માત્ર પુષ્કર જ નહીં, બિકાનેરમાં પણ વાર્ષિક કેમલ ફેસ્ટિવલ જાન્યુઆરીમાં યોજાશે
જો તમે ફક્ત પુષ્કરના જ ઉંટોના મેળા એટલે કે કેમલ ફેર વિશે જ સાંભળ્યું હશે. પણ રાજસ્થાન નું એક એવું શહેર જે ઐતિહાસિક લિસ્ટમાં આવે છે તેનું નામ છે બિકાનેર. રેગિસ્તાન વચ્ચે આવેલું આ શહેર પોતાની સમૃદ્ધિ સાંસ્કૃતિક વિરાસત, ભવ્ય કળા અને સ્વાદિષ્ટ વ્યંજનોની સાથે અહિ યોજાતા કેમલ ફેસ્ટિવલ માટે પણ જાણીતું છે. જી હા ! અહિયાં પણ યોજાય છે પુષ્કર જેવો ઊંટોનો મેળો
1488 સદીમાં રાવ બીકા દ્વારા સ્થાપિત બીકાનેર શહેર વાર્ષિક બિકાનેર કેમલ ફેસ્ટિવલની મેજબાની કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બિકાનેરમાં કેમલ ફેસ્ટિવલ 11 અને 12 જાન્યુઆરીના રોજ યોજાશે. આ પહેલ પર્યટન વિભાગ, રાજસ્થાન સરકાર દ્વારા કરવામાં આવે છે.
દર વર્ષે આ મેળામાં દુર દુરથી લોકો આવતા હોય છે. તેમાંય ખાસ દેશ વિદેશ થી પર્યટકો ની જમાવડો જામતો હોય છે. દર વર્ષે ધામધૂમથી ઉજવાતા આ ઉત્સવનું સેન્ટર પોઇન્ટ એટલે કે મુખ્ય કેન્દ્ર ઉંટ છે. તે આ શાનદાર જાનવરના પ્રજનન, પાલન અને પ્રશિક્ષણને પ્રોત્સાહન આપે છે. અહીં થતી ભવ્ય ઉજવણી અને પુષ્કરમાં થતા ઉત્સવથી જરાય ઓછી નથી હોતી. દર વર્ષે હજારો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટકો આ મેળાની મુલાકાત લેવા માટે આવે છે. તો જો તમે પણ રાજસ્થાન જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો કેમલ ફેસ્ટિવલમાં જવાનું ચુકતાં નહિ.
અહિ “ કેમલ ફેસ્ટિવલ 2025 “ અંતર્ગત 11 અને 12 જાન્યુઆરી ના રોજ યોજાનાર આ ફેસ્ટિવલ માં રંગીન કપડામાં સજાવેલા ઉંટોના એક ભવ્ય સરઘસ સાથે થાય છે. પરંપરાગત આભૂષણ જેવા કે ઝાંઝર અને હારની સાથે ઉંટોને તૈયાર કરવામાં આવે છે. જેમાં ઊંટ ની સુંદરતા ઓર નિખરે છે. અહિયાં ઉંટની ડાન્સ સ્પર્ધા સૌથી લોકપ્રિય છે. હા ! અહિયાં ઊંટ તમને સંગીતના તાલે ઝૂમતા દેખાશે. જે માટે તેઓને ખાસ ટ્રેનીગ આપવામાં આવી હોય છે. ઉંટોના પ્રદર્શન બાદ રાજસ્થાની લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન શરુ થઇ જાય છે. જેમાં ખાસ રાજસ્થાન નો પ્રખ્યાત ઘૂમર નૃત્ય ને જોવાનો લ્હાવો પણ આહલાદક હોય છે.
તમે માત્ર વિવિધ “રણ” પ્રવૃત્તિઓના આનંદની સાથે આ પ્રદેશના સ્થાનિક ભોજનનો સ્વાદ પણ માણી શકો છો. મહત્વનું છે કે અહીંના વ્યંજનોમાં બહુ ઓછું પાણી વાપરવામાં આવે છે. વાનગીઓ મુખ્યત્વે દૂધ અને છાશ પર આધાર રાખે છે જેમાં દાળ અને કઠોળ જેવા સાંગરિયા અને કેરનો ઉપયોગ થાય છે. અહીંની મીઠાઈઓ અને ચા પણ ઊંટના દૂધમાંથી જ બને છે! એટલે કદાચ ચા શોખીનોને કદાચ સારી ન લાગે . પરંતુ જે છે એની પણ મઝા કઈક અનેરી જ હોય છે. ખરું ને !
બીજા દિવસે ટગ ઓફ વોર, વોટર પોટ રેસ, પાઘડી બાંધવી, પરંપરાગત કુસ્તી અને કબડ્ડી મેચો જેવી પણ ઘણી સ્પર્ધાઓ યોજાય છે જેમાં સ્થાનિકો તેમજ મુલાકાતીઓ ભાગ લઈ શકે છે. અને અંતે, આતશબાજીના જાદુઈ પ્રદર્શન સાથે તહેવાર સમાપ્ત થાય છે.
By Shweta Baranda on January 3, 2025
Be First to Comment