Categories: Magazine

વિદાય લેતા વર્ષ 2024: ગમખ્વાર માર્ગ અકસ્માતોની સૌથી મોટી ઘટનાઓ

વિદાય લેતા વર્ષ 2024માં ગમખ્વાર અકસ્માતોની વણઝારો

વિદાય લેતા વર્ષ 2024 સાથે લોકો વર્ષ 2025 ને આવકારવા થનગની રહ્યા છે. ત્યારે વર્ષ 2024 દરમ્યાન અનેક સુખ દુઃખની ઘટનાઓ ઘટી છે. જેમાં ખાસ કરીને અકસ્માતોનું પ્રમાણ નોંધપાત્ર રહેતા ચિંતા જગાવી છે. ભારતમાં દર વર્ષે એક લાખથી વધુ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. દરરોજ આશરે એક હજારથી વધુ અકસ્માત થાય છે. દેશમાં અકસ્માતોની વાત કરીએ તો, 2024નું વર્ષ પણ ગોઝારું સાબિત થયું હતું. વર્ષ 2024 દરમ્યાન અનેક અકસ્માતોમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. તો ઘણા અકસ્માતમાં કાયમી ખોડ ખાંપણ ગ્રસ્ત બન્યા છે. છાશવારે અકસ્માતની ઘટનાઓએ લોકોમાં ભય પેદા કર્યો હતો.

જયપુર અગ્નિકાંડ : ટેન્કર-ટ્રક અથડાતા 14 ભડથું

વિદાય લેતા વર્ષ 2024 દરમિયાન, રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર 21 ડિસેમ્બરે વહેલી સવારે એક એલપીજી ટેન્કર ટ્રક સાથે અથાડાતા ભયાનક આગના ગોળા સર્જાયા હતા, જેમાં 14 લોકોનાં મોત થયા હતા અને ૩૫થી વધુ લોકો ઘાયલ થયા હતા , આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ગણતરીની મિનિટોમાં ૪૦થી વધુ વાહનો ખાખ થઈ ગયા અને ઊડતા પક્ષી પણ મોતને ભેટયાં. ધુમ્મસથી અંધકારભર્યા વાતાવરણમાં એક એલપીજી ટેન્કર યુ-ટર્ન લઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં એલપીજી ટેન્કરના આઉટલેટ નોઝલને નુકસાન થતાં ગેસ લીક થયો હતો અને આગ ફાટી નીકળી હતી.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 10ના મોત

એપ્રિલ મહિના દરમ્યાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો . જેમાં 10 લોકોના મોત થયા હતા . પાર્ક ટ્રેલર પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી કાર તેની સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી.

 

ત્રાપજ અકસ્માતમાં 6ના મોત

ડિસેમ્બર મહિના દરમ્યાન ભાવનગરના ત્રાપજ નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો . વહેલી સવારે રોડની સાઇડમાં રેતી ભરેલા ડમ્પરમાં લક્ઝરી બસ ઘૂસી જતાં 6 લોકોના મોત થયા અને 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા .

રાજસ્થાનમાં બસ પુલ સાથે અથડાતા 12ના મોત

ઓક્ટોમ્બર મહિના દરમ્યાન રાજસ્થાનના સીકરમાં એક ખાનગી બસ પુલ સાથે અથડાતા દર્દનાક અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માતમાં બસમાં સવાર 12 લોકોના મોતની પુષ્ટી થઈ હતી . અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .

 

દ્વારકામાં બે બસ અને બાઇક વચ્ચે ટક્કરમાં 8 ના મોત

સપ્ટેમ્બર મહિના દરમ્યાન દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગાય અને આખલાને બચાવવા જતાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. જ્યાં બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કરમાં 8 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

 

પૂંછમાં સેનાના વાહનને અકસ્માત નડતા 5 સૈનિકોના મોત

ડિસેમ્બર મહિના દરમ્યાન પૂંછ જિલ્લાના મેંધર સબ-ડિવિઝનના માનકોટ સેક્ટરના બલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 18 જવાનો સવાર હતા.

ઝારખંડમાં બસ પલટી જતાં 7 ના મોત

 

નવેમ્બર મહિના દરમ્યાન ઝારખંડના હજારીબાગ જિલ્લામાં કોલકાતાથી પટના જઈ રહેલી એક ખાનગી બસ બેકાબૂ થઈ ખાડામાં પલટી ગઈ. આ અકસ્માતમાં સાત લોકોના મોત અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા .

ઝારખંડમાં ટ્રેન અડફેટમાં 12 લોકો કચડાઈ મર્યાં

મહિના દરમ્યાન ઝારખંડના જામતારામાં ટ્રેનની અડફેટે આવતા 12 લોકોના મોત થયા હતા. ટ્રેનમાં આગની જાણ થતાં જ મુસાફરો કૂદી પડતા સામે ટ્રેન આવી રહી હોય દુર્ઘટના સર્જાઈ હતી.

જૂનાગઢ હાઈવે અકસ્માતમાં 7ના મોત

ડિસેમ્બર મહિના દરમ્યાન વેરાવળ – જૂનાગઢ હાઈવે પરના ભંડુરી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો . બે કાર સામ સામે અથડાતા 7 ના મોત થયા હતા . મૃતકોમાં 5 વિદ્યાર્થીઓ હતા જે શાળા એ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા.

પંજાબમાં બસ નાળામાં પડતા 8ના મોત, 21 ઘાયલ

ડિસેમ્બર મહિના દરમ્યાન પંજાબના ભટિંડામાં એક સર્જાયેલ બસ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. બસ તલવંડી સાબોથી ભટિંડા શહેર જઈ રહી હતી.

City Updates

Share
Published by
City Updates

Recent Posts

વિશ્વાસ્થા: ગુજરાતી ફિલ્મની નવી રિ-રીલીઝ, પ્રેમ અને વિશ્વાસની અનોખી કથા

જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…

4 days ago

વડોદરાનું રમણીય તળાવ “સુરસાગર”

  સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી   વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…

5 days ago

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય…

7 days ago

ત્રિવેણી સંગમનું પવિત્ર જળ અને નારાયણ સરોવર મહાકુંભ સ્નાન

રેવા નીરમાં ભળ્યું હવે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મહાકુંભ ન ગયા પણ નારાયણ સરોવરમાં સ્નાન…

7 days ago

અમદાવાદનો 614મો જન્મદિવસ: ઇતિહાસ, વિકાસ અને શ્રેષ્ઠ 10 સ્થળો

હેપ્પી બર્થડે અમદાવાદ તમારું-મારું આપણું આ શહેર અમદાવાદ.આજે અમદાવાદનો 614 મો જન્મદિવસ. ગુજરાતનું પહેલું હેરિટેજ…

1 week ago

દેશની અડધી વસતી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું

શિવના શરણે શ્રદ્ધાનો મહાસાગર, મહાકુંભનું આજે સમાપન. શ્રદ્ધાળુઓના આ મહાસાગરે તમામ કુંભમેળાના રેકોર્ડ તોડ્યા.દેશ-વિદેશમાંથી 65…

1 week ago