આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
દેશમાં વિવાદિત ધાર્મિક સ્થળોને લઈને ભારે ચર્ચા
પૂજા અધિનિયમની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીઓના સંબંધમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી ઘણી વખત જવાબો માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે પૂજા અધિનિયમ વિરુદ્ધની અરજીઓ પર સુનાવણી કરવાની મંજૂરી આપતા જ દેશમાં વિવાદિત ધાર્મિક સ્થળોને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોર્ટના નિર્ણયની વારાણસીમાં જ્ઞાનવાપી અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર પણ મોટી અસર પડી શકે છે.આ બે ધાર્મિક સ્થળો સિવાય પણ એવા ઘણા ઐતિહાસિક સ્થળો અને ઈમારતો છે, જેના વિશે દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, દિલ્હીનો કુતુબ મિનાર, આગ્રાનો તાજમહેલને લઈેને પણ વિવાદ ચાલી રહ્યો છે. આ ઐતિહાસિક ઈમારતોનો પાયો હિંદુ ધાર્મિક સ્થળોનો હતો. જેનું અસ્તિત્વ મુઘલ કાળમાં તોડી પાડવામાં આવ્યું હતું. તેમ કહેવામાં આવી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં કુલ છ અરજીઓ દાખલ કરવામાં આવી
પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ 1991 ની કેટલીક જોગવાઈઓ અંગે સુપ્રીમ કોર્ટમાં કુલ છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આમાં રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાય અને વિશ્વ ભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘની અરજીનો સમાવેશ થાય છે.આ સમગ્ર મામલે સુન્ની મુસ્લિમ ઉલેમાનું સંગઠન પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. સંગઠને કહ્યું છે કે અયોધ્યા ચુકાદા દરમિયાન અન્ય ધાર્મિક સ્થળોને લઈને કોર્ટ દ્વારા આપવામાં આવેલા વર્ઝનમાં ફેરફાર ન કરવો જોઈએ. આમાં ફેરફાર થવાથી લઘુમતીઓમાં અસલામતી પેદા થશે.
જ્ઞાનવાપીથી અજમેર શરીફની દરગાહ સુધી વણથંભ્યો સિલસિલો
છેલ્લા થોડા સમયથી ભારતમાં મસ્જિદ અને દરગાહોના મૂળમાં મંદિરો શોધવાની પ્રવુત્તિ જોર પકડી રહી છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની શાહી ઈદગાહ અને મધ્યપ્રદેશના ધારની કમલ મૌલા મસ્જિદથી શરૂ થયેલો સિલસિલો ઉત્તર પ્રદેશના સંભલની મસ્જિદ અને રાજસ્થાનના અજમેર શરીફની દરગાહ સુધી વણથંભ્યો ચાલુ જ છે. સંભલની શાહી જામા મસ્જિદ મૂળ હરિહર મંદિર હતું, એવા હિન્દુ પક્ષના દાવાને લીધે સર્જાયેલા વિવાદે હિંસક વળાંક લીધો હતો. આવા કિસ્સા વારંવાર બની રહ્યા છે ત્યારે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે, દેશનો કાયદો આ બાબતમાં શું કહે છે?
કોઈપણ પૂજા સ્થળનું જે સ્વરૂપ હતું, એ જેમનું તેમ જળવાવું જોઈએ
BY KALPESH MAKWANA ON DECEMBER 06, 2024
આ અનોખી પરંપરા અનાદિ કાળથી ચાલતી હોવાનો દાવો.મસાન હોળી વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવી.…
અંધશ્રદ્ધાના અંત માટે સ્વૈચ્છિક સંગઠનો અને સરકાર દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. છતાં સમાજમાંથી…
આ વર્ષની થીમ છે 'ઝડપથી કામ કરવું' એટલે ઝડપથી સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ ની…
- નદીની વહન ક્ષમતા વધારવા પ્રથમ તબક્કે 65.52 લાખનો ખર્ચ વડોદરા શહેરમાં આવેલ વિનાશક…
હીટ સ્ટ્રોક વધવાની શક્યતાથી સરકાર સજ્જ બની રહી છે! ગુજરાત સહીત 13 રાજયોમાં તાપમાન નોર્મલથી…
વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જય પ્રકાશ સોનીની નિમણુંક. પ્રદેશ ભાજપની 41 શહેર-જિલ્લાના પ્રમુખોની જાહેરાત.…