Categories: Magazine

મુસાફર કૃપયા ધ્યાન દે…તમારી બસ ક્યાં છે તે હવે આગળીના ટેરવે જાણો

‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’થી ટ્રેકિંગ કરવું સરળ બન્યું

 

8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમમાં સમાવવામાં આવી.7.5 લાખ કરતા વધુ મુસાફરો ‘બસ ક્યાં’ તે જાણી રહ્યા છે!

ટેક્નોલોજીનો દરેક ક્ષેત્રમાં ઉપયોગ વધતા લોકોની સુવિધાઓમાં પણ વધારો થઇ રહ્યો છે,રેલવેની જેમ બસ સેવાઓને પણ આધુનિક બનવાવમાં આવી રહી છે ગુજરાતમાં બસ સેવાનો લાખો લોકો ઉપયોગ કરે છે.ગુજરાતમાં એસટી સુવિધા લાખો મુસાફરો માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ રહી છે,હાલમાં બસની મુસાફરીમાં પણ ઓનલાઇન બુકીંગ વધ્યું છે.એવામાં બસના ટ્રેકીંગની ખાસ ફેસેલિટીની શરૂઆત ગુજરાત એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે,હજારો મુસાફરોને એક સ્થળથી બીજા સ્થળ પર લાવવા લઇ જવા અને હજારો મુસાફરોને તેના ગંતવ્ય સ્થાન પર સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવા ગુજરાતનું એસ.ટી વિભાગ સતત પ્રત્યનશીલ બન્યું છે અને એ માટે આધુનિક ટેક્નોલોજીનો પણ ઝડપભેર ઉપયોગકરવામાં આવી રહ્યો છે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એસ.ટી નિગમમાં અનેક પરિવર્તન કરી મુસાફરોને અનેક સુવધાઓ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે,ટાયરે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ શરૂ કરવામાં આવી છે જે મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે,ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં આ લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે,જેનો ગુજરાતના 7.5 લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે.આ ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’થી મુસાફરો બસ છે ક્યારે ડેપો પોહોંચેં તે જાણી શકે છે.

— PNR No.ની મદદથી બસનું લાઈવ લોકેશન જાણી શકાય

રેલવે ની જેમ જ GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા બસ ના PNR No.ની મદદથી બસનું લાઈવ લોકેશન જોઈ શકે છે.એપ્લિકેશનમાં મુસાફરે બેસવા અને ઉતારવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઈવ લોકેશન મેળવે છે. મહિલા અને વયોવૃદ્ધ મુસાફર એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્યો દ્વારા બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી બસનો પહોંચવાનો સમય જાણી તેમને પીકઅપ માટે ઘણી સરળતા રહે છે. આ એપ્લિકેશન મારફતે મુસાફરો બસનું લાઈવ લોકેશન જાણી બસ સ્ટેશન પર પહોચવાનું યોગ્ય આયોજન કરી પોતાના સમયની બચત પણ કરી શકે છે.

— આ સુવિધા અસરકારક બની રહી છે

બસોમાં મુસાફરી કરતા મુસાફરોને બસનું લાઈવ લોકેશન મળી રહે તેમજ પરિવહન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે, GSRTC દ્વારા GSRTC Live Tracking Android અને iOS મોબાઇલ એપ્લિકેશન મુસાફરોની સેવામાં કાર્યરત છે, જેમાં ૭.૧૯ લાખ મુસાફરો GSRTC Live Android Application તેમજ ૪૧ હજારથી વધુ મુસાફરો દ્વારા GSRTC Live iOS Applicationનો ઉપયોગ કરી રહ્યા છે

City Updates

Share
Published by
City Updates

Recent Posts

જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.

જ્ઞાતિવાદ દેશની પ્રગતિમાં બાધારૂપ સૌથી મોટું દુષણ જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.…

9 hours ago

કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી

કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી.ભ્રષ્ટાચારનો એક ઝાટકે છેદ ઉડાવવો શક્ય નથી ગુજરાત રાજ્ય…

6 days ago

ઉતરાયણના ઉત્સાહમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખજો?

ઉતરાયણના ઉત્સાહમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખજો? ચાઈનીઝ અને કાચથી પાયેલી દોરીથી…

6 days ago

ગુજરાત સરકારની ‘મારી યોજના’ પોર્ટલ: 680 યોજનાઓની માહિતી

આંગળીના ટેરેવે 680 સરકારી યોજનાની મેળવો માહિતી આ અહેવાલ ખુબ ઉપયોગી બની રહે તેમ છે…

1 week ago

ડિજિટલ ઇન્ડિયા : યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુ

ડિજિટલ ઇન્ડિયા : યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુ માત્ર એક ક્લિક ઉપર ઘરઆંગણે જ મળશે…

1 week ago

ટાંગલિયા કળાને નવજીવન: આત્મનિર્ભરતાની દિશામાં એક નવી રાહ

ટાંગલિયા કળાને નવજીવન: આત્મનિર્ભરતાની દિશામાં એક નવી રાહ ગુજરાતએ હસ્તકળાઓનો સમૃદ્ધ વારસો ધરાવતું રાજ્ય છે.…

1 week ago