Categories: Magazine

સાવધાન : ચાઈનીઝ લસણ બની શકે છે કેન્સર નું કારણ  

સાવધાન : ચાઈનીઝ લસણ બની શકે છે કેન્સર નું કારણ

બજારમાં ચાઈનીઝ લસણનું આગમન થઈ ગયું છે. જે લસણ  કેન્સરનું કારણ સહિત ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ વધી શકે છે. કહેવાય છે કે હમેશા જે સારું દેખાઈ છે તે સારું જ હોય એ જરૂરી નથી. દૂર થી ડુંગર રળિયામણા જ હોય છે. એટલે જો તમે બજારમાં જાઓ છો, તો સારું દેખાવાને બદલે ડાઘવાળું લસણ ખરીદશો તો સ્વાસ્થ સારું રહેશે. એટલે કે આ ઓરિજિનલ અને હેલ્ધી લસણ હોય છે. કારણ કે ચાઈનીઝ લસણ ખાવાથી તમારા આંતરડામાં પણ સમસ્યા થશે અને તમે કેન્સર જેવી ગંભીર બીમારીનો શિકાર બની શકો છો.

આહાર નિષ્ણાત ના જણાવ્યા અનુસાર બજારમાં વેચાતા ચાઈનીઝ લસણનો સ્વાદ એકદમ વાસ્તવિક લસણ જેવો હોય છે. એટલા માટે કેટલાક લોકો તેમની વચ્ચે સરળતાથી તફાવત કરી શકતા નથી. આ લસણ દેખાવમાં સફેદ હોય છે અને તેની કળીઓ જાડી હોય છે. આ લસણની છાલ ઉતારવી સરળ હોય છે. જે  સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સુંદર લસણ આકર્ષક લાગે છે અને આપણે તેને ખરીદી લઈએ છીએ. ભારતીય લસણમાં થોડા ડાઘ અને ફોલ્લીઓ હોય છે. કળી પાતળી હોય છે. ત્યારે બજારમાં લસણ ખરીદતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. બજારમાં ઓછા ભાવે સારા દેખાતા લસણ ખરીદવાનું ટાળો.

ચાઈનીઝ લસણ કેન્સરનું કારણ બની શકે છે

મહત્વનું છે કે ચાઈનીઝ લસણ બનાવવામાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તે બજારોમાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. આ લસણનું સતત કેટલાક દિવસો સુધી સેવન કરવાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે. તેને બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો તમારા આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે. સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. જો તમે પણ બજારમાં લસણ ખરીદવા જઈ રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

લસણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

ડૉક્ટરે કહ્યું કે લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ હૃદય પણ મજબૂત રહે છે. આયુર્વેદમાં લસણ ખાવાના ઘણા ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે. જો કે માત્ર ભારતીય લસણ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બજારમાં વેચાતું ચાઈનીઝ લસણ તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને તમને ગંભીર રીતે બીમાર પણ કરી શકે છે.

તો જો તમે પરિવાર ને ખૂબ જ પ્રેમ કરતાં હોવ તો લોકો ની સુખાકારી ને લઈ ને સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી હમેશા ઓર્ગેનિક કે પછી ભારતીય ઉત્પાદકતા ની વસ્તુઓ ખરીદશો. કદાચ એ ભલે મોંઘું હોય પણ સ્વાસ્થ્યવર્ધી ચોક્કસ હશે.

City Updates

Share
Published by
City Updates

Recent Posts

વિશ્વાસ્થા: ગુજરાતી ફિલ્મની નવી રિ-રીલીઝ, પ્રેમ અને વિશ્વાસની અનોખી કથા

જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…

2 days ago

વડોદરાનું રમણીય તળાવ “સુરસાગર”

  સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી   વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…

3 days ago

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય…

5 days ago

ત્રિવેણી સંગમનું પવિત્ર જળ અને નારાયણ સરોવર મહાકુંભ સ્નાન

રેવા નીરમાં ભળ્યું હવે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મહાકુંભ ન ગયા પણ નારાયણ સરોવરમાં સ્નાન…

5 days ago

અમદાવાદનો 614મો જન્મદિવસ: ઇતિહાસ, વિકાસ અને શ્રેષ્ઠ 10 સ્થળો

હેપ્પી બર્થડે અમદાવાદ તમારું-મારું આપણું આ શહેર અમદાવાદ.આજે અમદાવાદનો 614 મો જન્મદિવસ. ગુજરાતનું પહેલું હેરિટેજ…

6 days ago

દેશની અડધી વસતી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું

શિવના શરણે શ્રદ્ધાનો મહાસાગર, મહાકુંભનું આજે સમાપન. શ્રદ્ધાળુઓના આ મહાસાગરે તમામ કુંભમેળાના રેકોર્ડ તોડ્યા.દેશ-વિદેશમાંથી 65…

6 days ago