બાયોગેસ પ્લાન્ટ :ગ્રીન વેસ્ટમાંથી બાયોગેસ, ફર્ટિલાઈઝર બનાવતું ગુજરાતનું પ્રથમ વડોદરા APMC માર્કેટ
ગ્રીન વેસ્ટમાંથી કેન્ટીનની લાઈટ, સ્ટ્રીટ્ લાઈટ કાર્યરત
વડોદરા એપીએમસી માર્કેટ દ્વારા છેલ્લાં 12 વર્ષથી શાકભાજીના ગ્રીન વેસ્ટમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. ઉપરાંત તેમાંથી નીકળતાં કચરાંને પ્રોસસ કરી લિક્વિડ તેમજ પાઉડર ફોર્મમાં ફર્ટિલાઈઝર બનાવવામાં આવે છે. ભારત અને ગુજરાતમાં આ પ્રકારની ઉમદા પહેલ સૌ પ્રથમ વડોદરા એપીએમસી માર્કેટ દ્વારા કરાઈ હતી. તે બાદ સુરત અને અમદાવાદ એપીએમસી માર્કેટ દ્વારા પણ આ પહેલને અનુસરવામાં આવી છે.
અમે દુકાનદારોને વેસ્ટ સેગ્નિગેશનની તાલીમ આપી હોવાથી તેઓ કોઈપણ શાકભાજીનો જથ્થો ખરાબ થવા લાગે તો અમને ઈન્ફોર્મ કરે છે અને અમારા માણસો તે લઈને પ્લાન્ટ પર આવે છે. વેસ્ટમાંથી પ્લાસ્ટિક છૂટું પાડી તેને ક્રેશરમાં પાણી સાથે મિકસ કરી સ્લરી બનાવાય છે. ત્યારબાદ તેને ડાઈજેસ્ટરમાં નાંખી તેના પર વિવિધ બાયો કેમિકલ પ્રોસેસ કરાય છે. જેમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. જેને સ્ટોર કરવા અમારી પાસે 3 ટેન્ક છે. જેની કુલ ક્ષમતા 8 ટનની છે અને શાકભાજી કશ કરવા 2 ક્રશર છે. વળી, આ 3 ટેન્ક ભરાઈ ગયાં બાદ જે એકસ્ટ્રા ગેસ બચે છે, તેને પણ અમે 100 કયૂબિક મીટરના બલૂનમાં સ્ટોર કરી લઈએ છીએ.
શુભાંક ટાકલકરે ઉમેર્યું કે, બાયોગેસ પ્લાન્ટમાંથી જે વેસ્ટ નીકળે છે, તેની સ્લરીમાં 8 થી 10% સોલિડ કોન્ટેન્ટ હોય છે. જેને છુટું પાડી તેમાં જરુરી એન્ગઝાઈમ અને બેક્ટેરિયા ભેળવી પાઉડર ફોર્મમાં ફર્ટિલાઈઝર બનાવાય છે. જ્યારે સ્લરીમાંથી જે બાયો વોટર બચે છે. તેને પ્રોસેસ કરી તેમાંથી લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅલ બનાવાય છે. જે જમીનની ગુણવત્તા જાળવી રાખવામાં મદદ કરે છે અને જમીનને પોચી રાખે છે. ફર્ટિલાઈઝર બનાવવાનો ફોર્મ્યુલા કૃષિ સાયન્ટિસ્ટ દ્વારા તૈયાર કરાયેલો છે. વળી, અમે પેકેજિંગમાં પણ ખુબ ધ્યાન રાખીએ છે, જેની થેલીમાં લાઈનર મૂકીએ છે, જેથી ખાતરની અંદરનું ભેજ જળવાઈ રહે છે. જ્યારે લિક્વિડ ફર્ટિલાઈઝર બોટલમાં પેક કરાય છે.
BY KALPESH MAKWANA ON DECEMBER 30, 2024
પ્રાકૃતિક કૃષિ એટલે ઓછા ખર્ચે વધુ ઉપજ પહેલા 20 વીઘામાં 35 ટન જામફળનું પણ ઉત્પાદન…
નગરપાલિકા મહાનગર પાલિકા બનતા અનેક ફાયદા ગુજરાત સરકારે 9 નવી મહાનગરપાલિકાઓ બનાવવા માટે સૈદ્ધાંતિક…
મેલબોર્નમાં નિતિશ કુમારના રન સાથે આવ્યું લાગણીઓનું ઘોડાપુર! 'સંઘર્ષ'નો 'હર્ષ' નાદ' નીતિશ કુમાર રેડ્ડીની સદી…
વિદાય લેતા વર્ષ 2024માં ગમખ્વાર અકસ્માતોની વણઝારો વિદાય લેતા વર્ષ 2024 સાથે લોકો વર્ષ 2025…
રાષ્ટ્રીય શોકનો મતલબ શું હોય છે, તેમાં શું-શું બદલાઈ જાય છે ? પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન…
'હજારો જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી' સંસદમાં શાયરના અંદાજમાં વિરોધીઓને જવાબ આપી ચૂપ કરાવતા!…