Categories: Magazine

શહેરના ફૂટપાથ પર લારીઓ-ગલ્લા અને પાર્કિંગની સમસ્યા: કાયમી ઉકેલ ક્યારે?

આ કડાકૂટનો કાયમી અંત ક્યારે ?

માપદંડ વગરના સ્પીડ બ્રેકર માફકના ફૂટપાથ અનેક સમસ્યા માટે કારણભૂત.રાહદારીઓને ફૂટપાથ અને વાહનચાલકોને રસ્તા ખુલ્લા ક્યારે મળશે.

આજે આપણું ગુજરાત રાજ્ય દેશમાં ઝડપી પ્રગતિ કરતુ રાજ્ય બન્યું છે. વિકસતા ગુજરાતની ચર્ચા માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ છે. જો કે, રાજ્યમાં હજુ કેટલાક મુદ્દા વિકાસ ગતિને ડોલાવતા રહે છે. અહીં આપણે વાત કરીશું..લારી ગલ્લાની કડાકૂટ વિષે. રાજ્યના વિકાસમાં સિંહફાળો આપતા મોટા શહેરોમાં હાલ લારી,ગલ્લા,પાથરણાની માથાકૂટો પોલીસ અને પાલિકાઓનો કિંમતી સમય વેડફી રહ્યા છે. તો સાથે નાગરિકોને પણ પ્રતિદિનની આ હાડમારી વેઠવા સિવાય વિકલ્પ નજરે ચડતો નથી. આપને જણાવી દઈએ કે, લારી,ગલ્લા,પાથરણા ઉપર એક મોટો વર્ગ જીવન નિર્વાહ કરી રહ્યો છે. અહીં વાત માત્ર કડાકૂટનો કાયમી અંત ક્યારે આવશે તેની છે.

ફુટપાથ શોધ્યે ન જડે તેવી પરિસ્થિતિ સર્જાઈ

દિવસ-રાત સતત દોડતા આ શહેરોમાં નગરજનોની સુરક્ષાનો પ્રશ્ન પણ જટિલ હોય છે. જેથી ચિંતિત રાજ્ય સરકાર સાથે સંકળાયેલ સ્વાયત સંસ્થાઓ સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી પગલાં યુદ્ધના ધોરણે ભરે છે. ખાસ કરીને, અકસ્માતથી મોતને ભેટનારના ચિંતાજનક આંકડા વિચારવા પર મજબુર કરે છે. ત્યારે શહેરોમાં દોડતા વાહનોથી નગરજનોને સુરક્ષા આપવા મુખ્ય માર્ગો ઉપર ફૂટપાથની વ્યવસ્થા ઉભી કરાય છે. જેની ઉપર રાહદારીઓને સુરક્ષા મહેસુસ થઇ શકે. પરંતુ ,આજે ખુદ પ્રશાશનના યોગ્ય આયોજનના અભાવે શહેરોના ફૂટપાથ ઉપર લારી,ગલ્લા,પાથરણાનું દબાણ થઇ જતા લોકોને ચાલવા માટે ફૂટપાથ ન મળતા છાશવારે નાના -મોટા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં પણ પાછું આજે વિસ્તાર સાથે માનવ વસ્તીમાં વધારો થતા શહેરોમાં સૌથી વિકટ સમસ્યા પાર્કિંગની ઉભી થઇ છે. તો, ફૂટપાથ ઉપર જ વાહનોના પાર્કિંગ કરાવી દેતા ઘણી જગ્યાએ ફુટપાથ શોધ્યે પણ ન જડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

