ચાઈનીઝ અને કાચથી પાયેલી દોરીથી દૂર રહી ઉતરાયણના પર્વને મોજ મસ્તીથી ઉજવીએ.ઉતરાયણ પર્વ આકાશી યુધ્ધની સાથે ચીક્કીની મીઠાશથી જીવનને મધુર બનાવવાનો છે.કોર્ટના નિર્દેશ બાદ હવે પોલીસના એક્શનની પતંગ બજારમાં ફફડાટ
ગતરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણન તહેવારમાં ચાઈનીઝ દોરી અને કાચ ચઢાવેલી કૉટનની દોરીના ઉપયોગ પર રોક લગાવી તેના ઉપયોગને રોકવા માટે તાકીદના નિર્દેશો આપ્યા હતા,ચાઈનીઝ દોરી અને કાચ ચઢાવેલી દોરી નાગરિકો, પક્ષીઓ અને પશુઓ માટે ખૂબ જ ખતરનાક છે એટલે તેના ઉપયોગને રોકવા સખ્ત આદેશ આપતા રાજ્યભરમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ચાનીઝ તેમજ કાચના પાવડરથી બનતી દોરીના વેચાણ પરતાવી બોલાવવાની શરૂઆત કરી હતી જણે પગલે ઉતરાયણ પહેલા જ ઘરાકીના સમયે જ વેપારીઓમાં હલચલ મચી ગઈ હતી,વડોદરામાં તો પોલીસે અટકાયતી પગલાં ભરવાની શરૂઆત કરતા જ વેપારીઓ ફફડી ઉઠ્યા હતા.આમ પણ ઉતરાયણ દરમિયાન પક્ષીઓ સાતેહ મનુષ્યના ઘાયલ થવાના આંકડાઓ ચિંતા જંક છે ઉતરાયણના ઉત્સાહ કોઈના જીવનમાં કાયમી દર્દ અને તકલીફ આપે તેવો ન હોવો જોઈએ,ઉત્તરાયણનો તહેવાર અનેરા આંનદ અને ઉમંગ સાથે ઉજવવો પણ તહેવારમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.ચાઈનીઝ દોરી સામે અનેક વર્ષોથી મુહિમ ચલાવી રહૈ છે કે આ દોરી જીવલેણ છે છતાંય લોકો આકાશી પેચ કાપવા આવી દોરીનો ઉપયોગ કરતા ખચકતા નથી પરિણામે જ ચાઈનીઝ દોરી વેચી નફો રળનારા વેપારીઓ પણ મળી જાય છે શું ચાનીઝ દોરી કે કાચથી પાયેલી દોરીથી દૂર રહી ઉતરાયણના પર્વને મોજ મસ્તીથી ઉજવી ન શકાય? આમ કરવાથી આપણા પરિવારની પણ સુરક્ષા થઇ જાય છે.
— આવી દોરી વેંચતા પહેલા ચેતી જજો!
વડોદરા,અમદાવાદ,સુરત અને રાજકોટ સહીત શહેરોમાં પોલીસ કાર્યવાહી તેજ બની રહી છે,24 કલાકમાં પોલીસે લાખોનો મુદામાલ કબ્જે કર્યો છે.પોલીસે વેપારીઓને પણ અપીલ કરી છે કે જો તમે કોઈપણ પ્રકારની સિન્થેટિક દોરી,નાયલોન કે સિન્થેટિક મટીરિયલ, સિન્થેટિક પદાર્થથી કોટેડ હોય, નૉન બાયોડિગ્રેડેબલ, કાચ, લોખંડ કે અન્ય હાનિકારક તત્ત્વોનો લૅપ વાળી દોરી વેચાણ ન કરો,આ દોરી નુકશાન કરે છે આવો દોરો તૈયાર કરવામાં આવ્યો હોય તેવા દોરા ખરીદવા, તેનો સંગ્રહ કરવા અને વેચવા કે હેરાફેરી કરતા જાણશો તો કાર્યવાહી કરવામાં આવશે.કદાચ ઉતરાયણનો તહેવાર તમારે પોલીસ સ્ટેશનના આટાફેરા કરવા પડી શકે છે.
