પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ, પ્રોજેક્ટ પૂર્ણ થતા મેન્ટેનન્સનો અભાવ નુકસાનકારક
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિકાસ અને નગરજનોની સુવિધા તથા સુરક્ષા માટે વિવિધ વિકાસ – સુવિધાલક્ષી કામો આયોજન હેઠળ લેવાય છે. જે સફળ થતા શહેરના વિકાસને વેગ મળે છે. જેમકે, સિંધરોટ પાણી પ્રોજેક્ટ, જનમહલ બસ ટર્મિનલ, નવા ફાયર સ્ટેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નવી કચેરીઓ, બાગ- બગીચા, તળાવોના બેટીફીકેશન, લાલબાગ, અટલ, ફતેગંજ સહિતના બ્રિજ, ડ્રેનેજ પ્રોજેક્ટ, પહોળા રસ્તાઓ, નવી કચેરીઓ સહિત અસંખ્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. બજેટની જાહેરાતમાં હાથ ધરાતા મહત્વના ઘણા પ્રોજેક્ટ વર્ષોથી ચોપડા ઉપર દોડી રહ્યા છે. તો અનેક પ્રોજેક્ટ પડતા મુકાયા છે સાથે કેટલાક પ્રોજેક્ટ નિષ્ફળ જતા જનતાના નાણાનો વેડફાટ પણ થયો છે. જેથી અમે અહીં પાછલા સાત વર્ષ દરમિયાન બજેટમાં રજૂ થયેલા મહત્વના વિષયો ઉપર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે. આપને જણાવી દઈએ કે, ભૂતકાળના બજેટોમાં મોટા ઉપાડે જનતાની સુવિધા સુરક્ષા માટેના નિત નવા આયોજન દર્શાવી પ્રસિદ્ધિ મેળવતા નેતાઓ અને અધિકારીઓ ઘણા પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં નિષ્ફળ પણ નીવડ્યા છે. દીપક ઓપન એર થિયેટર, આજવા રોડ રાત્રી બજાર, છાણી પ્રવેશ દ્વાર દુકાનો અને રાત્રિ બજાર, સાયકલ ટ્રેકો, ટુરિસ્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ જેવા અનેક પ્રોજેક્ટો પાછળ ખર્ચ માથે પડ્યો છે. જ્યારે ઇ .આર. પી, સ્કાડા , સફારી પાર્ક, એચ.એમ.આઇ. એસ., બ્રીજો, વિશ્વામિત્રી શુદ્ધિકરણ જેવા અનેક પ્રોજેક્ટ કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ હજુ લોક સુવિધા માટે સંપૂર્ણપણે ઉપયોગી બની શક્યા નથી. અને પાણીના મીટર , 24 કલાક પાણી, ફાયર સ્ટેશન, ઈલેક્ટ્રીક વાહનો અને ચાર્જિંગ સ્ટેશન સહિતના અનેક પ્રોજેક્ટ વર્ષોથી કાગળ પર દોડી રહ્યા છે.
– સાત વર્ષમાં બજેટ 3554 કરોડથી વધી 6200 કરોડ થયું
*વર્ષ 2019 – 20 દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ 3554 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.
*વર્ષ 2020-21 દરમિયાન મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયએ 3770 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.
*વર્ષ 2021 -22 દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી. એ 3804 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.
*વર્ષ 2022 – 23 દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર ચાંદની અગ્રવાલ એ 3841 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.
*વર્ષ 2023 -24 દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ 4761 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.
*વર્ષ 2024- 25 દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ 5523 કરોડ નું બજેટ રજૂ કર્યું હતું.
*વર્ષ 2025 -26 સંદર્ભનું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ 6200 કરોડનું બજેટ રજૂ કર્યું છે.
– પાછલા સાત વર્ષના બજેટ ઉપર પ્રકાશ પાડતા મહત્વની કડીઓ હાથે લાગી
* વર્ષ 2019 -20ના બજેટ ઉપર પ્રકાશ
* વર્ષ 2020 -21ના બજેટ ઉપર પ્રકાશ
* વર્ષ 2021 -22ના બજેટ ઉપર પ્રકાશ
વર્ષ 2021 -22 દરમિયાન રજૂ થયેલ બજેટમાં 1 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલયમાં સિક્યુરિટી વોચ ટાવર, કારેલીબાગ ગોવિંદ નગર ખાતે બાયોડાઇવર્સિટી પાર્ક, વડોદરા રેલ્વે સ્ટેશન સામે લેન્ડસ્કેપ આયલેન્ડ સહિતના આયોજન હતા.
