Press "Enter" to skip to content

અમદાવાદનો 614મો જન્મદિવસ: ઇતિહાસ, વિકાસ અને શ્રેષ્ઠ 10 સ્થળો

હેપ્પી બર્થડે અમદાવાદ

તમારું-મારું આપણું આ શહેર અમદાવાદ.આજે અમદાવાદનો 614 મો જન્મદિવસ.

ગુજરાતનું પહેલું હેરિટેજ સિટી અમદાવાદ સફર

આજે 26 ફેબ્રુઆરી,આજે આપણા અમદાવાદનો જન્મદિવસ,મનગમતી મસ્તીનું શહેર એટલે આપણું અમદાવાદ,અલબેલી વસ્તીનું શહેર એટલે આપણું અમદાવાદ,પોળોની શહેર આપણું અમદાવાદ,હેરિટેઝ સીટી છે આપણું અમદાવાદ,ખાણીપીણીનું શહેર છે આપણું અમદાવાદ વિકસિત બનતું આપણું અમદાવાદ.તમારું-મારું આપણું આ શહેર એટલે અમદાવાદ,આજે આપણું અમદાવાદ 614મો જન્મદિવસ માનવી રહ્યો છે,ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ અને ગુજરાતનું પહેલું હેરિટેજ સિટી અમદાવાદ કેમ ખાસ છે,આજના દિવસની શહેરભરમાં થઈ ખાસ ઉજવણી રહી છે. આ શહેર માટે દરેક ગુજરાતીને વ્હાલ હોય! તમામ ગુજરાતીઓના સપનાનું શહેર છે અમદાવાદ તો જાણો અમદાવાદ વિશેની અવનવી વાત અને અમદાવાદની સફર માણો આ અહેવાલ સાથે!

અમદાવાદનો ઇતિહાસ..

વર્તમાન શહેર અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411ના રોજ કરવામાં આવી હતી,ગુજરાત સલ્તનતના અહેમદ શાહ દ્વારા અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી સાથે જ 4 માર્ચ 1411ના રોજ અમદાવાદની રાજધાની તરીકે જાહેરાત કરવામાં આવી હતી.અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે .તે પશ્ચિમ ભારતમાં સાબરમતી નદીના કિનારે આવેલું છે. ૧૪૧૧-૧૫૧૧ ના શાસન હેઠળ શહેર સમૃદ્ધ થયું,ત્યારબાદ તેનું પતન ૧૫૧૧-૧૫૭૨માં થયુ હતું. અમદાવાદ ભારતીય સ્વતંત્રતા ચળવળનું કેન્દ્ર બન્યું હતું.સરદાર પટેલ જેવા ઘણા કાર્યકરોએ ચળવળમાં ભાગ લેતા પહેલા શહેરની નગરપાલિકામાં સેવા આપી હતી. સ્વતંત્રતા પછી, શહેર બોમ્બે રાજ્યનો એક ભાગ હતું. ૧૯૬૦માં જ્યારે ગુજરાતનું વિભાજન થયું, ત્યારે ૧૯૬૫માં ગાંધીનગરની સ્થાપના થાય ત્યાં સુધી તે ફરીથી રાજ્યની રાજધાની બન્યું. અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્ર અને ભારતનું સાતમું સૌથી મોટું શહેર પણ છે.અમદાવાદ પોતાને એક બૂમિંગ ટેક્સટાઇલ ઉદ્યોગનું ઘર બનાવ્યું હતું જેને “ધી માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા”નું ઉપનામ પણ મળ્યું હતું.વર્ષ 1960માં ગુજરાત રાજ્યની રચના સાથે અમદાવાદ શહેરે રાજ્યની રાજકીય અને વ્યાપારી રાજધાની તરીકે મહત્ત્વ મેળવ્યું હતું.એક્વાર ધૂળવાળાં રસ્તાઓ અને ગીચ સ્થાનો ધરાવતુ શહેર અમદાવાદ આજના મુખ્ય બાંધકામ અને વસ્તી વધારોનુ સાક્ષી છે.શિક્ષણનું વધતું કેન્દ્ર, માહિતી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઉદ્યોગો સાથે, અમદાવાદ ગુજરાતનું અને પશ્ચિમ ભારતનું મોટાભાગનું સાંસ્કૃતિક અને વ્યાપારીહ્રદય કેન્દ્ર છે. સાલ 2000 થી, શહેર ગગનચુંબી ઇમારતો, શોપિંગ મોલ્સ અને મલ્ટિપ્લેક્સીસના નિર્માણ દ્વારા પરિવર્તિત થયું છે.

