Press "Enter" to skip to content

‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ માટે 1200 કરોડ ખર્ચાશે!

વડોદરાને પૂરથી બચાવવા ‘બજેટ‘ બન્યું!

ચોમાસા પહેલા ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ પૂર્ણ કરવાનો પડકાર! વિશ્વામિત્રી પૂરની ભયાનકતા બાદ ઉઘડી પાલિકાની આંખ!

‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ના અમલીકરણના આગોતરા આયોજનને લઈ અનેક સવાલ

 

વડોદરામાં ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં ભયાનક પૂર આવ્યું હતું,વડોદરાએ આ અગાઉ કયારેય જોયું ન હોય તેવા વિનાશક પૂરના ઘા હજીય રુઝાયા નથી,હજારો લોકોને પુરે રાતા પાણીએ રોવડાવ્યા હતા,એટલે આ વિનાશક વિશ્વામિત્રીના પૂર બાદ વડોદરા મહાનગર પાલિકાની આંખ ઉઘડી ગઈ હતી એ સાથે ગુજરાત સરકાર પણ પૂરના વિનાશને જોઈ હચમચી ઉઠી હતી,ત્યારે હવે પૂર નિયંત્રણ માટેના અસરકારક પગલાંઓ લેવાની શરૂઆત કરવામાં આવી છે.વડોદરામાં આવેલ આ વિનાશક પૂરના પડઘા મહાનગર પાલિકાના બજેટમાં પણ જોવા મળ્યા છે.તાજેતરમાં રજુ કરવામાં આવેલ વડોદરાના બજેટમાં વડોદરાને પૂરથી બચાવવા ખાસ આયોજન કરવાના ભાગરૂપે ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ બજેટમાં મુકવામાં આવ્યો છે.લગભગ 1200 કરોડના બજેટમાં વડોદરાને ‘પૂર પ્રુફ’ કરવાનો પ્લાન છે.બજેટમાં મુકવામાં આવેલ ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ વડોદરા માટે ખુબ મહત્વપૂર્ણ મનાય છે આ પ્રોજેક્ટ જૂન પહેલા એટલે કે ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાની તૈયારીઓ બતાવાઈ છે જોકે ચોમાસા પહેલા ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ પૂરો કરવાનો લક્ષ્યાંક કેટલો સફળ પુરવાર થાય છે તેને લઇ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે,વડોદરાને પૂરથી બચાવવા બજેટ તો બની ગયું અને ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ પણ કાર્યરત કરી દેવાશે પરંતુ આ પ્રોજેક્ટની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થશે કે કેમ? તેને લઇ પણ મતમતાંતર સામે આવ્યા છે.’વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ જે મુજબ પૂરો કરવાનો છે એ મુજબની કામગીરી ખુબ જ ચેલેન્જિંગ હોવાનું મનાય છે અને આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવી તે કદાચ પડકારરૂપ છે.કાલથી ફેબ્રુઆરી મહિનો શરૂ થઇ રહ્યો છે અને ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ હજીય બજેટના કાગળ પર જ છે ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ ને ધરા પર ઉતારી તેનું યોગ્ય રીતે અમલીકરણ કરાવમાં ખુબ મહેનત કરવી પડી શકે છે.પાલિકાના અધિકારીઓ ખડેપગે પ્રોજેક્ટ પૂર્ણ કરવાના નીર્ધાર સાથે કામ કરે તો કદાચ ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ ખરા અર્થમાં જમીન પર ઉતરી શકે છે.આ સાથે જ ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ના આગોતરા આયોજનની પણ ખુબ આવશ્કયતા રહી છે એટલે સવાલ એ પણ છે કે,શું કોઈ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે કે કમ? 1200 કરોડન ખર્ચ કરી વડોદરાને પૂર મુક્ત કરવાનું અભિયાન કેટલું સફળ રહે છે તે તો સમય આવે તો ખબર પડશે.પરંતુ વડોદરા મહાનગર પાલિકાના બજેટમાં મુકાયેલ ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’નું સફળ અમલીકરણ વડોદરા માટે મહત્વપૂર્ણ બની રહેશે તેમાં બે-મત નથી.

‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ કેવો હશે?

