પેટ્રોલિંગના ડરથી ડ્રગ્સ ફેંકી દે છે અને જેના કારણે દરિયા કિનારેથી અનેક વખત પેકેટ પણ મળી આવતા હોય છે.
7 ઈરાનીની ધરપકડ
સાત વર્ષમાં ગુજરાતના દરિયાએ ઊલેચ્યું 40 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ..!
ગુજરાતનો દરિયો ડ્રગ્સનો દરિયો બની રહ્યો છે અવાર નવાર દરિયામાંથી લાખો કરોડોના ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો જોવા મળે છે,નશાનો કારોબાર કરતા માફિયાઓનો ડોળો હંમેશા ગુજરાતના દરિયા કાંઠે રહેતો હોય છે જેને પરિણામે છે ગુજરાતનો દરિયો ડ્રગ્સના હબ તરીકે ઉભરી રહ્યો છે,500 કરોડના ડ્રગ્સ કેસમાં સુરક્ષા એજન્સીઓની સતર્કતા કામ કરી ગઈ,ખેર હાલ સુરક્ષા એજન્સીઓ સમગ્ર રેકેટ અંગે માહિતી મેળવી તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે,જોકે ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોકો સિવાય આગળની એક પણ કડી ખુલતી નહીં હોવાનું પણ અનેક કિસ્સામાં બહાર આવ્યું છે અને તેને કારણે ડ્રગ્સના નિયમિત જથ્થાઓ ગુજરાતના માર્ગે ઘુસી રહ્યા છે.ડ્રગ્સની હેરાફેરી ગુજરાતમાં મોટુ દુષણ બની ગયું છે.રાજ્યમાં આ પ્રકારે વારંવાર ડ્રગ્સના મોટો જથ્થો પકડવામાં આવે છે.કહેવાય છે કે,સાત વર્ષમાં ગુજરાતમાંથી 40 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી લેવાયું છે.
BY DIPAK KATIYA ON NOVEMBER 15, 2024
આજે છે દેવ દિવાળી : જાણો દેવ દિવાળી નું મહત્વ, દીપ દાન નું મહત્વ દેવ…
"અંધેરી નગરી ને ગંડુ રાજા" જેવો ઘાટ નગરનો ગરીબ "લાલો" નગરના "ખાડે" આ વાર્તા છે…
Summary of Khyati Hospital Incident The Khyati Hospital scandal has raised serious concerns following a…
ખ્યાતિ હૉસ્પિટલ કાંડ બ્લોકેજ ન હોવા છતાં 90 ટકા બ્લોકેજ દર્શાવી ઑપરેશન કરી નાખ્યા જાણ…
Celebrating Children’s Day in India: Honoring Pandit Nehru's Legacy Children’s Day in India is observed…
બાળ દિવસ 2024 : ‘દરેક બાળક માટે દરેક અધિકાર’ આજે બાળ દિવસ. ભારતના પ્રથમ વડાપ્રધાન…