— ચાઈનીઝ દોરી કેમ અલગ હોય છે
ઉતરાયણ પર્વમાં પતંગ દોરા સાથે આકાશી પેચનું મહત્વ રહ્યું છે.આક્શામાં દોરાની ડોર સાથે ઉડતા પંતગોઈ દોરી અનેક પ્રકારની હોય છે,જેમાં ચાઈનીઝ દોરી સૌથી ઘાતક અને જીવલેણ મનાય છે,સામાન્ય દોરીથી ચાઈનીઝ દોરી કેમ અલગ હોય છે તો દોરીના અનેક પ્રકારોમાં 3 તાર, 4 તાર, 6 તાર , 9 તાર,12 તાર અને 16 તાર હોય છે. 3 અને 4 તારની દોરી બાળકો માટે વપરાય છે, જે એકદમ કાચી હોય છે,જયારે સૌથી વધારે 6 તાર અને 9 તારની દોરી વપરાય છે.જે દોરી નાના અને મધ્યમ પતંગો ચગાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.આ દોરી પાતળી હોય છે એટલે પતંગ સ્થિર રહે છે અને ઉડાનમાં વેળાએ પણ હાથમાં ઓછું નુકશાન કરે છે.જયારે 12 તાર અને 16 તારની દોરીનો મોટા પતંગ માટે ઉપયોગ કરવામાં આવે છે,જોકે આ દોરીનો 10 ટકા જેટલો જ વપરાશ છે. પતંગ માટે વપરાતી દોરીને બરેલીના માંજાથી રંગવામાં આવે છે. પતંગ માટે વપરાતી દોરી કોટન બેઝ હોય છે જ્યારે ચાઇનીઝ દોરીમાં નાયલોન અને સિન્થેટીક બેઝ હોય છે. ચાઇનીઝ દોરી જાડી હોય છે.
— ઉત્તરાયણમાં વાહન ચલાવટી વેળા એ આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
ગળે રૂમાલ કે નેક બેલ્ટ બાંધીને રાખવો
ટુ-વ્હીલર ચલાવતી વેળાએ ફરજિયાત હૅલ્મેટ પહેરવું
રૂફટોપ કારમાં લોકોએ રૂફમાંથી માથું બહાર ન કાઢવું.
— પોલીસની અપીલ ‘આવું ન કરતા’!
લોકોને પરેશાની થાય તે રીતે લાઉડસ્પીકર વગાડવા નહીં
પતંગ પર કોઈની લાગણી દુભાય તેવું લખાણ લખવું નહીં
રોડ કે રસ્તા પર જોખમી રીતે પતંગ ચગાવવા નહીં
કપાયેલા પતંગ કે દોરી પકડવા લોકોએ વાંસના બામ્બુઓ,લોખંડના સળિયા કે ઝંડા લઈને શેરીઓ કે રસ્તા પર દોડવું નહીં. ટ્રાફિકને અવરોધ થાય કે આધેધડ ભાગવું ભી
રસ્તા પર ગલીઓમાં ટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર ઉપર વાંસમાં લોખંડ કે કોઈપણ ધાતુના તારના લંગર નાખવા નહીં કારણ કે શૉર્ટસર્કિટનો ભય રહે છે. લોકોને અડચણરૂપ થાય તે રીતે રસ્તા પર ઘાસ નાખવું નહીં
કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી.ભ્રષ્ટાચારનો એક ઝાટકે છેદ ઉડાવવો શક્ય નથી ગુજરાત રાજ્ય…
આંગળીના ટેરેવે 680 સરકારી યોજનાની મેળવો માહિતી આ અહેવાલ ખુબ ઉપયોગી બની રહે તેમ છે…
ડિજિટલ ઇન્ડિયા : યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુ માત્ર એક ક્લિક ઉપર ઘરઆંગણે જ મળશે…
ટાંગલિયા કળાને નવજીવન: આત્મનિર્ભરતાની દિશામાં એક નવી રાહ ગુજરાતએ હસ્તકળાઓનો સમૃદ્ધ વારસો ધરાવતું રાજ્ય છે.…
એક સમયનું વડોદરા રાજ્ય શાસકોના પાપે ગામ તરીકે ઉભર્યુ વિકાસમાં વિઘ્નરૂપ બનતા રાજકારણના ડખા વડોદરા…
એમ.એસ.યુનિ. : કેમ વીસી વિજય શ્રીવાત્સવ 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા? વડોદરામાં આવેલ…