ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત કરાયા
સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં હાલ જે ગેરકાયદે દબાણો હોય તેને દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ખાસ કરીને , ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર પણ ખૂબ વિશાળ છે. ત્યાંથી પણ જે રીતે ઘૂસણખોરી થઈ રહી છે તેને અટકાવવા માટે પણ હાલ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. આ બધા વિષયોને ધ્યાને લઈને દ્વારકા જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે.
દ્વારકા અને જામનગરમાં સંયુક્ત રીતે 35 ટાપુ આવેલા છે. હાલ દ્વારકા ના 23 ટાપુઓ પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દ્વારકાનો આ વિસ્તાર બોર્ડર પાસે આવેલ હોય વધુ સંવેદનશીલ છે. આ વિસ્તાર પાકિસ્તાન નજીક હોવાથી ટાપુઓની સુરક્ષા વધુ મહત્વની બની રહે છે. ગેરકાયદેસરના ધાર્મિક દબાણો અને રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવવાને લઈને કેટલાક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ,આ મામલો દેશની સુરક્ષા સાથે સંકળાયેલ હોય પ્રશાશન દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં હાથ ધરાયેલ મેગા ડિમોલિશનમાં ગત છ દિવસમાં કુલ 1.14 લાખથી વધુ ચોરસ મીટરની જેના પણ દબાણો હતા તે સરકારી જગ્યા ખુલી કરવામાં આવી છે. જે જગ્યાઓ ખુલી કરાવવામાં આવી છે તેની અંદાજિત કિંમત 60 કરોડથી વધુની છે. બેટ દ્વારકાના હનુમાન દાંડી રોડ પર અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે. બુલડોઝર એક્શનમાં 376 મકાનો 13 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 398 દબાણો દુર કરવાની કાર્યવાહી પૂર્ણ થઇ છે. પીરોટન ટાપુ સહિતના સ્થળોએથી ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી! પીકનીકની એ સફર મોતની સફર…
‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’થી ટ્રેકિંગ કરવું સરળ બન્યું 8 હજારથી વધુ બસોમાં લાઈવ…
જ્ઞાતિવાદ દેશની પ્રગતિમાં બાધારૂપ સૌથી મોટું દુષણ જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.…
કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી.ભ્રષ્ટાચારનો એક ઝાટકે છેદ ઉડાવવો શક્ય નથી ગુજરાત રાજ્ય…
ઉતરાયણના ઉત્સાહમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખજો? ચાઈનીઝ અને કાચથી પાયેલી દોરીથી…