જાણો કેમ છે ? વડોદરામાં તોપ ફોડવા ઉપર રોક
આ વર્ષે પણ દેવ ઊઠી અગિયારસે તોપની સલામી આપી શકાશે નહિ
શહેરના એમ.જી.રોડ પર આવેલા પ્રાચીન રણછોડજી મંદિરમાં ૨૯ વર્ષ પહેલા દેવ દિવાળી નિમિત્તે નીકળતા વરઘોડામાં તોપ ફોડીને રાજા રણછોડજીને સલામી આપવાની પરંપરા હતી. જો કે ૧૯૯૬માં તોપના ધડાકા વખતે તણખા ઝરતા બે ત્રણ ભક્તો દાઝી ગયા હતા જે બાદ પોલીસના નેગેટિવ રિપોર્ટના કારણે તોપ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. આ મામલે મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે કોર્ટમાં પહોંચ્યા હતા અને છેલ્લા 30 વર્ષથી તેઓ તોપ પર લાગેલો પ્રતિબંધ ઉઠાવીને ૧૫૦ વર્ષ જૂની પરંપરા ફરીથી શરૂ કરવા માટે જંગ લેડીરહ્યા છે. તો બીજી તરફ આ વર્ષે દેવ ઉઠી એકાદશીએ એમ.જી.રોડ પર આવેલા પૈરાણીક રણછોડજી મંદિરના વરઘોડા પહેલા તોપની સલામી અપાય તેવી હીન્દુ સંગઠનોની માંગ ઉઠી છે. ધર્મ યાત્રા મહા સંઘના નેજા હેઠળ હિન્દૂ સંગઠનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. જો કે , સમગ્ર મામલે કોર્ટના ચુકાદાની રાહ જોવાતી હોય પોલીસ વિભાગે હાથ અધ્ધર કરી દેતા ફરી એક વખત વિવાદ સર્જાયો છે. અને કોર્ટ તથા પોલીસ વચ્ચે સંકલનના અભાવે આ વર્ષે પણ વરઘોડામાં તોપ ફોડીને રાજા રણછોડજીને સલામી આપી શકાશે નહિ તેવું કહી શકાય .
– નવલખી મેદાન તોપના ધડાકાથી ગુંજી ઉઠ્યું હતું
– વરઘોડામાં તોપ ફૂટે તો સુરક્ષાની નોંધ અધિકારીઓએ લીધી હતી
જયારે પરીક્ષણ થયું ત્યાર હાજર અધિકારીઓએ નોંધ્યું હતું કે, પાંચ થી છ મીટરની ત્રિજ્યામાં વિસ્ફોટ અને ધુમાડો ફેલાય છે તથા જ્વાળા લગભગ ૪૦ થી ૪૫ મીટર ઊંચાઇએ જાય છે જેના પગલે અધિકારીઓએ સુરક્ષા સંબંધિત કેટલાક સૂચન પરીક્ષણ રિપોર્ટમાં નોંધ્યા હતા .જેમ કે જો વરઘોડા વખતે તોપ ફોડવામાં આવે તો ફાયર બ્રિગેડને હાજર રાખવુ, એમ્બ્યુલન્સ અને ડોક્ટર હાજર હોવા જોઈએ, તોપના ૫૦ મીટર વિસ્તાર ખાલી હોવો જોઈએ, દારૂગોળો ખુલ્લામાં ના હોવો જોઈએ, પોલીસ બંદોબસ્ત હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, તોપ પરીક્ષણમાં નાળચામાં લગાવેલી વાટ નાની હોવાથી પહેલા ધડાકા વખતે અગરબત્તી અડાવતા જ ધડાકો થઈ ગયો હતો. જેના પગલે નાળચાની વાટ લાંબી રાખવાનું સૂચન પણ કરવામાં આવ્યુ હતું . પરીક્ષણનો રિપોર્ટ કોર્ટમાં તા.૩૦મી જાન્યુઆરીએ રજૂ કરાયો હતો.
૧૮૦ વર્ષ જૂની પિત્તળની તોપ પરીક્ષણમાં ખરી ઉતરી હતી
આ કેસમાં કોર્ટના આદેશથી તોપનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. પોલીસ અધિકારીઓ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, એફએસએલ અધિકારી, સરકારી વકીલ જીગ્નેશ કંસારા અને કોર્ટ કમિશનર કૌશિક ભટ્ટ અને નેહલ દવેની હાજરીમાં પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. આ પિત્તળની તોપ ફોડવાનો અનુભવ એકમાત્ર મંદિરના પુજારી જનાર્દન મહારાજ પાસે જ હોવાથી તેઓએ તોપમાં દારૂગોળો ભર્યો હતો અને પછી તોપના નાળચાના છેડે લગાવેલી વાટમાં અગરબત્તી ચાંપતા જ ધડાકો થયો હતો. ધડાકો સુરક્ષિત થયો હતો અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના થઇ નહતી. પરીક્ષણ બાદ એફએસએલના અધિકારીએ તોપની ચકાસણી કરી હતી.
