Categories: #trendingMagazine

161 દિવસથી અંતરિક્ષમાં સુનિતા વિલિયમ્સ, હજુ 3 મહિનાની રાહ

 બોઇંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયેલા અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર ફેબ્રુઆરી 2025 સુધી પરત આવી શકે નહીં તેવા સંકેત સાંપડી રહ્યા છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું હતું કે, બંને અવકાશયાત્રી બોઇંગ અને સ્પેસક્રાફ્ટને બદલે ફેબ્રુઆરી 2025માં સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન દ્વારા પૃથ્વી પર પરત આવી શકે છે.

 

 સુનિતા વિલિયમ્સની લેટેસ્ટ તસવીરો ચિંતાજનક

અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સની નવી તસવીરો જોઇને નાસા આશ્ચર્યમાં પડી ગયું છે. કારણ કે નવા ફોટોમાં સુનીતા ઘણી નબળી, હાડકાના સ્ટ્રક્ચરની જેમ જોવા મળી રહી છે. સુનિતા વિલિયમ્સ સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર સાથે જૂનના પ્રથમ સપ્તાહમાં આઠ દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં ટેકનિકલ સમસ્યાને કારણે વિલિયમ્સને 180 દિવસથી ત્યાં છે. હાલમા જ તેમની દુબળી-પાતળી તસવીરોએ લાંબા ગાળાની અવકાશ યાત્રાની શારીરિક અસરો વિશે ચિંતા વ્યક્ત કરી છે. સુનીતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશનને બીજું ઘર માને છે, પણ લાંબા સમય સુધી સ્પેસ સ્ટેશનમાં રહેવાથી તેનું વજન ઊતરી ગયું છે અને મોં પર એની સ્પષ્ટ અસર દેખાય છે. હાલમાં બહાર આવેલી તસવીરોમાં દેખાય છે કે તેના ગાલ બેસી ગયા છે. આ સંદર્ભમાં નાસાના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમારો પહેલો પ્રયાસ તેનું વજન વધારવાનો છે અને તે ફિટ બની જાય એવો છે. તેનું મોં બેસી ગયું છે અને એ તસવીર જોઈને અમને પણ ધક્કો લાગ્યો છે

 8 દિવસની યાત્રા 6 મહિનામાં બદલાઈ

ગત પાંચમી જૂનના રોજ વિલિયમ્સ અને વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે સ્ટારલાઇનરમાં ઉડાણ ભરી હતી અને આઠ દિવસ પછી તેમને પૃથ્વી પર પાછાં ફરવાનું હતું. પરંતુ જ્યારે સ્ટારલાઇનર અવકાશયાન ISSની નજીક પહોંચ્યું, ત્યારે સમસ્યાઓ ઊભી થઈ અને તેના પાંચ થ્રસ્ટર્સ કે જે અવકાશયાનને દિશા આપવાનું કામ કરે છે તે બંધ થઈ ગયાં. તેમાં રહેલું હિલિયમ પણ સમાપ્ત થઈ ગયું હતું, જેના કારણે તેને બળતણ પર નિર્ભર રહેવું પડ્યું હતું. આ સમસ્યાઓનો અર્થ એ છે કે જ્યાં સુધી ઇજનેરો તેની ટેકનિકલ સમસ્યાઓ ઉકેલી ન શકે ત્યાં સુધી વિલિયમ્સ અને વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેવું પડશે. આ વર્ષના છેલ્લા તબક્કામાં ત્યાં જનારા સ્પેસઍક્સ અવકાશયાનની મદદ લઈ શકાય તેમ છે. જો આવું થાય તો તેઓ 2025ની શરૂઆતમાં જ પરત ફરી શકશે. અને એ રીતે આઠ દિવસનું આ મિશન 8- 9 મહિનામાં ફેરવાઈ જશે.

– સુનિતા વિલિયમ્સે કહ્યું, “નો પ્રોબલ્મ! અમે ઘરે પાછા આવીશું”

સ્પેસમાં ખૂબ એન્જોય કરી રહી છું સુનિતા વિલિયમ્સે કહ્યું, “મને મારા દિલમાં ખૂબ જ સારું ફિલિંગ થઈ રહ્યું છે કે અવકાશયાન અમને ઘરે પરત પહોંચાડશે, અમને કોઈ સમસ્યા નથી.” સુનિતાએ કહ્યું કે તે સ્પેસમાં ખૂબ એન્જોય કરી રહી છું અને આ સાથે, તે ઘણા વિજ્ઞાન પ્રયોગો પણ કરી રહ્યા છે જેમાં માઇક્રોગ્રેવિટી વાતાવરણમાં જીન સિક્વન્સિંગ જોવાનો સમાવેશ થાય છે. તેમણે I.S.S. પર કોઈ સમસ્યાની સ્થિતિમાં સ્ટારલાઇનરને”સલામત” વાહન તરીકે પણ પરીક્ષણ કર્યું છે, અને તેની જીવન-રક્ષક સિસ્ટમો અંદર ચાર લોકો સાથે કેવી રીતે કાર્ય કરે છે તેનું પરીક્ષણ કર્યું છે.