* વર્ષ 2022 -23ના બજેટ ઉપર પ્રકાશ
વર્ષ 2022 -23 દરમિયાન રજૂ થયેલ બજેટમાં 4 -4કરોડના ખર્ચે બદામડી બાગ અને વેમાલી ખાતે નવું ફાયર સ્ટેશન, ઈલેક્ટ્રીક વાહનો માટેના 4 ચાર્જિંગ સ્ટેશન, બાયો કલ્ચર ડાઈવર્સિટી પાર્ક, 29 કરોડના ખર્ચે ઇ આર પી પ્રોજેક્ટ સહિતના આયોજન હતા.
* વર્ષ 2023 -24ના બજેટ ઉપર પ્રકાશ
* વર્ષ 2024 -25ના બજેટ ઉપર પ્રકાશ
– વર્ષ 2025 -26ના બજેટ ઉપર પ્રકાશ
– અનેક અધૂરા પ્રોજેક્ટ વચ્ચે નવા આયોજનની ગેરંટી છે ખરી ?
એચ.એમ.આઇ.એસ એન્ડ હેલ્થ સીટી કાર્ડ, સ્માર્ટવોટર ઓડિટ , સફારી પાર્ક પાછલા 7 વર્ષથી આયોજન હેઠળ રહ્યા છે. તેવી જ રીતે 6 વર્ષથી કેટલાક બ્રિજ, નવી આર્ટ ગેલેરી , નવા ફાયર સ્ટેશન ગોકળગતિએ ચાલી રહ્યા છે. 5 વર્ષથી બાયોડાઇવર્સિટી પાર્ક, લેન્ડસ્કેપ આયલેન્ડ જેવા આયોજનો રહ્યા છે. 4 વર્ષથી ઈલેક્ટ્રીક વાહનો, ચાર્જિંગ સ્ટેશન, ઇ આર પી પ્રોજેક્ટ પૂર્ણ થઇ રહ્યા નથી. 3 વર્ષથી વડોદરા ઇન્ટરનેશનલ કલ્ચરલ સેન્ટર અને હેરિટેજ સ્ક્વેર, ટ્રાન્સીટ ઓરિએન્ટેડ કોરિડોરનું આયોજન છે. 2 વર્ષથી સ્કાડા પ્રોજેક્ટ , ન્યાય મંદિર, લાલ કોર્ટ મ્યુઝિયમ , યોગ સ્ટુડીયો આયોજન હેઠળ છે. મહત્વનું છે કે, આવા અનેક પ્રોજેક્ટ પૂર્ણ થઇ શક્યા નથી ત્યારે આ વર્ષે મહાત્મા ગાંધી નગર ગૃહ તોડી નવું બનાવવું ,અનગઢ ખાતે નવો પાણી સ્ત્રોત, અલકાપુરી, કાલાઘોડા થઈ જેલ રોડ સુધી બ્રિજ, 5 નવા ફાયર સ્ટેશન, વિશ્વામિત્રી નદી પુર નિયંત્રણ અને નિવારણ કમિટીના એક્શન પ્લાનનું અમલીકરણ, 8 પાણીની ટાંકી તોડી નવી બનાવવી , 19 પ્લોટ પાર્કિંગ માટે આરક્ષિત સહિતના આયોજન સફળ થશે ? અને સફળ થશે તો ક્યારે? તેવો સવાલ લોકમુખે ચર્ચામાં છે.
નોંધ : વડોદરા કોર્પોરેશન સાથે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વિવિધ ગ્રાન્ટોનો ઉપયોગ વિવિધ પ્રોજેક્ટના ખર્ચ પાછળ થતો હોય છે.
BY KALPESH MAKWANA ON FEBRUARY 01, 2025
ફિલ્મ રિવ્યુ : શાહિદ કપૂર અભિનીત ફિલ્મ “દેવા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં દેવા ફિલ્મ…
બજેટ 2025 - 'મોદીનો 'માસ્ટર સ્ટોક' મધ્યમ વર્ગ પર વરસી લક્ષ્મી કૃપા...વર્ષે લગભગ 70 હજારનો…
વડોદરાને પૂરથી બચાવવા 'બજેટ' બન્યું! ચોમાસા પહેલા 'વિશ્વામિત્રી પ્રોજેક્ટ' પૂર્ણ કરવાનો પડકાર! વિશ્વામિત્રી પૂરની ભયાનકતા…
વડોદરાના ફાયરખાતાની વેદના 04 લાખની વસ્તીએ 432 કર્મચારીઓ હતા, હવે 23 લાખ સામે માત્ર 300…
રેલવે ગરનાળા નજીકથી કાલાઘોડા થઇ જેલરોડ સુધી 300 કરોડના બ્રિજની જાહેરાત શું હવા હવાઈ જેવી…
વડોદરાનું આ વર્ષનું બજેટ 6200 કરોડ! મ્યુ.કમિશનરે સૂચિત બજેટ સ્થાયીમાં રજુ કર્યું.વડોદરામાથે કરદરનો બોજ નાખી…