Categories: Magazine

પ્રયાગરાજ ના મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટ્યા

મહાકુંભમાં 30 લાખ ગુજરાતીઓ ઉમટયા!

 

શાહી સ્નાનમાં કરવામાં પણ ગુજરાતી યાત્રાળુઓમાં ઉત્સાહ.મહાકુંભમાં આવતા યાત્રાળુઓમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ. ગુજરાતી યાત્રાળુઓનો પ્રવાહ હજીય અવિરત

 

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ચાલી રહેલા મહાકુંભમાં ભક્તોનો મહાસાગર ઉમટી રહ્યો છે 144 વર્ષ પછી આવેલ આ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી અજાણ્યે થયેલા પાપ કર્મને ધોવા ભક્તોની ભીડ પ્રયાગરાજની ધરતી પર સૈલાબ બની ઉમટી રહી છે,કરોડો ભક્તો છેલ્લા 9 દિવસથી મહાકુંભમાં આવી રહ્યા છે અને અહીં કડકડતી ઠંડીમાં પણ ખૂબ જ જોશ સાથે મહાકુંભમાં ભાગ લઈ રહી છે,કરોડો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ પર ડુબકી લગાવી શાહી સ્નાન કર્યું છે.એક આંકડા મુજબ અત્યાર સુધી 9 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે.આ ભક્તોમાં ગુજરાતી યાત્રાળુઓની સંખ્યા પણ સવિશેષ રહી છે,આ મહાકુંભમાં 30 લાખથી વધુ ગુજરાતીઓ ઉમટયા છે.જેવો પવિત્ર શાહી સ્નાનમાં ડૂબકી લગાવી છે.મહાકુંભમાં ગુજરાતી યાત્રાળુઓનો ભારે દબદબો જોવા મળી રહ્યો છે,કહેવાય છે કે,દર ચોથો યાત્રિક ગુજરાતી હોય છે.આમ પણ ગુજરાતીઓ ધાર્મિક સ્થળો પર દર્શન માટે જતા અન્ય યાત્રાળુઓ કરતા વધુ જ રહે છે,તેમાંય 144 વર્ષ બાદ યોજાઈ રહેલા મહાકુંભના દર્શન અને તેનો લાભ લેવા માટે ગુજરાતીઓમાં અપાર ઉત્સાહ પ્રારંભથી જ જણાય રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ મહાકુંભમાં ગુજરાતી યાત્રાળુઓનો પ્રવાહ હજીય અવિરત રહે તેમ મનાય છે.

