#trending

ગુજરાત ભાજપમાં ભાંજગડ વચ્ચે ચૂંટણીનું નાટક

ગુજરાત ભાજપમાં ભાંજગડ વચ્ચે ચૂંટણીનું નાટક !

ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયામાં શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી . વડોદરા, સુરત, અમદાવાદ સહિતના શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે. આ ચૂંટણીમાં કોઈ વય મર્યાદા રાખવામાં ન આવતાં કાર્યકર્તા અને આગેવાનોમાં હાશકારો વર્તાયો છે. અને ઉત્સાહભેર અનેક જૂના જોગીઓ, વર્તમાન હોદ્દેદારો અને યુવા ચહેરાઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ખાસ કરીને , વિવાદિત આગેવાનો પણ મેદાને હોય અંદરોઅંદર કચવાટ પણ જોવા મળ્યો હતો.

ચૂંટણી અધિકારી દ્વારા દાવેદારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. સંકલન બેઠકમાં ચર્ચા કરી પ્રદેશ હાઇકમાન્ડમાં રિપોર્ટ રજૂ કરાયો છે. હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રિપોર્ટ રજુ કરી “મારો તે વ્હાલો ” પ્રમુખની પસંદગી થશે તેવું જાણવા મળે છે. હાલ હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ થઇ ગયું છે. શહેર દીઠ અંદાજે 50 અને જિલ્લા દીઠ 30 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી . ત્યારે આ તમાંમ ચહેરાઓમાંથી કોઈને પ્રમુખ બનાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ ચહેરાની પસંદગી કરવામાં આવે છે એ આવનારો સમય જ બતાવશે. જો કે, દાવેદારી ન કરી હોય પરંતુ પાર્ટી ને એવું લાગે કે આ વ્યક્તિ યોગ્ય છે તો પાર્ટી એને હોદ્દો આપે છે. અને આ પ્રક્રિયાનો એક ભાગ જણાવી છટકબારી રાખવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં ભાજપ દ્વારા વોર્ડ – બુથ પ્રમુખોની નિમણુંક દરમ્યાન નિરીક્ષક સાથે ચૂંટણી અધિકારી હાજર રહ્યા હતા. પરંતુ, પ્રમુખોની નિમણૂક માટે માત્ર ચૂંટણી અધિકારી જ હાજર રહ્યા હોય નિરીક્ષકોની ગેરહાજરી આંખે ઉડી વળગી છે. અહીં નવાઈની વાત એ છે કે, આ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયાનું નામોનિશાન નથી. અને માત્ર ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. અને બીજીતરફ કાર્યકર્તાઓ પ્રમુખની પસંદગી માટે મતદાન પ્રક્રિયા થાય તેવી આશ લગાવી બેઠા છે. જો કે, મતદાન થશે નહીં તેવી સ્પષ્ટતા પણ મોવળી મંડળ તરફથી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. શહેર જિલ્લાના પ્રમુખોની નિમણુંક બાદ ભાજપ દ્વારા નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરાશે.

ભાજપે મહાનગર અને જિલ્લા ભાજપે નકકી કરેલા માપદંડો મુજબ, પ્રમુખ પદના ઉમેદવાર બે વખત સક્રિય સભ્ય હોવા જોઇએ, મંડલ અધ્યક્ષ, અથવા જિલ્લા પ્રદેશ સ્તરે કે મોરચા- પ્રકલ્પમાં કામ કરેલ હોવું જોઇએ, જિલ્લા પ્રમુખ તરીકે મહીલાનો સમાવેશ કરી શકાશે, પરિવારમાં એક વ્યકિત એક હોદાનો નિયમ લાગુ પડશે, બે વખત જિલ્લા પ્રમુખ રહ્યા હોય તેને રિપીટ કરાશે નહીં, પ્રમુખ બનવા ઇચ્છુક વ્યકિત કોઇપણ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલ હોવા જોઇએ નહીં તેમજ ચારિત્રયની બાબતમાં કોઇ કેસ થયેલ હોવો જોઇએ નહીં તેમજ પાર્ટી દ્વારા સસ્પેન્ડ થયેલ વ્યક્તિ પ્રમુખ પદની દાવેદારી કરી શકશે નહીં. માપદંડ મુજબ અન્ય પક્ષોમાંથી ભાજપમાં આવેલા માટે પણ દરવાજા બંધ થવા સાથે હોદો ધરાવતા પરિવારની બીજી વ્યકિતને પણ પ્રમુખ પદ મળી શકશે નહીં.

