Categories: CityMagazine

63 વર્ષની ઉંમરે પ્રાકૃતિક ખેતીથી આરોગ્ય લાભ મેળવતી દીપ્તિ જાની

૬૩ ની ઉંમરે આરોગ્ય લાભો માટે કરે છે પ્રાકૃતિક ખેતી  :જેની પાસે જમીન હોય,જેની ખેતીમાં અભિરુચિ હોય એ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને તંદુરસ્ત રહે એવો સંદેશ

સરકારી નોકરી કે અન્ય નોકરીઓમાં દાખલ થવું હોય તો ઉંમર મર્યાદા નડે. પરંતુ સાહસ કરવું હોય તો કોઈ વય મર્યાદા ના નડે. વડોદરાના વડીલ મહિલા દીપ્તિ જાની ૬૩ વર્ષની ઉંમરે આરોગ્ય લાભો માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૬ વર્ષની ગાય આધારિત સાત્વિક ખેતીની સફળતા પછી તેઓ વધુ એક નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે. હવે તેઓ પ્રાકૃતિક ખેતીના ગુણસભર શાકભાજી ઉત્પાદનોની સૂકવણી કરી,તેના પાવડર બનાવીને મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણનું નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે.ખરેખર સાહસને ઉંમરની કોઈ સીમા નડતી નથી.

દીપ્તિ શરદ જાની બોટની એટલે કે વનસ્પતિ વિજ્ઞાનના સ્નાતક છે એટલે વનસ્પતિઓ પ્રત્યે પહેલે થી લગાવ હતો.આમ તો તેઓ રોગ મુક્તિની આધ્યાત્મ વિદ્યા રિકી અને વાસ્તુશાસ્ત્ર ના પરામર્શક તરીકે સેવાઓ આપતા હતા.પરંતુ તેમને પ્રાકૃતિક ખેતી કરવાનું મન થયું.એટલે ૨૦૧૮ માં પાદરા તાલુકાના સાધી ગામે ૬ વીઘા જમીનનો ટુકડો ખરીદી ગાય આધારિત ખેતી શરૂ કરી.તેઓ પ્રાકૃતિક ખેતીથી કેરી,જામફળ,ચીકુ, રામફળ,લીંબુ,જાંબુ,આમળા, કમરખ,કાજુ અને બીજોરા જેવા ફળો,ઔષધીય શતાવરી અને ચંદન જેવા ઉત્પાદનો મેળવતા.

તેઓ લગભગ આંતરે દિવસે ખેતરની મુલાકાત લે છે અને ખેત સહાયકની મદદથી ખેતરના તમામ છોડવા અને વૃક્ષોની માવજત કરે છે. તેઓ મૂળ કૃષક પરિવારના છે એટલે ખેતીનું આકર્ષણ હતું જ.એટલે તેમણે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી.તેઓ કહે છે કે,ત્યાં મને પ્રાકૃતિક ખેતીના ઘટકોની ઊંડી જાણકારી મળી.ખેડૂત પુત્રી તરીકે મને બાગાયતનું આકર્ષણ હતું.અને વિપુલ આરોગ્ય લાભો જોડાયેલા હોવાથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી.

તેમના ખેતરમાં ૧૦ થી વધુ વરાયટી ના આંબા છે અને કેરીના વેચાણની ઘણી સારી આવક થાય છે.તેમના ખેતરની કેરીની માંગ મુંબઈ,બેંગલોર, અમદાવાદ અને સુરતના કેરી રસિયાઓમાં છે જ્યારે જામફળ પાદરા અને વડોદરામાં વેચાઈ જાય છે. તેઓએ મિશ્ર પાક પદ્ધતિ અપનાવી છે અને હવે હળદર,અને શાકભાજી ને સૂકવી,પાવડર બનાવીને વેચવાનું આયોજન વિચારી રહ્યા છે. પરાગનયન ને વેગ આપીને ઉત્પાદન વધારવા તેમણે ૧૦ પેટીઓમા મધમાખીનો ઉછેર કર્યો છે. ખેતર માટે તેમને રૂ.૬ લાખની મૂડી રોકવી પડી હતી અને પાકના વેચાણથી એ પાછી મળી છે.તેઓએ આવકમાં થી જ ગાયો અને ટ્રેકટર ખરીદ્યા છે.

BY KALPESH MAKWANA ON DECEMBER 03, 2024

City Updates

Recent Posts

વડોદરાની 7 વર્ષની દેવાંશિકા 10 વર્ષની ખેલાડીને હરાવી TPLમાં વિજેતા બની

  વડોદરાની 7 વર્ષની દેવાંશિકા 10 વર્ષની ખેલાડીને હરાવી TPLમાં વિજેતા બની વડોદરાની માંડ સાત…

1 hour ago

નવું વર્ષ ઉજવવા ક્યાંક બહાર જવા ઈચ્છો છો ?તો જઈ શકો છો અહિયાં

નવું વર્ષ ઉજવવા ક્યાંક બહાર જવા ઈચ્છો છો ? તો જઈ શકો છો અહિયાં તો…

19 hours ago

કાશ્મીરની શાન ડલ સરોવરમાં હવે ઉબર શિકારા સાથે રોમાંચ અનુભવો

કાશ્મીરમાં વધી રહેલા પ્રવાસીઓની સંખ્યાને લઇ મહત્વપૂર્ણ પ્રયાસ ટેક્સી ઉબર,ઓટો ઉબર,સ્કૂટર ઉબર તમે સાંભળ્યું હશે…

21 hours ago

Parul University Achieves Historic Recognition as the First University to Earn Water Credits

Parul University Achieves Historic Recognition as the First University to Earn Water Credits  Parul University,…

2 days ago

શિયાળા માં હાર્ટ એટેક આવવાનું જોખમ વધુ હોય છે : કઈ રીતે બચી શકાય

 હાર્ટ એટેકથી બચવા માટે શરીરનું આરોગ્ય જાળવો અને સારી લાઈફસ્ટાઈલ અપનાવો શિયાળો એ સૌની ગમતી…

2 days ago

જાણીતા કોમેડિયન વિરુદાસે વડોદરાની ચાહકને મળીને 2 વર્ષ પહેલાંનું સપનું સાકાર કર્યું

વીર દાસે વડોદરાની ચાહકનું બે વર્ષ જૂનું સપનું સાકાર કર્યું  હાલ સોશિયલ મીડિયામાં વડોદરાના કોમિડિયન…

2 days ago