Press "Enter" to skip to content

વડોદરાના બજેટમાં 12 નવા રોડ અને 5 પુલ: ટ્રાફિક સમસ્યા હવે ઉકેલાશે?

બજેટમાં રોડ પર ‘ભાર’ પણ કેટલો પૂરો થશે?

વડોદરામાં 12 જેટલા રોડ બજેટમાં મુકવામાં આવ્યા.સ્માર્ટસીટી વડોદરામાં રોડના કામો સ્માર્ટ થતા નથી?

રોડ વધે છે પણ ટ્રાફિક ભારણ ઘટતું નથી?મેનેજમેન્ટમાં ક્યાં ચૂક કે ખામી?

આમ તો વડોદરા શહેરની ગણતરી સ્માર્ટ સીટીમાં થાય છે,પરંતુ વડોદરાનો વહીવટ સ્માર્ટ નથી એટલે રોડના કામોમાં જોવા મળતું સ્માર્ટવર્ક ક્યાંક ને ક્યાંક અદ્રશ્ય થી જતું હોવાનું મનાય છે,સ્માર્ટ સીટીમાં પલિકાનો વહીવટ સ્માર્ટ નથી તેના પુરાવાઓ રોજબરોજની ઘટનાઓ અને કિસ્સાઓમાં દેખાય આવે છે,ખાસ કરીને રોડ-રસ્તાના કામોમાં સ્માર્ટસીટી જેવું કામ જણાતું નથી? કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવે છે પરંતુ વર્ષે દહા’ડે કેટલાય રોડ ભંગાર બની રહેતા હોવાની પણ બૂમો ઉઠતી રહે છે,તેવામાં વર્ષ 2025 -26ના બજેટમાં એકવાર રોડના કામો પર પણ ‘ભાર’મુકવામાં આવ્યો છે,વડોદરા મહાનગર પાલિકાના મ્યુ.કમિશનર દિલીપ રાણાએ બજેટમાં વધુ 12 જેટલા રસ્તાઓ બનાવવાની દિશામાં આયોજન કર્યું છે,વડોદરાનો વ્યાપ અને વિસ્તાર વધતા નવા વિસ્તારોને રોડ કનેક્ટિવિટીથી જોડાવાનો પ્રયાસ બજેટમાં દેખાય રહ્યો છે,અને આ ઉદેશને સાર્થક કરવા માટે રોડના કામો પણ મોકવામાં આવ્યા છે,જોકે પાલિકાના મ્યુ.કમિશનર દ્વારા રોડના કામો પર મુકવામાં આવેલ ભાર પાલિકા કેટલો ખમી શકે છે તે તો સમય આવે ખબર પડશે,પણ સવાલ એ છે કે,બજેટમાં મુકવામાં આવેલ આ રોડમાં કામો થાય છે કે પછી બજેટમાં જ રહી જાય છે?બજેટમાં રોડ બજેટ પૂરતા સીમિત ન રહી જમીન પર ઉતરે તો કેટલીક રોડ સમસ્યાઓમાં રાહત પણ મળી શકે છે.ખેર રોડના કામોની ગુંણવતા સૌથી મોટો સવાલ છે,વડોદરામાં બનેલા અનેક રોડ તકલાદી હોવાને લઇ વેરાના પૈસાનો વેડફાટ બન્યા છે.રોડના કામો સમયે હંમેશા સવાલો ઉઠતા રહે છે ત્યારે રોડની કામગીરી પર મહાનગર પાલિકાના વહીવટી તંત્રથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ ધ્યાન રાખવું જરૂરી છે,રોડના કામોમાં જો કટકીની જ અપેક્ષાઓ હશે તો વડોદરાના રોડ કયારેય સ્માર્ટ નહીં બની શકે આ નર્યું સત્ય છે.

