Categories: Magazine

પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરતા પહેલા સાવધાન

પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરતા પહેલા સાવધાન

દેશમાં સાયબર ક્રાઈમના કેસ સતત વધી રહ્યા છે. દરરોજ સાયબર ક્રાઇમ કરીને ગુનેગારો કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને પોલીસ અધિકારીઓ સુધી કોઈ આનાથી સુરક્ષિત નથી. આવો જ એક કિસ્સો પુણેથી સામે આવ્યો છે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલ સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. તેણે QR કોડ સ્કેન કર્યો અને થોડી જ વારમાં તેઓની સાથે 2 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. જેને પગલે પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત બની છે.

વાત જાણે એમ છે કે પુણે નજીકના સાસવડના એક પોલીસ કર્મચારીએ બેકરીમાં QR કોડ સ્કેન કરીને બિલ ચૂકવ્યું હતું. થોડા સમય બાદ તેને મેસેજ મળ્યો કે તેના સેવિંગ એકાઉન્ટમાંથી 18,755 રૂપિયા ઉપાડી લીધા બાદ જાણવા મળ્યું કે તેમના સેલેરી એકાઉન્ટમાંથી પણ 12,250 રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયું હતું. વધુ માં ગોલ્ડ લોન એકાઉન્ટમાંથી પણ રૂ. 1.9 લાખના ટ્રાન્ઝેક્શન માટે OTP આવ્યો હતો. જો કે તેઓએ આ OTP કોઈની સાથે શેર કર્યો ન હતો. તેમ છતાં ટ્રાન્ઝેક્શન પૂર્ણ થતાં કુલ 2.2 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.
છેતરપિંડી કરનારા અહીંથી ન અટક્યા અને તેઓએ ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસકર્મીએ સમય સૂચકતા વાપરી તરત જ પોતાનું એકાઉન્ટ બ્લોક કરી દેતા વધુ છેતરપિંડીથી બચવા પામ્યો હતો. જ્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે , છેતરપિંડી કરનારે માલવેર ધરાવતી એપીકે ફાઇલ દ્વારા અલગ-અલગ એકાઉન્ટ એક્સેસ કર્યા હતા.

સાયબર ક્રાઈમથી બચવા શું કરવું જોઈએ

જ્યારે તમે કોઈ દુકાન કે મોલ અન્ય ખાવા પીવાની જગ્યા પર પૈસા ની ચુકવણી કરવાની હોય ત્યારે આપણે QR કોડ સ્કેન કરી પૈસા ની ચુકવણી કરતાં હોય છે. જો કે ફ્રોડ થી બચવા QR કોડ સ્કેન કરી પહેલા રીસીવરનું નામ અને અન્ય માહિતી ચકાસી લેવી . સાથે સાથે શંકાસ્પદ લોકો અને સ્થળોએ QR કોડ સ્કેન કરશો નહીં. તેમજ ટેક્સ્ટ મેસેજ, વોટ્સએપ અથવા સોશિયલ મીડિયામાંથી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. જેના કારણે તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબત એ છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે હંમેશા અધિકૃત એપ્સનો ઉપયોગ કરો અને તેને ફક્ત Google Play Store અને Apple App Stores જેવા વિશ્વસનીય સ્ટોર્સ પરથી જ ડાઉનલોડ કરો.
બધી બાબતો ની સાથે તુરંત સાયબર ક્રાઇમ નો પણ સંપર્ક કરવો .

 

BY SHWETA BARANDA ON JANUARY 8, 2025

City Updates

Share
Published by
City Updates

Recent Posts

લવયાપા રિવ્યૂ: આજની પેઢીની રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર લવ સ્ટોરી

આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં…

3 days ago

વડોદરાના પાણી સમસ્યાના નિરાકરણ માટે પાલિકાના બજેટમાં નવા આયોજનો!

વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું 'પાણી'! બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર…

3 days ago

પાનનો રસિલો ઇતિહાસ પરંપરા, આયુર્વેદ અને સાંસ્કૃતિક મહત્વ

- રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન બનારસવાલા,…

3 days ago

સમયના વહેણમાં બદલાયા કાંકરિયાના રૂપરંગ

પહેલાં આવો હતો કાંકરિયાનો નઝારો હૌજ-એ-કુતુબ તરીકે પ્રસિદ્ધ હતું આ તળાવ.આજની પેઢીને અગાઉનું કાંકરિયા કેવું…

5 days ago

વડોદરામાં પાર્કિંગ સમસ્યાનો ઉકેલ? ‘પ્લોટ પાર્કિંગ’ પોલિસી કેટલા પાણીમાં!

શિરદર્દ 'પાર્કિંગ' સમસ્યાનો 'તોડ' પ્લોટ પાર્કિંગ? 'પ્લોટ પાર્કિંગ' પોલીસી કેટલી કારગત નવડશે?બજેટમાં વિવિધ વિસ્તારોમાં 19…

5 days ago

કોમન સિવિલ કોડ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના…

6 days ago