fbpx Press "Enter" to skip to content

સિમેન્ટ કોંક્રિટના જંગલોમાં ચકલીઓનો શ્વાસ રૂંધાય છે..!

— An article by Dipak Katiya

શહેરોમાં ચકલી દેખાય જાય તો આશ્ચર્યની અનુભૂતિ થાય..!

લુપ્ત ચકલીઓની વિરાસતને વધારવા સામાજિક સંસ્થાઓનો તનતોડ પ્રયાસો ફળદાયી પુરવાર થશે

“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશું છે, પંખી છે, પુષ્પો છે, વનોની છે વનસ્પતિ”“તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું, મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું.” ચકલીઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી આ લાઇન પ્રખ્યાત કવિ રમેશ પારેખની છે.પણ આજે વિસ્તરતા જતા વિકાસ વચ્ચે કાકળીઓનું રજવાડું રોળાઈ ગયું છે.સિમેન્ટ કોંક્રિટના જંગલોમાં ચકલીઓ જાણે ક્યાંક ખોવાઈ ગઈ છે,હવે તો ચકલીઓ દેખાય તો આશ્ચ્ર્ય થાય,પણ લુપ્ત થતી ચકલીને ફરી ચી ચી કરતી સાંભળવા અનેક પ્રયાસો થઇ રહ્યા છે જે આવકાર્ય અને અભિનંદનીય છે,ગુજરાતભરમાં અનેક સંસ્થાઓ ચકલીઓને બચાવવા પરિશ્રમ કરે છે,આજે 20 માર્ચે અને ફરી સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો,,જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃતતાનો છે,40થી વધુ રાષ્ટ્રો આ દિવસની ઉજવણી કરે છે. ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવા માટે ખાસ આ દિવસ ઉજવે છે.

House Sparrow | BTO - British Trust for Ornithology

વર્ષ 2010માં પહેલીવાર વિશ્વ ચકલી દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ફ્રાન્સની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી.ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઇલ અને ટીવી ટાવરોના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે.ચકલીઓની વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે. આ દિવસનો હેતુ જૈવવિવિધતા અને આપણા પર્યાવરણ માટે આ પક્ષીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. ચકલીઓની વસ્તીની સુરક્ષા માટે સંરક્ષણના પ્રયત્નોને વિસ્તૃત કરવા માટે સભાનપણે પ્રયત્નો કરવા જોઈએ.

ચકલીઓ કેમ ઘટી રહી છે…

ચકલીઓની સંખ્યામાં ઝડપથી થઈ રહેલ ઘટાડા પાછળ માળો બાંધવાની જગ્યાનો અભાવ,ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો,ખેત ઉત્પાદનો ઉપર રહેલ ઝેરી રસાયણોનો છંટકાવ,બ્રીડીંગ ઓપર્ચ્યુનીટીમાં ઘટાડો સહિતના કારણો ચકલીઓની ઘટતી જતી સાંખ્યામાં જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આડેધડ ઝાડવાઓનું નિકંદન અને શહેરી વિસ્તારનો ઝડપથી વ્યાપ વધવાને કારણે ફ્રેન્ડલી નેબરહૂડ કહી શકાય તેવી ચકલીઓના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે.ઈન્ટરનેટ અને મોબાઈલ ટીવીના ઓડિયો-વિડીયો તરંગોના ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડીયશને પણ ચકલીના ઘટાડામાં કોઈ કસર છોડી નથી.

ચકલીઓની ચી ચી માટે આટલું જરૂર કરો..

House Sparrow population may not be declining, finds new research | Latest  News India - Hindustan Times

ચકલીઓની વસ્તી વધારવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યં છે જેમાં વધારો તહવો જોઈએ જેથી ચકલીઓની સંખ્યામાં વધારો થાય,ચકલીઓને લુપ્ત થતી બચાવવા માટે ઘરની ટેરેસ કે બાલ્કનીમાં પક્ષીઓ આવતા-જતા હોય તો તેમના માટે વાસણમાં ખોરાક અને પાણી અવશ્ય રાખવું. જેનાથી પક્ષીઓને સમયસર ખોરાક મળશે,ધ્યાન રાખો કે સમયાંતરે પાણી બદલતા રહો અને ઉનાળામાં પાણીના વાસણને ખાલી ન રાખો અને શક્ય હોય તો માટીનું વાસણનું ઉપયોગ કરવું.ચકલીઓને બચાવવા આટલું કરીએ તેમજ ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવી શકાય,ચકલાં માટે પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકવાથી ચકલીઓ તમારા ઘરે આવશે,ખેતર-બગીચામાં કુદરતી વાડ કરી, દેશી અને ફળાઉ વૃક્ષો વાવીને પણ ચકલીઓને બોલાવી શકાય છે.બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપવાથી પણ ચકલીઓને બચાવવામાં મદદ થશે.

માનવજાત માટે લાભદાયી પક્ષી છે

The man who saved sparrows from catastrophe - CGTN

40થી વધુ રાષ્ટ્રો આ દિવસની ઉજવણી કરે છે. ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવા માટે ખાસ આ દિવસ ઉજવે છે. ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે. તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજ, અનાજ અને લાર્વા ખાવાથી આ પક્ષી અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થાય છે. તે ખોરાકની શોધ કરતી વખતે છોડના ફૂલો પર પણ બેસે છે જેનાથી પરાગ ધાન્યમાં પરોક્ષ રીતે મદદ કરે છે.

More from MagazineMore posts in Magazine »
error: Content is protected !!