વડોદરાના વિસ્તારમાં લગભગ 25 ટકા જેટલો વધારો થયો છે,એ સાથે લોકોના આવન જાવન માટેના રોડ રસ્તાઓ મહાનગરો જેવા નથી,અનેક વિસ્તારમાં તો આજે રોડ રસ્તાઓનો અભાવ છે,વસ્તી અને વિસ્તાર વધતા લોકોના પરિવહનની સરળતા માટે રોડની ક્નેટિવિટી માટેનું ધ્યાન બજેટમાં રાખવામાં આવ્યું છે.લોકો ઝડપથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે તે માટે સારા રસ્તાઓની ખાસ જરૂર છે જેથી જ આ બજેટમાં રસ્તાઓની સાથે સાથે ટ્રાફિકને લગતી સમસ્યાઓમાં રાહત મળે તે દિશામાં કામો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે જ બજેટમાં વડોદરાને પાંચ પુલ તેમજ 12 નવા રસ્તા બનવાનો સંકલ્પ બજેટમાં જોવા મળી રહ્યો છે,જોકે આ સંકલ્પ પૂરો થશે કે કેમ તેને લઇ સવાલ ચોક્કસ છે.બજેટમાં મુકવામાં આવેલ રોડના કામો ઉપરાંત નવા રિંગરોડને જોડાતો લિકીંગ રોડનું બનાવવાનો વાયદો છે,જયારે શહેરના આર્ટરી રોડના નવીની કરણ,ટ્રાફિકજામના નિવારણ માટે વડોદરાના મુખ્ય જંકશનો પર વાઈડનીંગ,EV ચાર્જિંગ સ્ટેશન સાથેનો આઇકોનિક રોડ,વાઈટ ટોપ રોડ,હેલ્થ ટ્રેક અને નવા રોડ પર થીમ આધારિત બ્યુટીફીકેશન અને સ્પોટ ડેવલોપમેન્ટ પર પણ જોર આપવામાં આવ્યું છે.\રોડના કામો સાથે ટ્રાફિકના ભારણને પણ હળવું કરવા પર બજેટમાં ભાર મુકવામાં આવ્યું છે પણ અહીં સાવલ એ છે કે,વડોદરામાં રોડના એંક કામો બાદ પણ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સફળતા મળી નથી ત્યારે ક્યાં ચૂક કે ખામી રહી છે તે શોધવું જરૂરી છે અને તેને દૂર કરવા માટેના પ્રયાસો કરવા પણ જરૂરી છે.

ક્યાં ક્યાં બનશે નવીન રોડ..

વડોદરા મહાનગર પાલિકાના બજેટમાં 12 જેટલા નવીન રોડના કામો મુકવામાં આવ્યા છે,કરોડોના આ રોડના કામોમાં બજેટમાં મુકાયા છે અને તેને પુરા કરવાનો દાવો કરવામાં આવ્યો છે.ત્યારે બજેટમાં મુકવામાં આવેલ વિવિધ રોડના કામો આ મુજબ છે.
-ગબ્બર એપાર્ટમેન્ટ કારેલીબાગથી પાણીની ટાંકીના રોડની બંને બાજુના પેવરબ્લોક ૬ કરોડના ખર્ચે આર સી સી સાથે નવિન કરવાનું કામ
-તોપ સર્કલ થી લાલબાગ બ્રીજ સુધીનો રસ્તો ૫ કરોડના ખર્ચે રીસરફેસીંગ કરવાનું કામ
-સમા -હરણી લીંક રોડ પર ચેતક બ્રીજથી ડમરૂ સર્કલ સુધીનો રસ્તો ૫ કરોડના ખર્ચે વાઇડનીંગ કરી કાર્પેટ, બી.સી. સીલકોટ કરવાનું કામ
-કમલાનગર તળાવથી દર્શનમ હાઇવ્યુ સુધીનો રસ્તો ૫ કરોડના ખર્ચે બનાવવાનું કામ
-પંચશીલ ત્રણ રસ્તાથી નટવરનગર ત્રણ રસ્તા સુધીનો રસ્તો ૩.૭૦ કરોડના ખર્ચે રી-સરફેસીંગ કરવાનું કામ
-અટલાદરા BAPS હોસ્પિટલથી સ્વામીનારાયણ મંદિર થઇ સમન્વય સ્ટેટસ થઇ બિલ ચોકડી સુધીના અટલાદરા-પાદરા મેઇન રસ્તો ૮ કરોડના ખર્ચે બનાવવાનું કામ
-બિલ ચોકડીથી ચાપડ VMCની હદ સુધી રસ્તો ૭ કરોડના ખર્ચે બનાવવાનું કામ
-૭૫ મીટર રીંગરોડને જોડતાં અંકોડિયા તરફનાં VMC લીમીટ સુધીનાં લીંકરોડ ૭ કરોડના ખર્ચે બનાવવાનું કામ
-૭૫ મીટર રીંગરોડને જોડતાં ચાપડ-તલસટ તરફનાં VMC લીમીટ સુધીનાં લીંકરોડ ૭ કરોડના ખર્ચે બનાવવાનું કામ
-દરબાર ચોકડીથી બાહુબલી સર્કલ સુધીનો રસ્તો ૪ કરોડના ખર્ચે વાઇડનીંગ કરી ફુટપાથ સહ બનાવવાનું કામ
-તરસાલી જંકશનથી નેશનલ હાઇવે સુધીનો રસ્તો ૪ કરોડના ખર્ચે ફુટપાથ સહ વિકસાવવાનું કામ
-ઇવા મોલ સર્કલ થી કંચનભગત બાગ સુધીનો રસ્તો ૩ કરોડ રીસરફેસીંગ કરવાનું કામ

