fbpx Press "Enter" to skip to content

જગત જમાદાર અમેરિકામાં ‘ટ્રમ્પ’કાર્ડ પ્લે કરી શકે છે વડોદરાના કા’શ પટેલ..!

વડોદરાનું ગૌરવ કશ્યપ ‘કશ’ પટેલને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી મળી શકે છે

ટ્રમ્પના વફાદાર કાશ પટેલનો જન્મ ગાર્ડન સિટી ન્યુયોર્કમાં થયો હતો

મૂળ વડોદરાના વતની કાશ પટેલના માતા પિતા પૂર્વ આફ્રિકાથી કેનેડા થઈને યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થયા હતા

હાલ વિશ્વમાં જગત જમાદાર અમેરિકા ચર્ચામાં છે,કારણકે અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર બની રહી છે, પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બની રહ્યા છે.અમેરિકામાં ટ્રમ્પ સરકારની ચર્ચાઓ વચ્ચે ભારતીય મૂળના એક હોનહાર સખ્શની પણ ચર્ચા છે.ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર તેમજ અત્યંત નિકટના ગણાતા 44 વર્ષીય કાશ પટેલની ચર્ચાઓ ચારેકોર છે.કશ્યપ ‘કશ’ પટેલની ચૂંટણી રણનીતિઓ અને કુનેહને કારણે ટ્રમ્પ સરકારમાં ‘કશ’ પટેલને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી મળી શકે છે,ત્યારે કોના છે આ છે આ ‘કશ’ પટેલ અને કેમ તેમની ચર્ચાઓ વિશેષ થઇ રહૈ છે.

જગત જમાદાર અમેરિકામાં ચૂંટણી બાદ હવે નવી સરકારની રચનોને લઇ અનેક ચર્ચાઓ શરૂ થઇ છે,નવા વહીવટમાં ટોચના હોદ્દા માટે ટોચના દાવેદારોમાં ટ્રમ્પના કટ્ટર સાથી જેમી ડિમોન,સ્કોટ બેસન્ટ અને જોન પોલસનનો સમાવેશ થાય છે એ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના નજદીકી ગણાતા કશ પટેલ પણ ચર્ચામાં છે.44 વર્ષીય કાશ પટેલ ટ્રમ્પના વફાદાર ગણાય છે.કશ્યપ ‘કશ’ પટેલ ભારતીય મૂળના છે,જોકે ‘કશ’ પટેલનો જન્મ 1980માં ગાર્ડન સિટી ન્યુયોર્કમાં ગુજરાતી ભારતીય પરિવારમાં થયો હતો.આપને જાણી આનંદ અને ગૌરવ થશે કે ‘કશ’ પટેલ ગુજરાતના તેમાંય વડોદરાના છે. વર્ષો પૂર્વે ‘કશ’ પટેલના માતા-પિતા વડોદરાથી પહેલા પૂર્વ આફ્રિકા ગયા હતા ત્યારબાદ કેનેડા થઈને યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર થયા અને ત્યાં જ સ્થાયી પણ થયા હતા.હાલ ચર્ચમાં આવેલા મૂળ વડોદરાના ‘કશ’ પટેલની કામગીરીએ અમેરિકામાં વડોદરાનું ગૌરવ વધાર્યું છે.

 

કશ્યપ ‘કશ’ પટેલ લો સ્કૂલમાંથી સ્નાતક

કાશ પટેલ મૂળ ગુજરાતના વડોદરાના છે. કશ્યપ ‘કશ’ પટેલના પિતા એવિએશન ફર્મમાં ફાયનાન્સિયલ ઓફિસર તરીકે કામ કરતા હતા.કશ પટેલ પેસ યુનિવર્સિટીની લો સ્કૂલમાંથી સ્નાતક થયા. જ્યારે પટેલને પ્રતિષ્ઠિત કાયદાકીય પેઢીમાં નોકરી મળી ન હતી,ત્યારે તેઓ જાહેર ડિફેન્ડર બન્યા હતા અને ન્યાય વિભાગમાં જોડાતા પહેલા મિયામીની સ્થાનિક અને સંઘીય અદાલતોમાં લગભગ નવ વર્ષ ગાળ્યા હતા.તેમણે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ટ્રમ્પના આતંકવાદ વિરોધી સલાહકાર તરીકે અને તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન સંરક્ષણ સચિવના કાર્યકારી સચિવના ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી હતી.તેમની પાસે ડિફેન્સ એટર્ની, ફેડરલ પ્રોસીક્યુટર, ટોપ હાઉસ સ્ટાફ અને રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી તરીકેનો અનુભવ પણ છે. કટ્ટર ટ્રમ્પના વફાદાર ગણાતા પટેલને તેમના કાર્યકાળ દરમિયાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને નિયુક્ત કરાયેલા સલાહકારોના જૂથમાં ટોચની ખુરશી આપવામાં આવી હતી કારણ કે તેમને યુક્રેન યુદ્ધના પ્રતિસાદ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.પટેલ 2019માં હાઉસ ઈન્ટેલિજન્સ કમિટીના નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સ્ટાફમાં હતા. તેમણે અમેરિકામાં સુરક્ષા અને સંરક્ષણના અનેક મુદ્દાઓ પર પોતાના વિચારોથી ટ્રમ્પને પ્રભાવિત કર્યા છે. જો કે, પટેલ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવાદોમાં પણ ફસાયા છે. પટેલે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન કેટલાક વધુ અનુભવી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓનો વિરોધ કર્યો હતો

 

BY: DIPAK KATIYA ON NOVEMBER 08,2024

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!