સુવિધા – સુરક્ષાની વાત આવે એટલે હાથ ઊંચા

ફૂટપાથ ઉપર લારી ગલ્લાના દબાણો તથા પાર્કિંગના કારણે સ્થાનિક રહીશો અને દબાણકર્તાઓ વચ્ચે અવારનવાર કકળાટ સર્જાતો રહે છે. ફૂટપાથ ઉપર આવા દબાણો અને ત્યાં પહોંચેલ ગ્રાહકોના મુખ્ય માર્ગ ઉપર વાહનો પાર્ક થતા વાહન ચાલકો માટે પણ આફત બન્યા છે. તો, ઘણા સ્થળે તો, જાણે પોતાની માલિકીની જમીન હોય તેમ ટેબલ, ખુરશી, શેડ સહિતના દબાણો ઉભા કરી દેતા હોય છે. મુખ્ય માર્ગો પર ભરાતા બજારો પણ સંકટમાં વધારો કરે છે. તો, બીજીતરફ, ઓછી મહેકમ સાથે સારો દેખાવનો પ્રયાસ કરતી પોલીસ – પાલિકા દિવસ રાત આમાં ગુચવાયેલ રહેતા કિંમતી સમયનો વ્યય કરવા મજબુર બન્યા છે. આ પરિસ્થિતિ માટે તેઓ પણ પોતાની જવાબદારી માંથી છટકી ન શકે. આજે પાર્કિંગ સ્પેસ નજરઅંદાજ કરી પાલિકાઓએ ઉંચી ઈમારતોને બાંધકામના પરવાના આપી દેતા મુખ્ય માર્ગ ઉપર પાર્કિંગ થઇ રહ્યા છે તે પણ એક સત્ય છે. જયારે લારી ગલ્લા માટે પણ સ્ટ્રીટ વેન્ડર પોલિસી લટકાવી રાખી સમસ્યામાં વધારો કરાયો છે. વેરો બાકી પડે એટલે પાલિકા સીલ કરવા મીણીયું લઇ પહોંચી જાય, રસ્તાની બાજુએ વાહન રાખતા જ ટોઇંગ માટે ક્રેન આવી પહોંચે. જયારે માર્ગ ઉપર નગરજનોની સુવિધા – સુરક્ષાની વાત આવે એટલે બંનેના હાથ ઊંચા થઇ જવાના પણ કિસ્સા છે. આજે શહેરોમાં જેમ માપદંડ વગરના સ્પીડ બ્રેકર અકસ્માત સર્જી રહ્યા છે તેમ ચોક્કસ નીતિ નિયમ વગરના ફૂટપાથ પણ અનેક સમસ્યા માટે કારણભૂત બન્યા છે.

કોઈની રોજી રોટી સાથે કોઈનું જીવન પણ અમૂલ્ય

અહીં કેટલાક લોકો પણ ઓછા નથી , મુખ્ય માર્ગ ઉપર પોતાનું મકાન અથવા દુકાન હોય એટલે વગર મહેનતે સરકારી જગ્યામાં ભાડું ખાવા લારી – ગલ્લા મુકવા દેતા હોય છે. પાલિકા સ્ટ્રીટ વેન્ડર પોલીસી અંતર્ગત લારી ગલ્લા ધારકોને પ્લોટ ફાળવે તો વેપારીઓ ત્યાં જવા તૈયાર થતા નથી. પોતે જ્યાં સેટ થયા છે અથવા રહેણાંક વિસ્તારમાં વચ્ચોવચ્ચ જગ્યાની માંગણી કરતા વિષય અટવાયેલ રહે છે. પરિણામે વર્ષો વીતવા છતાં આજે પણ સમસ્યા યથાવત છે. વેપારીઓની રોજી રોટી સાથે રાહદારી અને વાહનચાલકોની સુરક્ષા જળવાય તે પણ જરૂરી છે. માર્ગો પર આજે લારી – ગલ્લા તથા પાર્કિંગનો જમાવડો વધતા લોકોની જ સુવિધા અને સુરક્ષા માટે જરૂરી પોલીસીનું તાત્કાલિક ધોરણે અમલીકરણ જરૂરી છે. હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં સ્ટ્રીટ વેંડર પોલિસી અમલીકરણ હેતુ આગળ ધપી રહી છે. પરંતુ પોલિસીના અમલીકરણથી સમસ્યાનો અંત આવશે કે પરિસ્થિતિ યથાવત રહેશે તે પણ એક કડવો સવાલ છે.

BY KALPESH MAKWANA ON 28 JANUARY, 2025

City Updates

Share
Published by
City Updates

Recent Posts

વિશ્વાસ્થા: ગુજરાતી ફિલ્મની નવી રિ-રીલીઝ, પ્રેમ અને વિશ્વાસની અનોખી કથા

જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…

2 days ago

વડોદરાનું રમણીય તળાવ “સુરસાગર”

  સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી   વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…

3 days ago

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય…

5 days ago

ત્રિવેણી સંગમનું પવિત્ર જળ અને નારાયણ સરોવર મહાકુંભ સ્નાન

રેવા નીરમાં ભળ્યું હવે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મહાકુંભ ન ગયા પણ નારાયણ સરોવરમાં સ્નાન…

5 days ago

અમદાવાદનો 614મો જન્મદિવસ: ઇતિહાસ, વિકાસ અને શ્રેષ્ઠ 10 સ્થળો

હેપ્પી બર્થડે અમદાવાદ તમારું-મારું આપણું આ શહેર અમદાવાદ.આજે અમદાવાદનો 614 મો જન્મદિવસ. ગુજરાતનું પહેલું હેરિટેજ…

6 days ago

દેશની અડધી વસતી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું

શિવના શરણે શ્રદ્ધાનો મહાસાગર, મહાકુંભનું આજે સમાપન. શ્રદ્ધાળુઓના આ મહાસાગરે તમામ કુંભમેળાના રેકોર્ડ તોડ્યા.દેશ-વિદેશમાંથી 65…

6 days ago