વડોદરામાં બીજા 5 પુલ બનશે

રોડના 12 કામોની સાથે સાથે વડોદરાના ટ્રાફિક ભારણને ઘટાડવા માટે બજેટમાં પાંચ જેટલા પુલોના કામો પણ મુકવામાં આવ્યા છે,ત્યારે સ્ટેશન ગરનાળાથી કાલાઘોડા અને જેલરોડ સુધીના બ્રિજ અંગે અવર વડોદરામાં વિગતવાર માહિતી આપવમાં આવી હતી ત્યારે આ બ્રિજ સિવાય અન્ય 4 બ્રિજ બનવાના છે તે આ મુજબના છે.
– ભાયલી સ્ટેશન તરફથી અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી કલાલી બ્રિજ તરફના રસ્તે 90 કરોડના ખર્ચે ફલાયઓવર બનાવવાનું કામ
-રેલ્વે વિભાગ સાથે કોસ્ટ શેરીંગ બેઝ પર ગોરવા કરોડિયા LC.238 થી પુર્વ તરફ છાણી રોડને જોડતાં રસ્તા પર આવતા બાજવા-છાયાપુરી બાયપાસ લાઈન તથા વડોદરા ગોધરા લાઇન ઉપરના વોટર-વે નાળા ઉપર રેલ્વે ઓવર બ્રીજ રૂ. ૪૫ કરોડના ખર્ચે બનાવવાની કામગીરી
-અશ્વમેધ એવન્યુથી બ્રોડ વે પ્રાઈડ તરફ આવેલ વરસાદી ચેનલ ઉપર રૂ. ૩ કરોડના ખર્ચે કલ્વર્ટ

 

રોડ એટલા તકલાદી બને છે કે એક જ વરસાદમાં ધોવાઈ જાય છે.

વડોદરા મહાનગર પાલિકાના બજેટમાં રોડના કામો પર ભાર મુકવામાં આવ્યું છે અને બજેટમાં 12 જેટલા રોડના કામો પણ મુકવામાં આવ્યા છે જોકે રોડના કામોમાં ચાલતી ગોબાચારીને કારણે વડોદરા શહેરમાં રોડ એકાદ વર્ષમાં તો ભંગાર બની જાય છે,આવા અનેક રોડ વડોદરામાં બન્યા પછી વિવાદોમાં આવ્યા છે,ચોમાસા દરમિયાન વરસાદમાં રોડના પોપડા ઉખડી જાય છે.કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રસ્તાઓ ઠેર ઠેર તૂટી જતા હોય છે,એટલે રોડ બનવ્યા બાદ ખાડા પૂર્વ પેચવર્ક કરવાનો ખર્ચ પણ પાલિકાની તિજોરી પર પડે છે.જાણવા મળ્યા મુજબ પેચવર્ક પાછળ દરવર્ષે 2 થી 3 કરોડનો ખર્ચ થતો હોય છે એટલે રોડના કામોમાં ગેરરીતિ વડોદરાને મોંઘી પડે છે ત્યારે આ બજેટમાં મુકવામાં આવેલ રોડના કામોમાં ગોબાચારીની સંભવના ઘટે અને રોડ મજબૂત બને તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

રોડ પર ભૂવાઓ ધુણતા ક્યારે બંધ થશે?

વડોદરા ભુવા નગરી તરીકે પણ જાણીતી બની છે ક્યાંક ને ક્યાંક રોડની કામગીરીમાં બેદરકારી જવાબદાર મનાય છે,વડોદરામાં ચોમાસુ જ નહિ ભુવો ધુણવું બારેમાસ છે,અહીં અવારનવાર કોઈને કોઈ વિસ્તારમાં રોડમાં ભૂવાઓ પડતા જ રહે છે આ સીલસીલો ક્યારે અટકશે.ક્યારે વડોદરા ભુવાઓથી મુક્ત બનશે?આવા અનેક સવાલો વેરો ભરતા વડોદરાના નગરજનો પૂછે છે.રોડમાં પડતા ભૂવાઓને કારણે જોખમ સાથે મુસીબતોનુ પણ કારણ બને છે જે વિસ્તારમાં ભુવો પડે છે ત્યાં ભુવા પૂરતા જ સપ્તાહ જેટલો સમય વીતે છે એટલે ત્યથી પસાર થતા લોકોને અને કે આપદાઓ સહન કરવી પડે છે જો ભુવાઓને રોકવા હોય તો રોડના કામમાં ચાલતી બેદરકારીને રોકવી જરૂરી છે.કરોડોના ખર્ચે રોડ બાદ ભુવાઓ પડતા કરોડોનું નુકસાન પણ થયા છે ત્યારે રોડના કામોમાં સુપરવિઝન વધારી નવા રોડ ભુવા પ્રુફ બને તેની કાળજી લેવા પણ લોકો કહી રહ્યા છે.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!