આ દેશ માં છે સ્થૂળતા માટે પણ કાયદો..
વિવિધ સમસ્યાઓની વચ્ચે સ્થૂળતા લોકો માટે મોટી સમસ્યા બની ચૂકી છે. જો કે કોરોના બાદ ફિટનેસ પ્રત્યે લોકો વધુ જાગૃત થઈ ગયા છે. જો કે આજે આપણે સ્વાસ્થ્ય સબંધી વાત નહીં કરીએ પરંતુ આપને એક એવા દેશ વિશે વાત કરીશું જ્યાં સૌથી વધુ ફિટ લોકો રહે છે.
દુનિયામાં જાડાપણું એક મોટી સમસ્યા છે. ઘણાં લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે શક્ય તમામ પ્રયત્નો કરે છે. પરંતુ સિંગાપોર એક એવો દેશ છે જ્યાં કોઈની કમરની સાઈઝ વધે તો તેના માટે સ્પેશિયલ કાયદો છે. આવો જાણીએ કે આ કાયદો શું છે? સ
સિંગાપોરમાં સૌથી વધુ ફિટ લોકો રહે છે. હકીકતમાં સિંગાપોરમાં જાડા લોકો માટે એક કાયદો છે. આ કાયદામાં 40 વર્ષ થી વધુ ઉમરના લોકોનો સમાવેશ થાય છે. સિંગાપૂર માં એક સ્વાસ્થ્ય પહેલ છે. જેને “મેટાબો લૉ “ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદો જાપાનના ‘મેટાબો લૉ ’ થી પ્રેરિત છે. અને તેનો ઉદ્દેશ્ય દેશમાં વધતી સ્થૂળતાની સમસ્યા ને અંકુશમાં લેવાનો છે. આ કાયદો 40 વર્ષ થી ઉપરની ઉમરના લોકો માટે લાગુ થાય છે. જેમાં લોકો ની કમર નું માપ નિયમિત રૂપે લેવામાં આવે છે. જો કોઈ ની કમર ની સાઇઝ નિર્ધારિત માપદંડ થી વધુ હોય તો તેને આરોગ્ય ની તપાસ કરાવવી પડે છે. અને જરૂર પડ્યે તો તેના વજન ને ઓછું કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે છે.
મહત્વનું છે કે સિંગાપૂરમાં સ્થૂળતા કોઈ અપરાધ નથી. ‘મેટાબો લૉ ’ નો ઉદ્દેશ્ય લોકો ને સજા આપવાનો નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પ્રેરિત કરવાનો છે. આ કાયદો લોકો ને તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરે છે. અને તેને જાડાપણા સબંધિત સ્વાસ્થ્ય જોખમ વિશે માહિતગાર કરે છે. એટલે સિંગાપૂરમાં સ્થૂળતાનો ડર અન્ય વિકસિત દેશો ની સરખામણી એ ઘણો ઓછો છે. કારણ કે સિંગાપોર સરકાર સ્વાસ્થ્ય ને ઘણું મહત્વ આપે છે. અને લોકો ને સ્વસ્થ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. જોવા જઈએ તો સિંગાપૂરમાં હરિયાળી અને ઘણા પાર્ક છે. જે લોકો ને શારીરિક પ્રવૃતિ માટે પ્રેરિત કરે છે. સાથે જ સિંગાપૂરમાં સ્વસ્થ ખોરાક ની ઉપલબ્ધતા વધુ છે અને લોકો ફાસ્ટ ફૂડ નું સેવન ખૂબ ઓછું કરે છે. જેને પગલે તમે જો સિંગાપોર મુલાકાત માટે જાઉ તો તમને બધા હેલ્થી લોકો દેખાશે.
વિચાર કરો આ કાયદો જો આપણે અહી લાગુ પડે તો શું થાય !
By Shweta Baranda on December 8, 2024