કોઈ પણ રાજકીય પક્ષ હોય તેનો આધાર કાર્યકર્તાઓ રહે છે. જે પક્ષના આદેશનું પાલન કરવા અને કરાવવા દિવસ- રાત દોડતા રહે છે. અને ખરા સમયે જ પાયાના કાર્યકર્તાઓને નજર અંદાજ કરાયા હોવાના પણ અનેક કિસ્સા છે. હાલ શહેર અને જિલ્લાના પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હોય ત્યારે મતદાન પ્રક્રિયા થવી જોઈએ તેવી કાર્યકર્તાઓએ ઈચ્છા જગાવી છે. પરંતુ, મતદાન પ્રક્રિયાના અભાવે “મારો તે વ્હાલો” નીતિ અપનાવી પ્રમુખની નિમણુંક થાય તેવી ભીતિએ ભારે ફરી એક વખત કાર્યકર્તાઓમાં કચવાટ જોવા મળ્યો છે.

BY KALPESH MAKWANA ON 8 JANUARY 2025

City Updates

Recent Posts

પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરતા પહેલા સાવધાન

પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરતા પહેલા સાવધાન દેશમાં સાયબર ક્રાઈમના કેસ સતત વધી રહ્યા…

22 hours ago

અયોધ્યામાં રામમંદિરના ફોટા ખેંચવા માટે ખૂફીયા કેમેરાનો ઉપયોગ!

અયોધ્યામાં રામમંદિરના ફોટા ખૂફિયા કેમેરામાં કેદ કરતો હતો વડોદરાનો યુવાન અને પછી..! ઉત્તરપ્રદેશમાં એક તરફ…

1 day ago

વડોદરા ભાજપ પ્રમુખ: આ દેખે જરા કિસમે કિતના હૈ દમ?

 વડોદરા ભાજપ પ્રમુખ :બે ની લડાઈમાં ત્રીજો ફાવી શકે છે? વડોદરા શહેરમાં ચાલતા આંતરિક જૂથવાદ…

1 day ago

‘કાર્નિવલ ઑફ બર્ડ્સ’ એક અનોખું પક્ષી ચિત્રોનું પ્રદર્શન

'કાર્નિવલ ઑફ બર્ડ્સ' એક અનોખું પક્ષી ચિત્રોનું પ્રદર્શન પક્ષીપ્રેમીઓને આ કલા મોહિત કરી દેશે.કીર્તિમંદિર ખાતે…

6 days ago

બીકાનેર કેમલ ફેસ્ટિવલ 2025: રાજસ્થાની સંસ્કૃતિનો રોમાંચક મેળાવડો

માત્ર પુષ્કર જ નહીં, બિકાનેરમાં પણ વાર્ષિક કેમલ ફેસ્ટિવલ જાન્યુઆરીમાં યોજાશે જો તમે ફક્ત પુષ્કરના…

6 days ago

સાયબર ફ્રોડના દૃષ્ટિકોણથી નવું વર્ષ વધુ પડકારજનક બની શકે છે

સાયબર ફ્રોડના દૃષ્ટિકોણથી નવું વર્ષ વધુ પડકારજનક સાયબર સ્કેમર્સ દરરોજ નવી નવી રીતોથી લોકો સાથે…

6 days ago