Categories: Magazine

બજેટ 2025: માધ્યમ વર્ગ માટે રાહત, કૃષિ અને MSME પર ફોકસ

બજેટ 2025 – ‘મોદીનો ‘માસ્ટર સ્ટોક’

મધ્યમ વર્ગ પર વરસી લક્ષ્મી કૃપા…વર્ષે લગભગ 70 હજારનો ટેક્સ બેનિફિટ. ટેક્સ સ્લેબમાં બદલાવથી હવે 12 લાખ સુધીની આવકમાં કોઈ ટેક્સ નહીં!

 

કૃષિ વિકાસ માટે ધન ધાન્ય યોજના

જેનો ઘણા સમયથી ઈંતેજાર હતો તે દેશનું બજેટ આજે આવી ગયું,આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના બજેટને સંસદમાં રજુ કરી લગભગ 30 કરોડથી પણ વધુ મિડલ ક્લાસ પરિવારોને ખુશ ખુશાલ કરી દીધા હતા,આજે સંસદમાં મોદી સરકાર 3.0નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 8મી વખત રજૂ કર્યું હતું બિહારના મધુબની પેઇન્ટિંગ સાડી પહેરી તેમને બજેટ ભાષણ શરૂઆત કરી હતી અને મોદી 3.0નું બજેટ રજુ કરવામાં આવ્યું હતું જેમાં અનેક રાહતો અને સવલતોની જાહેરાત કરવામાં આવી છે,મોદી સરકારે આ બજેટમાં મધ્યમ વર્ગ પર માતા લક્ષ્મીજીની કૃપા વરસાવી હતી.બજેટ 2025ના ઈન્કમટેક્સમાં જબરજસ્ત રાહત આપી હતી,ટેક્સ સ્લેબમાં બદલાવથી હવે 12 લાખ સુધીની આવકમાં કોઈ ટેક્સ નહીંની જાહેરાતથી મિડલ વર્ગની ફેમેલીને વર્ષે 70 હજારનો ફાયદો થવાની શક્યતા છે.મધ્યમ વર્ગને મળનારો આ ફાયદો ઐતિહાસિક મનાય છે,12 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીંની ઘોષણા પ્રધાનમંત્રી મોદીનો ‘માસ્ટર સ્ટોક’ મનાય છે.

આજરોજ રજુ કરવામાં આવેલ બજેટમાં ઇતિહાસમાં પહેલીવાર બજેટમાં સૌથી મોટી રાહત ઈન્ક્મટેક્સમાં જાહેર કરાઈ છે, બજેટમાં 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહિ તેવી જાહેરાત કરવામાં આવી છે,આ સાથે 12 થી 15 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ,16 થી 20 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ તેમજ 24 લાખ સુધીની આવક પર 25 ટકા અને 24 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ લેવાશે.આ બજેટથી મિડલ ક્લાસ વર્ગને લગભગ વર્ષે 70 હજારથી વધુનો ફાયદો થશે તેમ માનવામાં આવે છે આ રાહતથી આવનારા દિવસોમાં માર્કેટમાં પણ રોટેશન વધશે જેનો સીધો ફાયદો દેશની ઈકોનોમીને થઇ શકે છે.નોકરિયાત વર્ગને પણ આ જાહેરાતથી ખુબ ફાયદો થઇ રહ્યો છે. પગારદારોને 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે,એટલે 12.75 લાખ સુધીની આવક પર તેમને કોઈ ટેક્સ લાગશે નહીં.આમ 12 લાખ સુધીની આવકમાં કોઈ ટેક્સ નહીંની જાહેરાતને સૌ કોઈ આવકારી રહ્યું છે,આ ઉપરાંત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા નવા આવકવેરા બિલની પણ જાહેરાત કરવામાં આવી છે આ નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે સાંસદમાં મુકવામાં આવશે.

નવી ટેક્સ સ્લેબ

વાર્ષિક આવક (₹) ટેક્સ દર (%)

0 – 4,00,000 0% (કોઈ ટેક્સ નહીં)
4,00,001 – 8,00,000 5%
8,00,001 – 12,00,000 10%
12,00,001 – 16,00,000 15%
16,00,001 – 20,00,000 20%
20,00,001 – 24,00,000 25%

નોંધ-રિબેટ મળવાથી 12લાખ સુધીની આવક પર ટેક્સ જ નહીં લાગે

બજેટથી તમારા ખિસ્સાને શું અસર ?

આજરોજ સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજુ કર્યું હતું જેમાં અનેક ઉત્પાદનો પરની બેઝિક ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. જેની અસર ઉત્પાદનોની કિંમતો પર પણ થશે.બજેટમાં તેમણે મધ્યમ વર્ગ,ખેડૂતો અને ટેક્સપેયર્સ અનેકો ઘોષણાઓ કરી છે,ત્યારે જાણીયે બજેટથી તમારા ખિસ્સામાં શું અસર થશે શું સસ્તું થયું અને શું મોંઘું થયું? નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજુ કરવામાં આવેલ બજેટમાં શું થયું સસ્તું અને શું મોંઘુ થયું તેના પર નજર નાખીયે તો ગત બજેટ કરતા આ બજેટમાં વધુ આઇટમો સસ્તી થઇ છે.