અમદાવાદની વાત અમદાવાદી સ્ટાઇલમાં

‘‘હું અમદાવાદ છું… હું દરેક સદીનો સાક્ષી છું… હું છસો વર્ષનો ઈતિહાસ છું… મે રાજીશાહીનો ઠાઠ પણ જોયો છે… ધુળિયા નગરથી મેટ્રોની સફર સુધીનો ઈતિહાસ પણ જોયો છે… હું રમખાણોનો સાક્ષી અને વિકાસનો સાથી પણ રહ્યો છું… હું વફાદાર રક્ષક પણ રહ્યો છું… હું સંગમ છું… હું જૈન, હું હિંદુ .. પારસી, મોગલ અને બ્રિટીશ સંસ્કૃતિનો સરવાળો છું… .હું નગરોમાં મહાનગર છું… હું બોલતી દીવાલોનું શહેર છુ…. જે સભ્યતાથી ચાલ્યો તે જાતથી ક્યારેય વિસરાયો નથી… અને આજે પણ અડીખમ છું…. ઐતિહાસિક અને પ્રથમ મેટ્રો સિટી અમદાવાદનો 614મો સ્થાપના દિવસ.. ધૂળિયાનગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ નગરજનોના સપનાંની ઉડાનનું ફલક બન્યું છે..ત્યારે પરંપરા મુજબ દર વર્ષે માણેકબુરજની ધજા બદલી, પૂજા અર્ચના કરી અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરાય છે..સાબરમતીના કાઠે વસેલું અમદાવાદ આજે મેટ્રોસિટી બની ગયું છે..ત્યારે આપણા અમદાવાદે રમખાણો, ભૂકંપ જેવી ઘટનાઓ પણ જોઈ છે..પરંતુ તેમાથી બોધપાઠ લીને ફરી બેઠું થયું છે આપણું અમદાવાદ..ત્યારે ગુજરાત અને દેશના વિકાસમાં આપણા અમદાવાદનો પણ સિંહફાળો રહ્યો છે….’’

વિકસિત અમદાવાદની હરણફાળ

અમદાવાદ વિકાસની દોડમાં પણ અન્ય શહેરો કરતા અગ્રેસર છે,અમદાવાદમાં અનેક નવા પ્રકલ્પો અને વિકાસના પ્રોજેક્ટો કાર્યરત છે,વિકસિત ગુજરાતના નિર્માણના લક્ષ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વિકસાવવામાં આવતા 6 ગ્રોથ હબમાં અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે,અમદાવાદ સહિત રાજ્યના 6 વિસ્તારને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના મોટા પ્રોજેક્ટથી રોજગારીનું સર્જન થશે સાથે રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રીય આર્થિક વિકાસને ગતિ મળશે.સાબરમતી નદીના સાનિધ્યમાં અમદાવાદને વધુ વિકસિત કરવાનો નિર્ધાર સાથે કામ કરવામાં આવી રહયું છે.જે માટે કરોડો રુઇયા ખર્ચ કરવમાં પણ આવી રહ્યા છે.રીવરફ્રન્ટના વિસ્તરણ, સૌંદર્યકરણ અને નવીનીકરણની પણ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.કાંકરિયા તળાવ, સિદ્દી સૈયાદની જાલી, જામા મસ્જિદ, સરખેજનો રોઝા એ શહેરમાં આવેલા ઐતિહાસિક સ્મારકો / સ્થળો છે જેને વધુ વિકસિત કરી ટુરિઝમને બળ આપવાનો પણ પ્લાન છે.

અમદાવાદની આ વાત

દંતકથા મુજબ જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદશાહને યે શહેર બસાયા
1411માં અમદાવાદ શહેરની સ્થાપના થઈ
1487માં મહમૂદ બેગડાએ અમદાવાદની ચોતરફ કોટ ચણાવ્યો
કોટમાં 12 દરવાજા અને 189 પંચકોણી બુરજો છે
ઈ.સ. 1553માં હુમાયુએ અમદાવાદ પર કબજો કર્યો
મુઘલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું
કાપડની મિલના લીધે અમદાવાદ પૂર્વનું માંચેસ્ટર કહેવાતું
1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાત રાજ્યનું પાટનગર રહ્યું
પૌરાણિક સ્થળો અમદાવાદની શાનમાં ચાર ચાંદ લગાવે છે
આધુનિક યુગનો આ ધબકતું અમદાવાદ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. દરરોજ કૂદકેને ભૂસકે અમદાવાદની સિદ્ધિઓ આગળ વધી રહી છે. ભવ્ય કોટ, ઐતિહાસિક દરવાજા, ઈતિહાસનો અરીસો દેખાડા પૌરાણીક સ્થળોના વારસાથી અમદાવાદની શાનમાં ચાર ચાંદ લાગે છે. ત્યારે અમદાવાદના આ ભવ્ય વારસા પર ના માત્ર અમદાવાદીઓ જ પણ સમગ્ર ગુજરાતીઓ ગૌરવ લઈ રહ્યા છે.

અમદાવાદના એવા 10 સ્થળ જે જોવા અચૂક
-સાબરમતી આશ્રમ
-સીદી સૈયદની જાળી
-લાલ દરવાજા, દિલ્હી દરવાજા (કુલ ૨૧ દરવાજા)
-રિવરફ્રન્ટ
-ભદ્રનો કિલ્લો
-હઠીસિંહના દેરા
-ઇસરો
-સાયન્સ સિટી
-અડાલજની વાવ
-રાણીનો હજીરો

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!