– અવકાશમાં સૌથી વધારે લાંબા સમય સુધી રહેવાનો વિક્રમ

 

1998માં તેમના જીવનમાં વળાંક આવ્યો. તે વર્ષે જૂન માસમાં ‘નાસા’-(NASA)એ અવકાશયાત્રી માટેની તાલીમ આપવા માટે તેમની પસંદગી કરી અને ઑગસ્ટ, 1998માં તેમના તે અંગેના પ્રશિક્ષણની શરૂઆત થઈ. ‘ઍટલાન્ટિસ’ નામના અવકાશયાનમાં અંતરિક્ષની સફર કરવા માટે જે કેટલાક યુવાનોની પસંદગી થઈ તેમાં સુનીતા એકમાત્ર મહિલા હતાં. આ અંતરિક્ષ પ્રવાસ દરમિયાન સુનીતાએ કોઈ પણ મહિલા અંતરિક્ષયાત્રી કરતાં સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેવાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો. તે પૂર્વે 1996માં શેનન લુસિડ અંતરિક્ષમાં 188 દિવસ અને 4 કલાક જેટલો સમય રહી હતી. સુનીતા વિલિયમ્સે વર્ષ 2007ના જૂન માસની 16 તારીખે શેનનનો આ અંગેનો વિક્રમ પાર કર્યો હતો અને 23 જૂન, 2007ના રોજ પરોઢિયે તેઓ ધરતી પર પાછાં આવ્યાં .

  23 જૂનનો દિવસ ‘સુનીતા વિલિયમ્સ દિવસ’ તરીકે ઊજવવાનો નિર્ણય

સુનીતા ધરતી પર સહીસલામત ઊતરી તે દિવસ, એટલે કે 23 જૂનનો દિવસ ‘નાસા’એ ‘સુનીતા વિલિયમ્સ દિવસ’ તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો હતો અને તેમના ભાગ રૂપે તે દિવસે ‘નાસા’નો આખો પરિવાર લાલ વસ્ત્ર પહેરશે એવો પણ નિર્ણય કરવામાં આવેલો. 23 જૂન, 2007ની મધ્યરાત્રે ભારતીય સમય પ્રમાણે 1.20 કલાકે સુનીતા અને અન્ય છ અંતરિક્ષયાત્રીઓએ કૅલિફૉર્નિયાના એડવર્ડ ઍરફોર્સ મથક પર સફળ ઉતરાણ કર્યું હતું. તે પૂર્વે ભારતીય મૂળના કે સાચા અર્થમાં ભારતીય ગણાય તેવા જે સાહસિકોએ અંતરિક્ષનો પ્રવાસ ખેડ્યો હતો તેમાં કલ્પના ચાવલા (ભારતીય મૂળની મહિલા) અને ભારતીય હવાઈ દળના બાહોશ સ્કવૉડ્રન-લીડર રાકેશ શર્માનો સમાવેશ થાય છે.

 સુનિતા વિલિયમ્સ માટે વતન ઝુલાસણમાં પ્રાર્થના

અવકાશમાં સૌથી વધારે લાંબા સમય સુધી રહેવાનો મહિલાનો વિક્રમ (2007) પ્રસ્થાપિત કરનાર ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી. તેમના પૈત્રિક વંશનું મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ નામના એક નાનકડા ગામમાં છે; કારણ કે તેમના ડૉક્ટર પિતા દીપક પંડ્યાનો જન્મ આ ગામડામાં થયેલો અને યુવાવસ્થા સુધીનો ગાળો તેમણે તે ગામમાં જ પસાર કરેલો. ડૉક્ટર બન્યા પછી તેઓ અમેરિકા જતા રહ્યા. સુનીતાની માતા સ્લોવેનિયન મૂળની છે અને તેનું નામ બૉની છે. કડી તાલુકાના ઝુલાસણ ગામનાં વતની અને નાસાનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી તેમનાં એક સાથી સાથે 13 જૂને પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં. પરંતુ સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે પરત ફરી શકતાં નથી. જેને લઇ સુનિતા વિલિયમ્સનાં પૈતૃક ગામ ઝુલાસણમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ ઝુલાસનની સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ હોવાની જાણ ગામના લોકોને થતા લોકોએ અને શાળાના બાળકોએ અખંડ જ્યોત પ્રગટાવી ગામમાં ફેરવી ગામમાં આવેલા દોલા માતાના મંદિર આવી પ્રાર્થના કરી હતી અને આરતી કરી સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત આવે તેવી પ્રાર્થના કરી હતી.