શું થયું સસ્તું..

-મોબાઈલ ફોન
-કેમેરા
-મોબાઈલ બેટરી
-LED અને LCD ટીવી
-37 કેન્સર જેવી ગંભીર દવાઓ
-EV કાર
-કપડાનો સામાન
-મેડિકલ ઇક્વિપમેન્ટ્સ
-લેધર જેકેટ, જૂતાં, બૂટ, પર્સ
-હેન્ડલૂમ કપડા
-જહાજોના નિર્માણમાં કામ આવતો કાચા માલસામાન

શું મોંઘું થયું?

ઇન્ટરએક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે ફેબ્રિક

બજેટમાં ‘GYAN’ પર ફોક્સ

લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ ભાષણ સાથે દેશનું બજેટ રજુ કરાયું હતું આ બજેટમાં પ્રધાનમંત્રીના માર્ગદર્શનની છબી ઉપસી આવી છે.બજેટમાં ‘GYAN’ પર ફોકસ દેખાય છે એટલે સવાલ થાય જે આ GYANનો અર્થ શું? GYANનો અર્થ એટલે ગરીબ,યુવા,અન્નદાતા અને નારી શક્તિ.નાણાંમંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે,10 વર્ષમાં અમે બહુમુખી વિકાસ કર્યો છે.આ બજેટ 2025 ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત છે. આ ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાઓની આકાંક્ષાઓનું બજેટ છે. આ જ્ઞાન (ગરીબ,યુવા,અન્નદાતા અને નારી શક્તિ)નું બજેટ છે.

PM ધન ધાન્ય કૃષિ યોજના

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પોતાનું 8મુ અને નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું બીજું બજેટ રજૂ કર્યુ છે.બજેટમાં નાણામંત્રીએ PM ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી.આ યોજનામાં 100 જિલ્લામાં શરુ કરવામાં આવશે,આ યોજનાથી ફળો અને શાકભાજી સહિત આવશ્યક ખાદ્ય ચીજોની ઉપલબ્ધતા અને સુલભતા વધારવા માટે એક વ્યાપક કાર્યક્રમ છે,આ યોજનાથી સુનિશ્ચિત કરી શકાય કે બહેતર પોષણનો લાભ વસ્તીના વિશાળ વર્ગ સુધી પહોંચે!

MSME સેક્ટર અને સ્ટાર્ટઅપને ગિયરઅપ કરવા પર ભાર

આ બજેટમાં દેશના યુવાનો પર ખાસ ફોક્સ કરવામાં આવ્યું છે.નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ જોવા મળી રહ્યો છે બજેટમાં MSME પર પણ ખુબ ફોક્સ કરવામાં આવ્યું છે.સુક્ષ્મ ઉદ્યોગો માટે કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. જેની મર્યાદા પાંચ લાખ રૂપિયા હશે. પ્રથમ વર્ષે આવા 10 લાખ કાર્ડ આપવામાં આવશે. જેનાથી મોંઘી લોન પર નિર્ભરતા ઘટશે.એમએસએમઈની સંખ્યા એક કરોડ છે અને તેમાં 5.7 કરોડ લોકો જોડાયેલા છે. જે ભારતને વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં મદદ કરશે. MSME વર્ગીકરણ માટે રોકાણની મર્યાદા 2.5 ગણી વધારવામાં આવશે. ઉપરાંત ટર્નઓવર મર્યાદા બે ગણી કરાશે, બીજીતરફ સ્ટાર્ટઅપ ક્રેડિટ ગેરંટી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે જેનાથી સ્ટાર્ટઅપ માટે મોટી તક ઉભી થશે,તેમજ વિકાસ અને યુવાનો માટે રોજગારીનું સર્જન વધશે,તો રમકડા ઉદ્યોગ માટે ખાસ પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષણ – આરોગ્યમાં રોકાણ પર ધ્યાન

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં રોકાણને લઈને મોટી જાહેરાત કરી છે.યુવાનોમાં જિજ્ઞાસા, નવીનતા અને વૈજ્ઞાનિક વિચારને પ્રોત્સાહન આપવા માટે આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવામાં આવશે.આ ઉપરાંત, ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડવામાં આવશે,તો 500 કરોડના ખર્ચે શિક્ષણ માટે AI સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત દેશમાં આઈઆઈટીની સંખ્યા પણ વધારવામાં આવશે. આગામી 5 વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં 75 હજાર બેઠકો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

બજેટથી મોદી સરકારના પોલિટિકલ પાવરને બૂસ્ટઅપ મળશે?

