ચૂંટણી પંચ દ્વારા સતત ૧૫મા વર્ષે થનાર “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી “Nothing Like Voting, I Vote For Sure – મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” ની થીમ પર કરાઈ છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણીના ભાગરૂપે, તમામ સરકારી કચેરીઓ, સ્વાયત્ત સંસ્થાઓ અને સંસ્થાઓએ આજના દિવસે પ્રતિજ્ઞા લીધી છે. દેશભરની શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાતા દિવસની થીમ પર ચર્ચાઓ અને સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ છે. પ્રથમ રાષ્ટ્રીય મતદાતા દિવસ 2011માં તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર SY કુરૈશીના નેતૃત્વમાં ઉજવાયો હતો.
આ દિવસે મતદાતાઓને શપથ પણ અપાવવામાં આવે છે કે તેઓ મતનો ઉપયોગ કરીને દેશના વિકાસ માટે લાયક પ્રતિનિધિની પસંદગી કરે. એક લોકશાહી દેશનો પાયો નાગરિકોને મળેલા મતદાનના અધિકાર પર નિર્ભર છે. ભારત લોકશાહી અને બંધારણીય દેશ છે. અહીં જનતા દ્વારા, જનતા માટે, જનતાનું શાસન છે. ભારતની આઝાદી બાદ 26 જાન્યુઆરી 1950માં દેશમાં બંધારણ લાગુ થયુ હતું. જ્યારે બંધારણ લાગુ કરવામાં આવ્યુ તો તેના એક દિવસ પહેલા એટલે કે 25 જાન્યુઆરીએ ચૂંટણી પંચની સ્થાપના થઈ અને ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બંધારણમાં ભારતના નાગરિકના જે કર્તવ્ય છે, તેમાંથી એક મતદાનનો અધિકાર છે. મતદારનો મત ચોક્કસ પક્ષને પાંચ વર્ષ માટે સત્તામાં મૂકે છે. અને વ્યક્તિ દેશ અને રાજ્યના વિકાસ માટે નાગરિક તરીકેની ફરજ નિભાવે છે. જોકે દેશમાં મતદાનનું વલણ ઓછુ હોય મતદારોને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશમાં મહિલાઓ અને અમુક વર્ગના લોકો મતદાનના અધિકારનો ઉપયોગ કરતા ન હોય દેશની પ્રગતિ માટે દરેક વોટ જરૂરી છે. તેથી મતદાતા દિવસ મનાવવાનો હેતુ તમામ પાત્ર મતદાતાઓની ઓળખ કરીને તેમને વોટ આપવા પ્રત્યે પ્રેરિત કરવાનો છે. 18 વર્ષની ઉંમર બાદ મતદાનનો અધિકાર મળે છે. ચૂંટણી પંચ દ્વારા “વોટર હેલ્પલાઈન” એપ સહિતની વિવિધ એપ્લીકેશન, મતદાર હેલ્પ લાઇન ૧૯૫૦ની સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં નાગરિકો ઘર બેઠા ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા સહીત જરૂરી તમામ બાબતોની જાણકારી મેળવી શકે છે. ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવે તે જરૂરી છે. મતદાન બુથ, મોબાઈલ ફોન, એસ.એમ.એસ. ચૂંટણી પંચના પોર્ટલ દ્વારા પણ આધારકાર્ડ લિંક કરી શકાય છે.
અહીં દુકાનમાંથી મળતો નફો ગાંધીજીને મોકલાતો હતો.વડોદરાની દુકાન જે સ્વતંત્ર સંગ્રામ સાથે પણ જોડાયેલી…
ગુજરાતમાં 'ટુરિઝમ' ટોચ પર..! વાઈબ્રેન્ટ નવરાત્રી 23.12 લાખ,રણોત્સવમાં અત્યાર સુધીમાં કુલ 17.83 પ્રવાસીઓ આવ્યા.ગુજરાતમાં…
ઠેર ઠેર આ માથાકૂટ મેઈન્ટેનન્સ બાકી હોય એટલે સોસાયટીનો વહીવટ અટવાય - સોસાયટીની છાપ અને…
જાણો આ દિવસનું મહત્વ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાશે શિક્ષણ એ…
"એક દુનિયા આ પણ" આ બજારનું નામ 'હાથીખાના' કેમ પડ્યું ? અહીં એક સમયે હાથગાડા…
પ્રજાસતાક પરેડમાં ગુજરાતનો પ્રખ્યાત ‘મણિયારા રાસ નૃત્ય’નો ટેબ્લો. ‘મણિયારા રાસ નૃત્ય’ સૌરાષ્ટ્રની ખુબ જ…