પોલીસનું ઓપરેશન પતાલલોક!
ડીજીપીના આદેશ છુટતા બિલમાં સંતાયેલાને બહાર લાવી કાયદાનો ડંડો વીંઝાશે!ગુંડારાજ વધતા પોલીસ બરાબરની સર્વિસના મોડમાં છે!
હિસ્ટ્રીશીટરોની યાદી બનાવી તાબડતોબ કાર્યવાહી જારી!
હાલ ગુજરાત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે,રાઉન્ડ ધ ક્લોક કાર્યવાહી કરતી પોલીસ હવે ગુજરાતમાંથી ગુંડાઓનો સફાયો કરવા મથામણમાં લાગી ગઈ છે,આ પાછળનું કારણ છે કે,ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખુબ કફોડી બની રહી હતી,ગુજરાતમાં ગુંડારાજ વધતા અસામાજિક તત્વો પણ બેફામ બની કાયદો વ્યવસ્થાને હાથમાં લઈ પોલીસને પડકારતા હતા ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વામણી લાગી રહી હતી જેના પુરાવારૂપે સામે વિડીયો વાયરલ થતા હતા,ગુજરાતમાં ગુંડાઓ અને અસામાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ બેફામ બની કાયદો વ્યવસ્થાનું સરેઆમ વસ્ત્રાહરણ કરતા હોવાના વિડીયો પણ છાસવારે સામે આવી રહ્યા હતા,અમદાવાદના વિડ્યો તો આખા ગુજરાતમાં જ નહીં દેશમાં ચર્ચામાં આવ્યા હતા છે,આ વીડિયોએ ગુજરાતની છબીને પણ વ્યાપક નુકશાન થયું છે,પોલીસના નાક નીચે આવા તત્વો માથે ચઢી નગ્ન હથિયારો સાથે કાયદો વ્યવસ્થાના નામે નગ્ન નાચ કરવાની હિંમત પાછળ કદાચ ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ક્રિયતા પણ જવાબદાર હોવાનું મનાય છે.ગુજરાત પોલીસની ગુંડાઓએ ફજેતી કરતા હવે પોલીસ સફાળી જાગી ઉઠી છે અને ગુંડાઓને સીધાંદૌર કરવા કાયદોનો ડંડો વીંઝવાની શરૂઆત કરી છે,ગુંડાઓના ફુલેકાઓ કાઢી જાહેરમાં દંડાવારી કરી અસામાજિકને મેસેજ આપ્યો છે કે,સુધરી જાવ નહી તો સીધા ઉભા નહીં રહી શકો!
હાલમાં તો પોલીસ ગુંડાઓને સબક શીખવાડી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસરત છે અને ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર ગુજરાતના મોટા શહેર અમદાવાદ,સુરત વડોદરા રાજકોટ સહીત અન્ય રાજ્યભરમાં અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર સપાટો બોલાવી રહી છે,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અને પોલીસ વડાની સીધી સૂચનાઓ બાદ અસામાજીક તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે,જેને પગલે અનેક બુટલેગરો બિલમાં ઘુસી ગયા છે,ત્યારે કહેવાય છે કે પોલીસે અંદરખાને ઓપરેશન પાતાલલોક ચલાવી બિલમાં ઘુસી ગયેલા,ભાગી ફરાર થઈ ગયેલા હિસ્ટ્રીશીટરો,ગુંડાઓને શોધી સીધા કરવા છેલ્લા 48 કલાકથી રાઉન્ડ ધ ક્લોક કાર્યવાહી કરી રહી છે,પોલીસ વિભાગ કોઈ કસર છોડવા માંગતું નથી,ગુંડાઓ પાતાળમાં પણ છુપાયા હશે તો શોધીને સીધા કરવા પોલીસે કમરકસી લીધી છે,પોલીસે વિવિધ ગુનાઓ,ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો તેમજ જનતામાં ભય ફેલાવનારા તત્વોને છેલ્લી વોર્નિગ આપી દીધી છે ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાત કેટલું બદલાય છે?
— ગુંડાઓને પોષતા ભ્રષ્ટ્ર પોલીસ અધિકારીઓને પણ ઠેકાણે પડવાની જરૂર!
પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાઓ બાદ હાલના દિવસો ગુજરાતના ગુંડાઓ અસામાજિક તત્વો અને પોલીસને ન ગણકારતા તત્વો માટે ખુબ ભારી હોવાનું મનાય છે,જોકે આજની આ સ્થિતિ માટે ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં ઘર કરી ગયેલ લાંચવૃત્તિ અને ભ્રષ્ટ્રાચાર પણ જવાબદાર હોવાનું મનાય છે,કેટલાક ભ્રષ્ટ્ર પોલીસ અધિકારીઓ જ ગુંડાઓ બુટલેગરો તરફથી મળતા ભરણમાં એટલા રાજી રહેતા એટલે આવા ગુંડાઓને પોષણ મળી રહ્યું જેથી હવે આ જ ગુંડાઓ પોલીસને નખોરિયાં મારી રહ્યા હોવાનું પણ કહેવાય છે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીનું ક્લીન ગુંડારાજ અભિયાનને સફળ બનાવવું હોય તો પહેલા પોલીસ બેડામાં રહેલા કેટલાક ભ્રષ્ટ્ર પોલીસ અધિકારીઓને ઠેકાણે લગાવવા જરૂરી છે,કારણકે ભ્રષ્ટ્ર પોલીસ અધિકારીઓ ક્લીન ગુંડારાજ અભિયાનમાં નડતર બની શકે છે! જોકે ગૃહરાજ્યમંત્રીએ તાજેતરમાં ભ્રષ્ટ્ર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ ચેતવણી આપી પાણીચું આપવા સુધીની ચીમકી ઉચ્ચારી છે,હવે જોવું એ છે કે,પોલીસ બેડામાંથી ભષ્ટ્રાચાર અને લાંચ કેટલી દૂર રહે છે?
— ક્લીન ગુજરાત અભિયાન દેખાડો તો નહીં બની રહે ને?
ડીજીપીએ એક્શનમાં આવી 100 કલાકમાં જ હિસ્ટ્રીશીટરોની યાદી બનાવી તાબડતોબ કાર્યવાહીને પગલે ગુનેગારો ફફડી ઉઠ્યા છે,જોકે આ પ્રયાસ દેખાડો પૂરતો ન રહી જાય કારણકે જો આવું થયું તો ફરી અસામાજિક તત્વો માથું ઉંચકતા અચકાશે નહીં!ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીનું ક્લીન ગુંડારાજ અભિયાન ચલાવ્યું છે તેને પરિણામલક્ષી બનાવવું જોઈએ.
— બુલડોઝર કાર્યવહી પણ કરાશે!
વિકાસ સહાયે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને અસામાજિક પ્રવૃત્તિને ડામવાની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની સાથે સાથે જ્યાં જરુ પડે તો કરી કાર્યવાહી પણ કરવા કહેવામાં આવ્યું છે,ત્યારે એમ કહેવાય છે કે,ગુજરાત પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવા અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર પણ બુલડોઝર કાર્યવહી કરતા અચકાશે નહિ! તેમજ ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરશે તો આવા તત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક કર્યવાહી પણ થઇ શકે છે.આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે
BY DIPAK KATIYA ON 20TH MARCH, 2025
Be First to Comment