આજરોજ મોદી સરકારનું બજેટ આવ્યું છે આ દેશનું બજેટ લોકોને ખુશ કરી રહ્યું છે.ખાસ કરીને ઇન્કમટેક્સમાં ભરી છૂટથી મધ્યમ વર્ગ ખુશીથી ઝૂમી રહ્યો છે,લગભગ વર્ષે 70 હજારની બચતથી વષોથી પીડા સહન કરી રહેલા આ વર્ગને મોટી રાહત થશે અને એટલે જ બજેટને સામાન્ય લોકો પણ ખુબ આવકારી રહ્યા છે,જોકે આ બજેટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોલિટિકલ પાવર પણ વધશે તેમ મનાય છે.240 બેઠકો ભાજપે જીતી હતી ત્યારે વિપક્ષ આ સરકાર લાબું નહિ ટકે તેવા મેણાં મારતો હતો જોકે 1 વર્ષમાં એક પછી એક ચૂંટણી જીતી મોદીએ પાવર ગેમમાં વિપક્ષોને વિખુટા પાડવામાં સફળતા મેળવી હતી,ત્યારે આજનું બજેટને જો પોલિટિકલ ચશ્માથી પણ જોઈએ તો બજેટ મોદી સરકારના પોલિટિકલ પાવરને બૂસ્ટઅપ આપનારું સાબિત થશે? આ બજેટથી પોલિટિકલી પણ ભાજપને ભારપુર બેનિફિટ મળે તેવું જાણકારો મને છે તો દિલ્હીની વર્તમાન ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ જામી શકે છે જયારે આગામી બિહાર ચૂંટણીમાં પણ ભાજપ અને એનડીએને આ બજેટથી ફાયદો થઇ શકે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

દેશનું પહેલું બજેટ ભારતમાં નહીં લંડનમાં રજુ થયું હતું

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજુ કરેલું બજેટની ચાર્ટરફા ચર્ચા છે ખાસ કરી ઈન્ક્મટેક્સમાં મળેલી છૂટના ચારેકોર વખાણ થઇ રહ્યા છે,દેશનું બજેટ ભારતને વિકસિત ભારત તરફ લઇ જવા માટે હોવાનું પણ દાવો કરવામાં આવે છે એટલે બજેટની તાકતા કેટલી હોય છે તે જોઈ શકાય છે ત્યારે બજેટની શરૂઆત કયારથી થઇ છે તેના પર નજર નાખીયે તો બ્રિટિશ શાસન દરમિયાન બજેટ પ્રથા શરૂ થઈ હતી.ભારતનું પહેલું બજેટ આઝાદી પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ બજેટ દિલ્હીમાં નહીં પરંતુ લંડનમાં રજૂ કરવામાં આવ્યું હતું.ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સ્કોટિશ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સન દ્વારા બ્રિટિશ ક્રાઉને બજેટ રજૂ કર્યું હતું, જે તે સમયે ભારતના સચિવ તરીકે ઓળખાતા હતા.

BY DIPAK KATIYA ON 01  FEBRUARY, 2025

City Updates

Share
Published by
City Updates

Recent Posts

દેવા ફિલ્મ રિવ્યૂ: શાહિદ કપૂર અને પૂજા હેગડેની એક્શન-થ્રિલર વિક્રમ

ફિલ્મ રિવ્યુ : શાહિદ કપૂર અભિનીત ફિલ્મ “દેવા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં દેવા ફિલ્મ…

6 hours ago

વડોદરા મનપાના અનેક પ્રોજેક્ટ પડી ભાંગ્યા, તો ઘણા વર્ષોથી કાગળ પર!

  પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ, પ્રોજેક્ટ પૂર્ણ થતા મેન્ટેનન્સનો અભાવ નુકસાનકારક   અનેક આવાસ યોજના…

7 hours ago

‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ માટે 1200 કરોડ ખર્ચાશે!

વડોદરાને પૂરથી બચાવવા 'બજેટ' બન્યું! ચોમાસા પહેલા 'વિશ્વામિત્રી પ્રોજેક્ટ' પૂર્ણ કરવાનો પડકાર! વિશ્વામિત્રી પૂરની ભયાનકતા…

9 hours ago

ફાયરકર્મીઓને વધારાના કામનું ભારણ, ફાયર સ્ટેશનો, વાહનો ,કર્મીઓ અપૂરતા

વડોદરાના ફાયરખાતાની વેદના 04 લાખની વસ્તીએ 432 કર્મચારીઓ હતા, હવે 23 લાખ સામે માત્ર 300…

1 day ago

‘બજેટ ના બ્રિજ’ કાગળમાંથી ક્યારે જમીન પર ઉતરશે ?

રેલવે ગરનાળા નજીકથી કાલાઘોડા થઇ જેલરોડ સુધી 300 કરોડના બ્રિજની જાહેરાત શું હવા હવાઈ જેવી…

2 days ago

વડોદરાનું 2025-26 માટેનું 6200 કરોડનું બજેટ!

વડોદરાનું આ વર્ષનું બજેટ 6200 કરોડ! મ્યુ.કમિશનરે સૂચિત બજેટ સ્થાયીમાં રજુ કર્યું.વડોદરામાથે કરદરનો બોજ નાખી…

4 days ago