– દારૂગોળો પાલનપુરથી મંગાવ્યો
તોપના પરીક્ષણ માટે વડોદરા સિવિલ કોર્ટે બે કોર્ટ કમિશનરની નિમણૂંક કરી હતી. તોપમાં ૧૦ વખત ધડાકા કરવા માટે દોઢ કિલો દારૂગોળાની જરૂર હોવાની મંદિરના પુજારી જનાર્દન મહારાજે રજૂઆત કરતા કોર્ટે દારૂગોળો ખરીદવાની મંજૂરી આપી હતી. પરંતુ દારૂગોળો વડોદરામાં ઉપલબ્ધ નહી હોવાથી મહારાજે આ દારૂગોળો પાલનપુરથી ખરીદ્યો હતો . કોર્ટના આદેશનુસાર તોપના પરીક્ષણની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી થઇ હતી.
– પો. કમિશનર ઈચ્છે તો તોપ ફોડવાની પરવાનગી આપી શકે
ધર્મ યાત્રા મહા સંઘ ગુજરાત ક્ષેત્રના સંયોજક શૈલેષ શુકલાએ રણછોડજીના વરઘોડામાં તોપ ફોડવાની પરવાનગીની માંગ સાથે ભાજપના શહેર અઘ્યક્ષ ડૉ,વિજયશાહને ભલામણ કરવા રજૂઆત કરી છે. શૈલેષ શુકલાએ કહ્યું છે કે, સનાતન ધર્મના પરંપરાગત રીત રિવાજોના રક્ષણની અમારી ફરજ છે. ધ્યાને આવ્યું છે કે , વડોદરામાં ગાયકવાડી શાસનથી રણછોડજીના વરઘોડામાં તોપ ફોડવામાં આવતી હતી. આ વર્ષે નીકળનારો 179 મો આ વરઘોડો થશે. કેટલાક કારણોસર તોપ ફોડવાનું બંધ કરાવી બાબતને કોર્ટમાં ઢસેડી છે. હવે તમામ હિન્દૂ સંગઠનો એકત્ર થઇ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરીશું . તાજેતરમાં ટોપનું પરીક્ષણ થતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચુકાદો હાલ ફાયનલ સ્ટેજ પર છે. પરંતુ પોલીસ કમિશનર ઈચ્છે તો પરવાનગી આપી શકે તેવો કોર્ટ નિવેદનમાં ઉલ્લેખ છે. કોર્ટનો ચુકાદો 18 નવેમ્બરના રોજ આવશે અને દેવઉઠી એકકાદશી 12 નવેમ્બરના રોજ છે. આ પ્રક્રિયાને ફરી કોઈ રોકી ન શકે તેવા પ્રયાસો પણ થશે. હાલ ભાજપના શહેર અઘ્યક્ષ ડૉ,વિજયશાહ પ્રશાશનને ભલામણ કરે તેવી રજૂઆત થઇ છે.
– કોર્ટના હુકુમ બાદ જ નિર્ણય કરીશું ; પો.કમિશ્નર
શ્રી રણછોડરાયજીના તુલસી વિવાહની શોભાયાત્રા સહીતના ધાર્મિક ઉત્સવોમાં માલીકીની પરંપરાગત તોપનું પરીક્ષણ કરવા ફોડવા માટે પરવાનગી આપવા બાબતે જનાર્દન ખુશવદન દવેએ પોલીસ કમિશનરની કચેરી ખાતે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારને રજુઆત કરતા જવાબ મળ્યો છે કે, હાલમાં આ બાબતે નામદાર કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે. જેનો નિર્ણય હજુ પેન્ડિંગ છે. નામદાર કોર્ટ દ્વારા આ દાવાના કામે નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી અહીંથી પરવાનગી આપી શકાય નહી.
તોપની પરંપરા હેતુ પૂજારીએ ૨૯ વર્ષથી પગરખા નથી પહેર્યા
– હવે કોર્ટના નિર્ણય પર લોકોની નજર
BY KALPESH MAKWANA ON NOVEMBER 09, 2024
એક્ઝિટપોલ પર હવે ભરોસો ઓછો થઇ રહ્યો છે ગતરોજ દેશના બે રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ,જેમાં…
ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ વધવાના કારણો ભારતમાં લગ્નને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે. કારણકે ભારત…
એર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાતના અનેક શહેરોનો શ્વાસ રૂંધાયો વાયુ પ્રદૂષણ કે હવાનું પ્રદૂષણ જેને સાદી…
વડોદરામાં નિર્દોષ યુવાનની હત્યાથી ભારે જનઆક્રોશ… તપન પરમારના હત્યારાઓનું એન્કાઉન્ટરની લોકમાંગ ! જાણો,…
ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની ઘટના સલામત-સુરક્ષિત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યાં…
19 નવેમ્બર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2024 સમાજમાં પુરૂષોના યોગદાનનું સન્માન કરવા દર માટે વર્ષે 19…