પર્યાવરણમાં પક્ષીઓનું મહત્વ લોકોને સમજાય અને આજની પેઢી પક્ષીઓની રંગબેરંગી દુનિયા નિહાળે તેવા ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય કલાકાર સંજીવની અવિનાશ ચૌધરી તથા ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી સહયોગથી વડોદરામાં ‘કાર્નિવલ ઑફ બર્ડ્સ’ ચિત્રકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું આવતીકાલથી શરૂઆત થઈ રહી છે,વડોદરાને કીર્તિમંદિર ખાતે ત્રિ-દિવસીય ‘કાર્નિવલ ઑફ બર્ડ્સ’ જોવાનો અનેરો અવસર મળી રહ્યો છે,જ્યાં ચિત્રો કૃતિઓના માધ્યમથી પક્ષીઓની રંગબેરંગી દુનિયાને નિહાળવા મળી શકે છે.
‘કાર્નિવલ ઑફ બર્ડ્સ’નો પ્રદર્શનનો મુખ્ય હેતુ પર્યાવરણમાં અને સ્વચ્છતા માટે પક્ષીઓનું મહત્વ લોકો ને સમજાય તથા વિલુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિ વિશે લોકો જાગૃત કરવાનો છે. આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલ તમામ બેનમૂન ચિત્રાકૃતીઓમાં પક્ષીઓના રંગને હૂબહૂ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વધુમાં આ ચિત્રોની વિશેષતા એ છે કે તેને પહેલા ડિજિટલ ક્રિએટિવ આર્ટ માં તૈયાર કર્યાબાદ વોટર કલર થકી કેનવાસ પર એક્રેલીક રંગોના ઉપયોગ કરીને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આવતીકાલે ‘કાર્નિવલ ઑફ બર્ડ્સ’ પ્રદર્શનનું ઉદઘાટન કરવમાં આવશે જેમાં મુખ્ય અતિથિ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સ્વલેશ્વરકર અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહેનાર છે. વડોદરાના કલાપ્રેમી લોકોને આ પ્રદર્શનની અચૂક મુલાકાત કરવામાં માટે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા કલાકાર સંજીવની ચૌધરી દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
BY DIPAK KATIYA ON JANUARY 03, 2025
આ વર્ષની થીમ છે 'ઝડપથી કામ કરવું' એટલે ઝડપથી સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ ની…
- નદીની વહન ક્ષમતા વધારવા પ્રથમ તબક્કે 65.52 લાખનો ખર્ચ વડોદરા શહેરમાં આવેલ વિનાશક…
હીટ સ્ટ્રોક વધવાની શક્યતાથી સરકાર સજ્જ બની રહી છે! ગુજરાત સહીત 13 રાજયોમાં તાપમાન નોર્મલથી…
વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જય પ્રકાશ સોનીની નિમણુંક. પ્રદેશ ભાજપની 41 શહેર-જિલ્લાના પ્રમુખોની જાહેરાત.…
જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…
સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…