fbpx Press "Enter" to skip to content

સૂતી વખતે સ્વેટર અને મોજા પહેરવાની ખતરનાક આદતોથી બચો

શું તમે પણ રાત્રે સૂતી વખતે સ્વેટર અને મોજા પહેરી સૂઈ જાઓ છો !?.. આ આદત છે નુકસાનકારક

હાલ માં મસ્ત મઝા ની શિયાળા ની ઋતુ ચાલી રહી છે. ત્યારે ઠંડી થી રક્ષણ મેળવવા આપણે સ્વેટર , જેકેટ , શૉલ, હાથમાં મોજા , પગ માં મોજા પહેરતા હોય છે. જો કે દિવસ દરમ્યાન ઠંડી થી રક્ષણ મેળવવા આ પ્રકારના પોશાક યથાયોગ્ય છે. જો કે ઘણા લોકો રાત્રિ દરમ્યાન સૂતી વખતે પણ મસ્ત જેકેટ કે સ્વેટર પહેરીને તેમાંય ખાસ પગમાં મોજા પહેરીને સૂઈ જતાં હોય છે. જો કે હેલ્થ એક્સપર્ટ મુજબ આવું કરવાથી તમે બીમાર પડી શકો છો. જી હા !  સૂતી વખતે ગરમ કપડાં એટલે કે સ્વેટર અને ખાસ કરીને પગના મોજા પહેરી રાખવાથી તમારી ઊંઘની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે.

1.મોજા પહેરીને સુવાથી નિંદર સારી આવે

ઠંડી માં રાત્રિ દરમ્યાન પગના તળિયા વધુ ઠંડા થતાં હોય છે. એટલે કે ત્યાં વધુ ઠંડી લાગતી હોય છે. એટલે લોકો મોજા પહેરી સુવાનું પસંદ કરતાં હોય છે. જેથી નિંદર સારી આવે. જો કે એક રિસર્ચ મુજબ  જ્યાં ટેમરેચર માઇનસમાં જતું હોય છે ત્યાં આ રાત્રે મોજા પહેરી સૂવું યોગ્ય છે. મહત્વનું છે કે ભારતમાં આટલી ઠંડી દરેક જગ્યા પર નથી પડતી એટલે નોર્મલ ઠંડીમાં પગમાં મોજ પહેરીને અથવા તો સ્વેટર પહેરીને સુવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે.

  મોજા અને સ્વેટર પહેરી ને ઊંઘવાથી ઓવરહીંટિગની સમસ્યા થઈ શકે

રાત્રે મોજા પહેરીને અથવા સ્વેટર પહેરીને ઊંઘવાથી ઓવરહીટિંગની સમસ્યા થઇ શકે છે જેનાં કારણે બેચેની અનુભવાય છે. આ સિવાય સ્કિન સંબંધિત સમસ્યાઓ જેવી કે ખંજવાળ, રેશિશ અને બેક્ટેરિયા બિલ્ડ અપ પણ થઇ શકે છે.

બ્લડ સર્ક્યુલેશન પર એની અસર પડે

વધુ માં જો રાત્રે દરમ્યાન સૂતી ઘડીએ મોજા નીકળી જવાનો ડર રહેતો હોય છે ત્યારે ઘણા લોકો વધારે ટાઇટ મોજા પહેરી સુવાનું પસંદ કરે છે. જેથી ઊંઘમાં ખલેલ ન પડે. પણ અહી તમારે જાણવાની જરૂર છે કે મોજા ટાઈટ પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન પર એની અસર પડી શકે છે. મોજા પહેરીને ઊંઘવાથી પગની નસો પર દબાણ પડે છે. આ સમયે હાર્ટને પંપ કરતી વખતે વધારે દબાણ પડે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. માટે બને ત્યાં સુધી મોજા પહેરીને ઊંઘવાનું ટાળો.

સ્વેટર પહેરીને ઊંઘવાથી હાર્ટ હેલ્થ માટે ખતરનાક સાબિત થઈ શકે

મોજા સાથે સ્વેટર પણ પહેરી ને ઊંઘવાથી સ્વેટિંગ થઇ શકે છે જેની સીધી અસર બ્લડ પ્રેશર પર પણ પડી શકે છે. આ સિવાય સ્વેટર પહેરીને ઊંઘવાથી હાર્ટ હેલ્થ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. સ્વેટર પહેરીને ઊંઘવાથી શરીરનું ટેમ્પરેચર અનેકગણું વધી જાય છે. આ માટે બને ત્યાં સુધી ઠંડીમાં તમે નોર્મલ તેમજ ફુલ સ્લીવ્સનાં કપડાં પહેરીને સૂઇ શકો છો.

 

રાત્રે સૂતા પહેલા તમારા પગને ગરમ તેલથી માલિશ

ત્યારે હવે સવાલ એ થાય છે કે કડકડતી ઠંડીમાં પગને ગરમ કેવી રીતે રાખવા?  તો તમે રાત્રે સૂતા પહેલાં તમારા પગને ગરમ તેલથી માલિશ કરી શકો છો અથવા તો પગને ગરમ પાણીથી ધોયા પછી ધાબળામાં જઈ મીઠી નિંદર માણી શકો છો. આ સિવાય તમે સૂવાના સમયે ઓછામાં ઓછા એક કલાક પહેલાં મોજા પહેરી શકો છો અને સૂતા પહેલા તેને ઉતારી શકો છો.

મોઢું બહાર રાખીને સૂવું વધુ યોગ્ય

શિયાળામાં ઘણા લોકો ને ધાબળા માં સુવાની આદત હોય છે. એટલે કે માથું ને પણ ધાબળા થી ઢાંકી દે છે. પગ થી માથાને ધાબળા થી ઢાંકી દે છે. જો કે આ આદત ખોટી છે. ખુલ્લી હવામાં શ્વાસ લેવું અનિવાર્ય હોય છે. છતાં લોકો બ્લેન્કેટ ,ધાબળા માં ઠંડી ને પગલે મોઢું ઢાંકી દે છે. આમ કરવાથી રાત્રે એ ધાબળાની અંદર તમને ફ્રેશ ઑકિસીજન નહીં મળે તેમજ ઘભરામણ પણ થઈ શકે છે. એટલે મોઢું બહાર રાખીને સૂવું વધુ યોગ્ય છે. જો બોજ ઠંડી લાગે તેમ હોય તો તમે બે  ત્રણ ધાબળા વધુ ઓઢી લઈ ઠંડી થી રક્ષણ મેળવી શકો છો.

 

By Shweta Baranda on December 20, 2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!