Press "Enter" to skip to content

ત્રિવેણી સંગમનું પવિત્ર જળ અને નારાયણ સરોવર મહાકુંભ સ્નાન

રેવા નીરમાં ભળ્યું હવે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ

મહાકુંભ ન ગયા પણ નારાયણ સરોવરમાં સ્નાન કરી ભક્તો ધન્ય થયા.પ્રયાગના સંગમનું જળ સંતો લાવ્યા આણી, વધુ પાવન થયું નારાયણ સરોવરનું પાણી…

છેલ્લા પિસ્તાળીસ દિવસથી ચાલતા સનાતન ધર્મના,અખંડ ભુમંડલના પાવન પર્વ મહાકુંભ માં, વિશ્વભર ના પિસ્તાળીસ ટકા થી વધુ લોકો એ પ્રયાગ રાજ ખાતે સંગમ ના સ્થળે સ્નાન કરી ધન્યતા અનુભવી છે.પરંતુ સંજોગોવશાત્ જે ભાવિકો આ લાભ થી વંચિત રહી ગયા છે તેઓ પણ આસ્થા ના પર્વ અને આત્મા ને ગર્વ રૂપી સ્નાન કરી શકે તે માટે બી એ પી એસ દ્વારા સંસ્થા ના બ્રહ્મસ્વરૂપ ગુરુહરીઓ ભગતજી મહારાજ થી મહંત સ્વામી મહારાજ પર્યંત ના પદરજ થી પાવન થયેલ આ પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટય સ્થાન ના પ્રાસાદિક તળાવ નારાયણ સરોવર માં નારાયણ જળ સાથે ત્રિવેણી જળનો સમન્વય કરીને,વંચીત ભાવિકો ને પવિત્ર કુંભ સ્નાનનો,મહાશિવ રાત્રી સ્નાનનો લાભ આપવાનું ઘર બેઠા ગંગા જેવું આયોજન કરવામાં આવ્યું હતું. અટલાદરા સ્થિત બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર ના પૂજ્ય સંતો ખાસ પ્રયાગ રાજ થી લાવ્યા છે. એવું સંગમ નું પવિત્ર જળ આજ મહા કુંભ મેળા ના અંતિમ દિવસ શિવરાત્રી એ મોટી સંખ્યા માં પૂજ્ય સંતો એ શાસ્ત્રોક્ત વિધિ થી જળ ભરેલ કુંભ નું મંત્રોચ્ચાર દ્વારા પૂજન કર્યું હતું. આ પૂર્વે બહુ જ બહોળી સંખ્યા માં સંમિલિત પરંપરાગત ગણવેશ પરિધાન કરેલ મહિલા વૃંદ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટય સ્થાન થી સમગ્ર નારાયણ સરોવર પરિસર માં કળશ યાત્રા કાઢવા માં આવી હતી. જળાભિષેક સમયે સરોવર ની સમગ્ર પરિક્રમા તથા સરોવર મધ્યે પ્રમુખ સેતુ પર હાજર હજારો ભાવિકો એ પણ પૂજ્ય સંતો સાથે સંગમ ના જળ ને રેવા નીર માં વહેતું કર્યું હતું.

\સ્મરણ રહે કે આજના મહા શિવરાત્રિ ના પાવન પર્વ નિમિત્તે બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતો દ્વારા દેવાધિદેવ ભગવાન શિવજી નું પૂજન,અર્ચન તથા અભિષેક કરવા માં આવ્યા હતા.મંત્રોચ્ચાર સાથે કુંભ પૂજન અને મહાદેવ દાદાની,પ્રાસાદિક જળ કુંભોની આરતી કરવામાં આવી હતી.તે પછી કળશ યાત્રા નીકળી હતી.મહિલા ભાવિકો ભવ્ય અને દિવ્ય સંગમ જળના કળશ માથે ધરીને નારાયણ સરોવર સુધી લઈ જવાનો લ્હાવો લીધો હતો.નારાયણ સરોવર ખાતે પહેલીવાર કળશ પૂજન અને પ્રાસાદિક જળનું સિંચન કરવામાં આવ્યું હતું.ગંગા, યમુના અને સરસ્વતિ સહિત ભુખંડની તમામ નદીમાતાઓ નું આહવાન કરવામાં આવ્યું હતું.નર્મદા માતા ની વંદના કરવામાં આવી હતી

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!