Press "Enter" to skip to content

વડોદરા ભાજપ પ્રમુખ: આ દેખે જરા કિસમે કિતના હૈ દમ?

 વડોદરા ભાજપ પ્રમુખ :બે ની લડાઈમાં ત્રીજો ફાવી શકે છે?

વડોદરા શહેરમાં ચાલતા આંતરિક જૂથવાદ વચ્ચે વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા હોડ જામી છે.આમ પણ વડોદરા શહેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ ચરમ પર પોહોંચ્યો છે,જૂથવાદમાં ઘેરાયેલા ભાજપનો એક આખો ધડો વર્તમાન શહેર ભાજપ પ્રમુખ ડો.વિજયશાહની વિરૂધ્ધમાં છે ,અને તે જૂથ કોઈ પણ કાળે ડો.વિજયશાહ ફરી પ્રમુખ ન બને તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે,તો બીજી બાજુ ડો,વિજ્ય શાહ એન્ડ કંપની પણ ફરી પ્રમુખ બનવા માટે જોરશોરથી તાકાત લગાવી રહી છે,બંને જૂથ વડોદરાના પ્રમુખને લઇ પોતાની શક્તિનું અજમાયશ કરી રહ્યા છે તેવામાં વડોદરાના તટસ્થ કાર્યકર્તાઓ પણ વડોદરા ભાજપમાં ચાલતા ડખાને જોઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.બે જૂથના ઈગોને કારણે શરુ થયેલ ‘કિસમે કિતના હે દમ’ના ખેલમાં નુકશાન વડોદરાને થઇ રહ્યું છે,વડોદરાના રાજકારણનો કકળાટ છેક દિલ્હી સુધી સંભળાઈ રહ્યો છે,તેવામાં વડોદરામાં ભાજપ પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને 44 જેટલા દાવેદારો પ્રમુખ બનવા આગળ આવ્યા છે.દાવેદારોનો રાફડો ફાટતા આ દાવેદારોમાંથી કોણ પ્રમુખ બનશે કે પછી પ્રદેશ મોવડીઓ કોઈ નવું નામ નક્કી કરે છે,તે હવે એક બે દિવસમાં જ સામે આવી શકે છે પણ એક વાત નક્કી છે કે,વડોદરામાં ભાજપ બે જૂથોમાં વહેંચાય ગયું છે.જેની અસર આગામી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને ચોક્કસ થઇ શકે છે.

વડોદરામાં વર્ચસ્વની લડાઈ હવે ઈગો પર આવી ગઈ છે,બે જૂથો વચ્ચે સત્તા માટે ખેંચતાણ શરૂ થઇ છે,આ જૂથવાદને કારણે વડોદરા ભાજપના નેતાઓથી મોવડી મંડળ પણ નારાજ હોવાની વાત સામે આવી છે,મોવડી મંડળના અનેક પ્રયાસો વચ્ચે પણ ભાજપમાં ચાલતો આંતરિક ડખો શાંત થવાનું નામ લેતો નથી,તાજેતરમાં એક હોટલમાં એક જૂથના એક ગેટ ટુ ગેધરના ક્રાયક્રમે ભાજપમાં બધું બરાબર ન હોવાનું ખુલી ને સામે આવ્યું હતું જોકે પ્રદેશ કક્ષાએ રજુઆત બાદ મામલો શાંત થયો હતો.જોકે ફરી પ્રમુખ પદની ચૂંટણીને લઇ વડોદરામાં ચાલતો આંતરિક જૂથવાદ બહાર આવ્યો હતો.બે જૂથોના અનેક નેતાઓએ અને હોદ્દેદારોએ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી પ્રમુખ બનવાની રેસમાં આવ્યા છે,વર્તમાન પ્રમુખ વિજય શાહે બીજી ટર્મ માટે ઉમેદવારી કરી વિશ્વાસ વ્યક્ત કરાયો હતો કે પાર્ટી ફરી મોકો આપશે,તો વિજય શાહ વિરુધ્ધના જૂથના અનેક નેતાઓએ પણ ઉમેદવારી કરી પ્રમુખ બનવા માટે લાઈનમાં લગાવી દીધી છે ત્યારે બે ની લડાઈમાં ત્રીજો ફાવી શકે છે?તેવી પણ ચર્ચાઓ જોર પકડી રહી છે,આમ તો વર્તમાન પ્રમુખ ડો.વિજય શાહની સાથે સાથે જીગર ઇનામદાર,ગોપી તલાટી પૂર્વ મેયર ડો,જિગીષાબેન શેઠ,સુનિલ સોલંકી,જીવરાજ ચૌહાણ અને ધર્મેન્દ્ર પંચાલ સહીત 44 જેટલા દાવેદારોએ દાવેદારી કરી છે એટલે આ દાવેદારોમાંથી કોઈનું નામ પસંદ થાય છે કે પછી કોઈ એવો બિન વિવાદિત નવો ચહેરો વડોદરા ભાજપને પ્રમુખ તરીકે મળે છે તે તો આવનાર સમયમાં ખબર પડશે પણ વડોદરાના રાજ્કીય વર્તુળોમાં ચાલતી ચર્ચાઓ મુજબ 44 પૈકી વિજય શાહ અને જીગર ઇનામદાર પ્રબળ દાવેદાર મનાય રહ્યા છે.

— જિલ્લા પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો

વડોદરા શહેર જેવા જ હાલ વડોદરા જિલ્લા ભાજપના છે,વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે પણ 55 ઉપરાંત દાવેદારોએ દાવેદારી નોંધાવી છે આ દાવેદારોનું લાંબુ લચક લિસ્ટ પણ સામે આવ્યું છે,વડોદરા જિલ્લાના મોટાભાગના નેતાઓ પ્રમુખ બનવાની દોડમાં લાગ્યા છે.ત્યારે હવે જિલ્લા ભાજપ પ્રમુખના નામની પસંદગી મોવડીઓ માટે પણ માથાના દુખાવો બની શકે છે.નવા જિલ્લા પ્રમુખના નામ પર હવે ધારાસભ્યો,સાંસદ અને સંધની સર્વ સંમતિ બાદ મોહર લાગશે

 

BY DIPAK KATIYA ON JANUARY 8, 2025

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!