કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી.ભ્રષ્ટાચારનો એક ઝાટકે છેદ ઉડાવવો શક્ય નથી
ગુજરાત રાજ્ય હોય કે પછી દેશનો કોઈપણ ભાગ…ઠેર ઠેર ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. મોદી સરકારે ડિજિટલ ભારત અંતર્ગત મોટાભાગની સેવાઓ અને કામગીરીઓ ઓનલાઇન સાથે પારદર્શિતા બનાવતા મહદ્દઅંશે ભ્રસ્ટાચાર ઉપર લગામ આવી છે. પરંતુ હજુ પણ, સરકારી સેવાઓ અને કામગીરી માટે એજન્ટો સક્રિય હોય અધિકારીઓ સાથે મિલીભગતથી ભ્રસ્ટાચારને વેગ આપી રહ્યા છે. બે નંબરની ફાઈલો અથવા કામ માટે તો ખરું જ પરંતુ, ઝડપી સેવા પ્રદાન મેળવવા પણ ભ્રસ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ભ્રસ્ટાચારના પણ અનેક પ્રકાર છે. કોઈ રોકડ રકમ વસુલે છે , તો કોઈ ગિફ્ટ અથવા વિવિધ બિલ ભરપાઈ કરાવડાવે છે.
ખાસ કરીને, સરકારી વાહનોની ખાનગી એકમોમાં મફત સર્વિસ – રીપેરીંગ …. રસ્તાની લારીઓ – હોટલો, દુકાનોમાંથી મફતિયું શોધવું….. સરકારી કામોમાં ખાનગી વ્યક્તિઓના વાહનોનો ઉપયોગ…..સરકારી ખાતાઓમાં અરજદારોને ધક્કા અને એજન્ટો -અંગત વ્યક્તિઓના ઝડપી થતા કામો …..લારીઓ હોય કે દારૂ જુગારના ધંધામાં ચાલતી હપ્તાની સાંકળ …..નોકરી ,પ્રમોશન અને પસઁદગીની જગ્યાઓ બાબતે વ્હાલાદવલાંની નીતિ …..ગેરકાયદે બાંધકામોને નજર અંદાજ અને ખબરીઓને છૂટો દોર …..પાલિકાઓમાં દોડતી વિપક્ષ – શાશકની સમજોતા એક્સપ્રેસ …..કાયદાની છટકબારીઓ આપતા તજજ્ઞો ….સંપત્તિની લાલસા….જેવા અસંખ્ય મુદ્દા ભ્ર્ષ્ટાચારની સાંકળમાં કારણભૂત છે.
ગુજરાત રાજ્યમાં પાછલા એક વર્ષમાં ભ્રષ્ટાચારમાં સપડાયેલા અધિકારી- કર્મચારીઓનું લાબું લચક લિસ્ટ ઇતિહાસ અંકિત કરે તેવું છે. મોટાભાગના કેસોમાં આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છૂટી જતા ભ્રસ્ટાચારની ગતિવિધિને વેગ મળતો હોય છે. હજુ પણ અપ્રમાણસર મિલ્કત મામલે નજર અંદાજ થઇ રહ્યો છે. ખરેખર ભ્રસ્ટાચારની સાંકળને નેસ્તનાબૂદ કરવી હોય તો કાર્યવાહી તેજ બનાવવી પડશે. કાયદાના અમલમાં અનેક મર્યાદાઓ હોય હોશિયાર કાયદામાંથી છીંડાં અને છટકબારીઓ શોધી નાખે છે. ભ્રષ્ટાચાર કરનાર સ્વયં ખોટું કરી રહ્યો હોવાનું સમજતો હોવા છતાં લાલચથી અથવા પકડાઇ જવાનો નથી તેવી ખુમારીથી બેફામ ભ્રષ્ટાચાર આચરે છે.
સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા લાંચરૂશ્વત વિરોધી બ્યુરો (ACB) કાર્યરત રહે છે. નીતિ આયોગના વર્ષ 2018 ના રિપોર્ટ મુજબ ગુજરાત આખા દેશમાં ભ્રષ્ટાચારના કેસ દાખલ કરવામાં ત્રીજા ક્રમે હતું. ગુજરાત રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી હોય કેસની સંખ્યા વધી રહી છે. દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાત સાતમા ક્રમે રહ્યું હતું.લાંચ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી નથી. જેથી ફક્ત નાણાકીય વ્યવહાર જ નહીં પરંતુ જાહેર સેવકને તેની ફરજમાં આવતી કામગીરી કરવા કે ન કરવા માટે આપવામાં ભેટ કે બક્ષિસ પણ લાંચનો જ એક પ્રકાર છે.
Be First to Comment