  અંતરિક્ષયાન ધરતી પર પાછું કેમ આવ્યું?

5મી જૂનના રોજ સ્ટારલાઇનર અવકાશયાનને સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું હતું જોકે, લૉન્ચ બાદ ખબર પડી હતી કે અવકાશયાનમાંથી ઓછી માત્રામાં હિલિયમ ગૅસ લીક થઈ રહ્યો છે. લીકેજ નાનું હોવાથી એંજિનિયરનું અનુમાન હતું કે તેનાથી અવકાશયાત્રાને કોઈ અસર થઈ નહીં થાય. હિલિયમ ગૅસ થ્રસ્ટર ઍંજિન જરૂરી બળ આપે છે જેના બળ વડે અવકાશયાન અંતરિક્ષથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતી વખતે અવકાશયાનની ગતિ ઓછી થઈ જાય છે.

 અવકાશમાં રહેવાથી માનવ શરીર પર કેવી અસર

સતત ગુરુત્વાકર્ષણ વગરની સ્થિતિમાં રહેવાના કારણે અંતરિક્ષમાં આપણાં સ્નાયુઓ અને હાડકાંની ઘનતા ઝડપથી ઓછી થવા લાગે છે. આપણી પીઠ, ગરદન, કાફ (પિંડી) અને ક્વાડ્રિસેપ્સમાં આવેલા સ્નાયુઓને સૌથી વધુ અસર થાય છે જેઓ આપણની મુદ્રા (પોશ્ચર) જાળવવામાં મદદ કરતા હોય છે. માઇક્રોગ્રેવિટીની સ્થિતિમાં તેમના ભાગે કંઈ કામ રહેતું નથી. તેથી તેનો ક્ષય (ઍટ્રોફી) શરૂ થાય છે. અંતરિક્ષમાં માત્ર બે અઠવાડિયાં પછી મસલ માસ 20 સુધી જેટલું ઘટી શકે છે અને ત્રણથી છ મહિનાના લાંબા મિશન પર તે 30 ટકા સુધી ઘટી જાય છે. તેના કારણે તેમને ફ્રૅક્ચર થવાનું જોખમ વધી શકે છે અને સાજા થવામાં પણ વધુ સમય લાગે છે. આનાથી દ્રષ્ટિમાં ફેરફાર થઈ શકે, તેની તીક્ષ્ણતા ઘટી શકે અને આંખમાં જ સ્ટ્રક્ચરલ ફેરફારો થઈ શકે છે.

BY KALPESH MAKWANA ON NOVEMBER 12, 2024

City Updates

Recent Posts

માત્ર આરોપના આધાર પર ઘર તોડવું ખોટું: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

  સુપ્રીમ કોર્ટે રજૂ કરી ગાઈડલાઈન   - આરોપી હોય તો પણ કોઈનું ઘર તોડી…

15 hours ago

સાવધાન : ચાઈનીઝ લસણ બની શકે છે કેન્સર નું કારણ  

સાવધાન : ચાઈનીઝ લસણ બની શકે છે કેન્સર નું કારણ બજારમાં ચાઈનીઝ લસણનું આગમન થઈ…

17 hours ago

સરકારની ડિજિટલ સ્ટ્રાઈક! એક ઝાટકે 1.77 કરોડ સિમ કાર્ડ બ્લોક!

  લગભગ 1.35 કરોડ ફેક કોલ રોકવામાં આવી રહ્યા છે ભારતમાં મોદી સરકાર આવી ત્યારથી…

18 hours ago

જોખમી કેમિકલ કંપનીઓથી ઘેરાયેલા વડોદરા માથે ઝળબતું મોત..!?

જોખમી કેમિકલ કંપનીઓથી ઘેરાયેલા વડોદરા માથે ઝળબતું મોત..!?   વડોદરાની આસપાસ 1000 કરતાં વધારે કેમિકલ…

21 hours ago

દેવઊઠી એકાદશી થી શુભ માંગલિક પ્રસંગોની થશે શરૂઆત

દેવઊઠી એકાદશી થી શુભ માંગલિક પ્રસંગોની થશે શરૂઆત શાસ્ત્રોમાં દેવ પ્રોબિધની એકાદશીનું વિશેષ મહત્વ છે.…

3 days ago

ભગવાન શ્રીકૃષ્ણ અને ભાઇ બલદેવએ સૌપ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી

ભગવાન શ્રીકૃષ્ણ અને ભાઇ બલદેવએ સૌપ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી આજથી ગિરનારની લીલી પરિક્રમાની…

3 days ago