વડોદરામાં ગત ચોમાસે વિશ્વામિત્રી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા વડોદરામાં વિનાશક પૂર આવ્યું હતું જેમાં વડોદરા ડૂબ્યું હતું.વડોદરાએ સદીમાં જોયેલું આ સૌથી ભયાનક પૂર હતું.જેને જોઈ વડોદરા મહાનગર પાલિકાની બંધ આંખો પણ ખુલી ગઈ હતી જે બાદ પૂરની આવી સ્થિતિનું ફરી પુનરાવર્તન ન થાય તેમજ વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે પ્રાથમિક ધોરણે ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ હાથ પર લેવામાં આવ્યો હતો,ત્યારે ગુજરાત સરકાર સાથે મળી વડોદરા મહાનગર પાલિકા સંયુક્ત રીતે ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ પર કામ કરશે તેમજ આ કામોની વહેંચણી રન કરી દેવામાં આવી છે.બજેટમાં સૂચવેલ ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ અંતર્ગત વિશ્વામિત્રી નદીના પાણીના વહનની ક્ષમતા વધારવા અને નદીને પહોળી ઊંડી કરવાની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો છે.આ સાથે વડોદરાના પ્રતાપપુરા સરોવર અને અજવા સરોવરના ડ્રેજીંગની પણ કામગીરી કરવામાં આવશે,જયારે શહેરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ,દીપ વોટર રિચાર્જની કામગીરી ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ અંતર્ગત કરવામાં આવનાર છે.આ ઉપરાંત દેણાં,ભણીયારા,સુખલીપુરા અને કોટંબી ગામમાં બફર લેકનું સર્જન કરાશે,બીજીતરફ વડોદરા શહેરમાં વરસાદી કાંસ,ચેનલો અને તળાવોનીકામગીરી પણ કરવામાં આવશે,તો વિશ્વામિત્રી નદીને સમાંતર ટ્રંક ઇન્ટર સેપ્ટર લાઈન નાખવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે,જયારે નેશનલ હાઇવે પર હાઈવેને સમાંતર RCC ચેનલની કામગીરી તેમજ અજવા સરોવર ખાતે નવીન સ્પીલવેની કામગીરી તેમજ જામ્બુઆ નદીના ડાયવરઝ્ન પર ભાર મુકવા પર કામ કરાશે,ત્યારે ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ અંતર્ગત આ કામો સમયસર પુરા કરવાનો પડકાર સૌથી મોટો છે.

કાંસ-તળાવો પાછળ પણ કરોડો ખર્ચ થશે!

‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા અને સરકારના સંયુક્ત રીતે ચોક્કસ પ્રકારના કામોનું આયોજન કર્યું છે,જોકે પૂર પાછળ વરસાદી કાંસની બરાબર સફાઈ થતી નથી તે પરિબળ પણ કારણભૂત હોવાનું મનાય છે,આ ઉપરાંત ભૂખી કાંસ અને રૂપારેલ કાંસની સફાઈમાં પણ બેદરકારી વડોદરાની ચિંતા વધારે છે એટલે પૂરની સ્થિતિ નિયંત્રણ માટે બજેટમાં વરસાદી કાંસ અને તળાવોના કામો પાછળ પણ કરોડોનો ખર્ચ કરવાનો અંદાજ છે,એકમાત્ર ભૂખી કાંસ અને રૂપારેલ કાંસ પાછળ 50 કરોડ ખર્ચ કરવામાં આવનાર છે જયારે સંગમ ચાર રસ્તાથી નિઝામપુરા થઇ GIPCL સર્કલ પાસે વિશ્વામિત્રી નદી તરફ 17 કરોડના ખર્ચે વરસાદી ગટર બનાવશે,તો વડોદરા શહેરના અન્ય વિસ્તારોમા વરસાદી ગટરના કામોથી પાણીના વહેણને રોકાતું અટકાવી પૂરને ટાળવાના પણ પ્રયાસો દેખાય છે પણ હકીકતમાં જમીન પર કેટલા કામો થાય છે અને કેટલા યોગ્ય પ્રમાણમાં થયા છે અને થાય છે તો કેટલા કારગત પુરવાર થયા છે તે સમય આવે ખબર પડશે.

‘વોટર લોંગીગ’નો ઈલાજ ‘રેઇન વોટર હાર્વેસ્ટિંગ’

વડોદરામાં ચોમાસાની સીઝનમાં નજીવા વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે ભારે વરસાદમાં તો વડોદરાના નીચાણવાળા વિસ્તારો બેટ બની જતા હોય છે,વડોદરામાં વિકરાળ બનતી આ વોટર લોગિગની સમસ્યા લગભગ દર ચોમાસે જોવ મળે છે.વોટર લોગિગના કારણે લોકોનું ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે અનેક લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળે છે તો પાણીમાં વાહનો ડૂબી જવાને કારણે પારાવાર નુકશાન પણ સહન કરવું પડે છે.તેવામાં વોટર લોગિગની આ સમસ્યાનું સોલ્યુશન પણ મ્યુ.કમિશનર દિલીપ રાણાએ બજેટ થકી લાવવાનો પ્રયાસ કર્યો હોય તેમ દેખાય છે. વોટર લોગિગની સમસ્યાના ઉકેલ માટે વડોદરાના વિવિધ વિસ્તારોમાં તેમજ લો લાઈન એરિયામાં ડીપ રિચાર્જ કરી ‘રેઇન વોટર હાર્વેસ્ટિંગ’ નું આયોજન પણ બજેટમાં કરવામાં આવ્યું છે,જે માટે પાલિકા 20 કરોડનો ખર્ચ કરશે.હવે 20 કરોડના ખર્ચે વોટર લોગિગની સમસ્યાના પ્રશ્ન કેટલો હળવો થયા છે તે તો સમય પર જ છોડી દઈએ.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!