Categories: #trending

સ્પીડ બ્રેકર અકસ્માતનું કારણ કે નિવારણ , સ્પીડ બ્રેકરો “માપદંડ” જરૂરી

સ્પીડ બ્રેકર સામાન્ય રીતે 3 મીટર લાંબા અને 9 ઈંચની ઉંચાઈના જરૂરી

માર્ગ ઉપર દોડતી ગાડીને અચાનક બ્રેક મારવી પડે એટલે સમજવુ કે માર્ગમાં સ્પીડ બ્રેકર આવ્યુ હશે. સ્પીડ બ્રેકરને અકસ્માત નિવારણ અર્થે રસ્તા પર મુકવામાં આવે છે. પરંતુ માપદંડ વગર ના ઠોકી બેસાડવામાં આવ્યા હોય ત્યારે તેની વિપરીત અસરો પણ સર્જાય છે. સ્પીડ બ્રેકર મુખયત્વે હોસ્પિટલ, સ્કુલ, કોલેજ જેવી જગ્યાઓની આસપાસ મુકવામાં આવતા હોય છે. પણ અત્યારે કોઈ ગલી ખાંચા બાકી નથી.

વાહનોની બેજવાબદારી ભરી ગતિના પરિણામે માર્ગ પર થોડા થોડા અંતરે સ્પીડ બ્રેકર મુકવાની તંત્રને ફરજ પડી છે. રાજ્યમાં સ્પીડ બ્રેકરના માપદંડ અધકચરા છે, કારણકે સ્પીડ બ્રેકર પહેલા ચોક્કસ અંતરે વોર્નિંગ બોર્ડ મુકવા અંગે પણ કોઈજ ધારાધોરણો સ્પષ્ટ નથી. આજે આધેધડ સ્પીડ બ્રેકર બને છે પણ તેના કોઈ ચોક્કસ માપદંડ નથી હોતા. અને માપદંડની વાત આવે એટલે મરજી મુજબના જવાબો તંત્ર તરફથી સાંભળવા મળે છે. આ પરિસ્થિતિમાં સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને આના કારણે સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘણીવખત સ્પીડ બ્રેકર એટલા ઊંચા હોય છે કે જો કોઈ હાઈસ્પીડ વાહન તેમની ઉપરથી પસાર થાય તો વાહનમાં બેઠેલા લોકોને જોરદાર આંચકો લાગે છે. સેફટી અને નીતિ નિયમ મુજબ સ્પીડ બ્રેકર્સ પહેલા 7 થી 10 ફૂટ પહેલા વોર્નિગ બોર્ડ મુકવુ ફરજીયાત છે, અને સ્પીડ બ્રેકર રાત્રે પણ દેખાય તે માટે ચળકતો સફેદ-પીળા રંગથી તેના પર પટ્ટા પણ કરવાનો માપદંડ છે. જેથી ડ્રાઇવરો રાત્રિના અંધારામાં પણ સ્પીડ બ્રેકર જોઈ શકે. જો આ તમામ બાબતો સ્પીડ બ્રેકર પાસે નહીં હોય તો તે ગેરકાયદેસર ગણાશે અને સંબંધિત લોકો સામે કાર્યવાહી થઇ શકે છે.

જો કે, આપણા ત્યાં માર્ગ પર બનતા સ્પીડ બ્રેકરોનું કોઈજ માપદંડ નથી, જેના કારણે અકસ્માત નિવારણ અર્થે માર્ગમાં બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકર જ ક્યારેક અકસ્માત નું કારણ પણ બનતા હોય છે. ગાઈડલાઈન મુજબ સ્પીડ બ્રેકરની ઊંચાઈ 9 ઈંચથી વધુ ન હોવી જોઈએ. એટલું જ નહીં બંને બાજુ બે મીટરનો ઢોળાવ હોવો જરૂરી છે. કોઈપણ વાહનના ટાયર સરળતાથી ઉપર અને ઢાળ પર ચઢી શકે છે અને કારની બોડી બ્રેકર સાથે અથડાવી ન જોઈએ .

આજે ઉલટું છે મોટાભાગના વાહનો આજે સ્પીડ બ્રેકરને સ્પર્શી જાય છે. હાલ શહેરની દરેક ગલીઓમાં સ્પીડ બ્રેકર જોવા મળશે. ઘણીવખત આ એટલા વધારે હોય છે કે જો વાહનની સ્પીડ ઓછી ન કરો તો અકસ્માતથઇ શકે છે. આ ઉપરાંત ટૂંકા અંતરે જ સ્પીડ બ્રેકર જોઈ શકો છો. તો કેટલાક કિસ્સામાં જરૂર નથી ત્યાં આપણે સ્પીડ બ્રેકર જોવા મળશે તો ઘણા કિસ્સામાં જરૂરિયાત સ્થળે સ્પીડ બ્રેકરનો અભાવ જણાશે. કોઈ વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ સ્પીડ બ્રેકર બનાવી શકતા નથી. સ્પીડ બ્રેકર બનાવવા માટે લોકો અને ટ્રાફિક પોલીસને તેમની જરૂરિયાત મુજબ શહેરીજનો પાસેથી તેની માંગણી કરવી પડે છે. અને ખાતરી બાદ પાલિકાના અધિકારીઓ સ્પીડ બ્રેકર ક્યાં બાંધવાના છે તેની પરવાનગી આપે છે.

BY KALPESH MAKWANA ON DECEMBER 16, 2024

City Updates

Recent Posts

The Legacy of Ustad Zakir Hussain: A Life of Musical Brilliance

  A Maestro Remembered Ustad Zakir Hussain, the legendary tabla virtuoso and cultural ambassador of…

7 hours ago

આજના દિવસે ભારતે બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવ્યું હતું

  સવારનો નાશ્તો રામગઢમાં , બપોરનું ભોજન જેસલમેરમાં અને રાતનું ભોજન જોધપુરમાં કરવાના હતા આજે…

10 hours ago

રાજ કપૂર: ભારતના સિનેમાના મંચ પર આજે પણ ઝળહળતી જ્યોતિ

આજે રાજકપૂરની 100મી બર્થ એનિવર્સરી: મેરા નામ જોકર ફિલ્મ રાજ કપૂરની ખુબ નજીક રહી 14…

2 days ago

વડોદરા રેવન્યુ ક્રિકેટ લિગમાં કલેક્ટર કચેરીની ટીમ બની વિજેતા

વડોદરા રેવન્યુ ક્રિકેટ લિગમાં કલેક્ટર કચેરીની ટીમ બની વિજેતા વડોદરા જિલ્લા મહેસુલી તંત્રની વિવિધ કચેરીમાં…

2 days ago

કોઈ સરહદ ના ઈસે રોકે : શિયાળા માં યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન સુરત નું ગવિયર તળાવ.

કોઈ સરહદ ના ઈસે રોકે : શિયાળા માં યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન સુરત નું…

3 days ago

CAR-T સેલ થેરાપી વડોદરાના મૂની સેવાશ્રમમાં: કેન્સર દર્દીઓ માટે નવી આશા

ગુજરાતમાં સૌ પ્રથમ વખત વડોદરાના મૂની સેવાશ્રમમાં કેન્સરના દર્દીઓને મળશે CAR-T સેલ થેરાપી પૂ. અનુબેનની…

3 days ago