યુપીના પ્રાયગરાજમાં હાલ ચાલી રહેલા આસ્થાના મહાસાગર મહાકુંભમાં દેશ વિદેશમાંથી લાખો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં આવી પવિત્ર સ્નાન કરી માં ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે,મહાકુંભના દર્શન અને મહાકુંભના પવિત્ર સ્નાન માટે પહોંચી રહ્યાં છે,આ મહાકુંભમાં ગુજરાતભરમાંથી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પોહોચી રહ્યા છે જેને લઇ ગુજરાતભરના ટુર ઓપરેટરોએ પણ ખાસ મહાકુંભના ટુર પેકેજની જાહેરાતો કરી છે હાલ 20 હજારથી માંડીને 45 હજાર રૂપિયા સુધીના ટુર પેકરની પણ ભારે ડિમાન્ડ છે.ગુજરાતના મોટાભાગના ટુર ઓપરેટરોશ્રદ્ઘાળુઓને ત્રિવેણી સંગમમાં સ્નાનથી લઇ વિવ્ધ અખાડાઓની વિઝીટ અને નાગા સાઘુઓ સાથે મુલાકાત ઉપરાંત ગંગા આરતીનો લાભ મળે તેવી ઓફર પણ કરી રહ્યાં છે જેથી તું ઓપરેટરોની બુકીંગ માટે ભારે ઈન્કવાયરી આવી રહી છે, મહાકુંભ માટે ટુર ઓપરેટરોને ત્યાં ઇન્કવાયરીની સાથે સાથે બુકિંગ પણ પુરજોશમાં થઈ રહ્યું છે.ટ્રાવેલ એજન્સીઓની તેમજ રેલવે અને બસ મારફતે પણ લોકો મહાકુંભ પોહોચી રહ્યા છે તો હજારો ગુજરાતી શ્રદ્ધાળુઓ પોતાના પ્રાઇવેટ વેહિકલ લઇને પણ મહાકુંભમાં તરફ પ્રયાણ કર્યું છે.જયારે અનેક શ્રધાળુઓ ફ્લાઇટ્સમાં પ્રયાગરજ જી રહ્યા છે પ્રયાગરાજ જતી મોટાભાગની ફ્લાઇટ્સ ફુલ થઈ છે તેમજ તેનું બુકીંગ પણ અત્યારથી જ ફૂલ થઈ ગયું છે.મહાકુંભ માટે અમદાવાદથી ટ્રેન તેમજ પ્રયાગરાજની સીધી ફલાઈટ શરૂ કરવામાં આવી છે.જયારે અનેક શ્રધાળુઓએ ગ્રુપમાં બુકીંગ કરી બસ પ્રવાસો ગોઠવ્યાં છે જેમાં મહાકુંભ જ નહીં ઉત્તરપ્રદેશના અયોઘ્યા સહિત અન્ય ધાર્મિક સ્થળોએ દર્શન પ્રવાસનું આયોજન કરવમાં આવ્યું છે.

— મહાકુંભમાં યાત્રાળુઓનો આંકડો 40 કરોડને આંબી શકે છે?

ઉત્તર પ્રદેશ સરકાર વધુ સક્રિય બનીને મહાકુંભની વ્યવસ્થા ને સુગમ અને આરામદાયક બનાવવાના પ્રયાસો કાર્ય છે જે હાલ સફળ પણ જણાય રહ્યા છે, અત્યારસુધી સુધીમાં લગભગ 9 કરોડ થી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજની પવન ભૂમિ પર આવી પવિત્ર મહાકુંભ સ્નાનનો લાભ લીધો છે અને મહાકુંભને માણ્યો પણ છે.એક જ દિવસમાં ત્રણેક કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાનનો લ્હાવો લીધો હોય એવી ઘટના પણ પહેલીવાર મહાકુંભમાં જોવા મળી છે.નદીનો કિનારો 48 કિલોમીટર લંબાઈ ધરાવતો હોવાથી શ્રદ્ધાળુઓ કુંભ સ્નાન માટે કોઈપણ સ્થળે જઈ શકે છે.મહાકુંભમાં આવતા શ્રધ્ધાળુઓન આરોગ્યની પણ ચિંતા કરી ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દરેક સેક્ટરમાં મેડિકલ વાન અને એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે,હવે આગામી 29મી જાન્યુઆરીએ ફરીથી શાહી સ્નાન હોવાથી લોકોની ભીડ ફરી વધશે.આ માટે દરેક યાત્રિકે પોતાની સગવડતા,સ્વાસ્થ્ય અને ક્ષમતાને ધ્યાનમાં રાખી કુંભમાં પહોંચવું જોઈએ.લગભગ 9 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આવ્યા છે અને સરકારને આશા છે કે મહાકુંભમાં યાત્રાળુઓનો આંકડો 40 કરોડ સુધી પહોંચી શકે છે.

— મહાકુંભમાં 12 હંગામી રોજગારીનું સર્જન
.

પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં શ્રધ્ધાળુઓનો મહાસાગર છલકાયો છે.45 દિવસ સુધી ચાલનારા આ ભવ્ય શ્રદ્ધા મહાકુંભ મેળામાં કરોડો લોકોએ ડૂબકી લગાવી છે,અને હજીય શ્રધ્ધાળુઓનો અવિરત પ્રવાહ મહાકુંભ તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે મહાકુંભમાં લાખો લોકોને રાજગારી પણ મળી રહી છે કહેવાય છે કે,મહાકુંભમાં હાલ કામચાલઉ 12 લાખ જેટલી નોકરીઓ અને રોજગારીની તકોનું સર્જન થયું છે.વૈશ્વિક ટેકનોલોજી અને ડિજિટલ ટેલેન્ટ સોલ્યુશન્સ પ્રદાતા NLB સર્વિસીસના અહેવાલ મુજબ,ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત ઐતિહાસિક મેળાવડો રોજગાર અને આર્થિક વિકાસના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો છે.

— મહાકુંભમાં 10 કિલોમીટર ચાલવું પડી શકે!

45 દિવસ ચાલનારા મહાકુંભમાં શ્રધ્ધાળુઓનો અવિરત પ્રવાહ ઉમટી રહ્યો છે,મોટી સંખ્યામાં ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ મહાકુંભમાં આવી રહ્યા છે.ત્યારે મહાકુંભમાં જતા ગુજરાતીઓમાં અનેક પ્રકારની મુંઝવણ છે જેમાં ખાસ કરીને મહાકુંભમાં ચાલવાનું વધુ હોવાની વાતો પણ સામે આવી છે ત્યારે આપને જણાવી દઈએ કે,મહાકુંભ મેળા દરમિયાન શાહી સ્નાન અને સામાન્ય દિવસોમાં અલગ-અલગ વ્યવસ્થા હોય છે.શાહી સ્નાનના દિવસે તમારે સામાન્ય દિવસ કરતાં વધુ એટલે કે 10 કિલોમીટર સુધી પણ ચાલવું પડી શકે છે.તો સામાન્ય દિવસે તમારે પાર્કિંગ અથવા જાહેર પરિવહન સ્ટેન્ડથી સંગમ પહોંચવા માટે ઓછું પણ ચાલવું પડશે,તેમ છતાંય તમારે ઓછામાં ઓછું 4-5 કિલોમીટર સુધી તો ચાલવું જ પડી શકે છે. ભીડ નિયંત્રણ માટે વહીવટીતંત્ર દ્વારા સમયાનુસાર ફેરફાર કરવામાં આવી શકે છે જેથી કયારેક ચાલવાનું અંતર દરેક ઝોનના આધારે બદલાઈ પણ શકે છે.

 

BY DIPAK KATIYA ON 21 JANUARY, 2025

City Updates

Share
Published by
City Updates

Recent Posts

સૂર્યકિરણ એરોબેટિક ટીમના 2025ના હવાઈ પ્રદર્શન માટે ગુજરાતમાં તૈયારીઓ

સૂર્યકિરણ એરોબેટિક ટીમ. ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો. ભારતીય વાયુસેનાની…

13 hours ago

હરણી બોટ કાંડ પ્રથમ વરસી! ન્યાય માટે તરસતી આંખો!

  12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી!   પીકનીકની એ સફર મોતની સફર…

3 days ago

જાણો, દ્વારકામાં કેમ ચાલી રહ્યા છે “દાદા”ના બુલડોઝર

બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત…

3 days ago

(title)

પાન્ડા પેરેંટિંગ: બાળકોના ઉછેરની અનોખી વિશેષણાત્મક શૈલી ‘પાન્ડા પેરેન્ટિંગ’ શબ્દો કદાચ તમારા માટે નવા હશે.…

4 days ago

મુસાફર કૃપયા ધ્યાન દે…તમારી બસ ક્યાં છે તે હવે આગળીના ટેરવે જાણો

‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’થી ટ્રેકિંગ કરવું સરળ બન્યું   8 હજારથી વધુ બસોમાં લાઈવ…

5 days ago

જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.

જ્ઞાતિવાદ દેશની પ્રગતિમાં બાધારૂપ સૌથી મોટું દુષણ જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.…

5 days ago