Press "Enter" to skip to content

હરણી બોટ કાંડ પ્રથમ વરસી! ન્યાય માટે તરસતી આંખો!

 

12 બાળકોની યાદોમાં પરિવારોના આંસુ હજી સુકાતા નથી!

 

પીકનીકની એ સફર મોતની સફર બની રહી! 1 વર્ષ પછી જાડી ચામડીનું તંત્ર પરિવારની વેદના સમજી શક્યું નથી ‘એ તો જેનું છીનવાય તે જ જાણી શકે’

આજથી બરાબર એક વર્ષ પૂર્વે 18 જાન્યુઆરી, 2024ની નમતી બપોરે વડોદરામાં અત્યંત દુઃખદ કરુણાંતિકા સર્જાઈ હતી જેને વડોદરા જ નહીં આખાય ગુજરાતને હચમચાવી મૂક્યું હતું,આજના આ ગોઝારો દિવસે નમતી બપોરમાં એક સમાચાર આવ્યા હતા જેને લઇ સૌ કોઈ હતપ્રત અને સ્તબ્ધ થઇ ગયા હતા આ સમાચાર હતા હરણી લેકઝોનમાં બોટ ઉંધી વળી ગઈ અને પીકનીક મનાવવા આવેલ 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની જળસમાધીના! કઠણ કાળજાના માનવીનું પણ કાળજું કંપી ઉઠે તેવી આ દુર્ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક હરણી લેકઝોનના કોન્ટ્રાક્ટરની અને વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી જવબદાર હોવાનું સામે આવ્યું હતું,હરણી બોટકાંડમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોએ જળસમાધી લીધી હતી,આ ગોઝારી દૂર્ઘટનાની પ્રથમ વરસી છે,આજે 1 વર્ષ થયું પણ હજી બોટકાંડના ગુનેગારોને સજા નહી અને પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો તે સત્ય છે.1 વર્ષ પછી પણ જાડી ચામડીનું તંત્ર પરિવારની વેદના સમજી શક્યું નથી ત્યારે અહીં એટલું જ કહેવાય કે એ દર્દ એ પીડા અને એ વેદના ‘એ તો જેનું છીનવાય તે જ જાણી શકે’! પણ આજે 1 વર્ષે પણ 12 બાળકોના પરિવારના આંખના આસું સુકાતા નથી.આજે પણ હસતા રમતા માસુમ બાળકોની યાદો વિસરાતી નથી.

હરણી બોટ કાંડની પ્રથમ વરસીએ આજે મૃત બાળકોને યાદ કરી વડોદરાની આંખો ફરી ભીની થઇ હતી,વડોદરાએ આજનો દિવસ કાળો દિવસ તરીકે મનાવ્યો હતો,આજથી બરાબર 1 વર્ષ પહેલા 18 જાન્યુઆરીના દિવસે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઇઝ સ્કૂલ દ્વારા નાના બાળકો માટે પિકનિકનો પ્લાન કર્યો હતો.પિકનિકમાં બાળકોને હરણી લેકઝોન ખાતે લાવવામાં આવ્યા હતા,હરણી લેકઝોનમાં આવેલ એ માસુમ બાળકોને ક્યાં ખબર હતી કે મોત તેમની રાહ જોવે છે.એ બાળકોને ક્યાં ખબર હતી કે થોડા રૂપિયા કમાવવા માટે તેમના મોતનો સૌદો કરવામાં આવ્યો છે? ખીલતા ચહેરો સાથે બાળકો લેકઝોન પોહોચ્યાં હતા અને આજે તો ખુબ મજા આવશે તેવા ભાવથી માસુમ બાળકો લેકઝોનને નિહાળી રહ્યા હતા અને એક બોટમાં લેકની સફરે નીકળ્યા હતા અનેએ પળે પણ તેવો અજાણ હતા કે,આ બોટની સફર ટેવોની આખરી સફર બની રહેશે,થોડા જ દૂર ગયા અને હરણી લેકમાં બોટ જ ઉંધી વળી ગઈ!જેમાં 12 જિંદગીઓ ઘડીકભરમાં હતી ન હતી થઇ ગઈ હતી,આ દુર્ઘટના હતી કે ગંભીર બેદરકારી એ તો દુઘટનાના કલાકોમાં જ સામે આવ્યું હતું,કારણકે બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા,લાઈફ જેકેટ માત્ર ગણતરીના જ હતા.આવી દુર્ઘટના વેલાની સલામતી માટેનું કોઈ પ્રયોજન જ ન હતા, પરિણામે લેક ઝોનમાં ડૂબતા માસૂમોને બચાવી ન શક્યા,કેટલાક બાળકો સ્થાનિક લોકોની હિંમત અને મદદથી બચ્યા હતા બોટની જળસમાધી સાથે જ લેકઝોનમાં મોતની ચિચિયારીઓથી અશ્રુઓનું ઘોડાપુર આવ્યું હતું.12 માસુમ બાળકો અને 2 શિક્ષકોની જળસમાધીએ આખુંય વડોદરા સ્તભધ હતું,પરંતુ દુઃખની વાત તો એ છે કે લેકઝોનની એ ગોજારી મોતની દુર્ઘટનાની પ્રથમ વરસીએ આજે પણ માસુમ બાળકોના પરિવારોની આંખો ન્યાય માટે તરસી રહી છે,અને જાડી ચામડીના કેટલાય અધિકારીઓ હજુય ખુલ્લા ફરી રહ્યા છે.

— વાલીઓનો શ્રાપ… મરતા સમયે પાણી પણ નહીં મળે!?

વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસુમ બાળકો હરણી લેકઝોનમાં પીકનીક મનાવવા ગયા હતા ત્યારે બોટ ઉંધી વળી ગઈ હતી અને 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોએ જળસમાધી લીધી હતી,આ ગોઝારી દૂર્ઘટનાની પ્રથમ વરસી છે આજે પીડિત પરિવારજનોએ ન્યૂ સનરાઇઝ સ્કૂલ ખાતે બે મિનિટનું મૌન રાખી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.જોકે દુઃખની વાત એ હતી કે નિર્દોષ બાળકોને શ્રધાંજલી આપવા સ્કૂલના સત્તાધીશો બે મિનિટ માટે પણ બહાર આવ્યા ન હતા ત્યારે આવા પથ્થરદિલ શાળાના ટ્રસ્ટી અને સંચાલકો સામે બાળકોના વાલીઓએ બળાપો ઠલવાતા બદદુવાઓં આપી કહ્યું હતું કે,મરતા સમયે પાણી આ લોકોને પાણી નસીબ નહીં થાય!

— વળતર માટે પણ વલખા!

હરણી બોટકાંડમાં ભોગ બનનાર બાળકોના માતા-પિતા અને પરિવારજનોએ આજે બોટકાંડની પ્રથમ વરસીએ તંત્ર સામે પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.પીડિત પરિવારોએ આપજે પણ ન્યાયની ગુહાર લાગવી રહ્યા છે,તો હરણી બોટકાંડને આજે એક વર્ષ પૂર્ણ થયું પણ હજી સુધી આ દોષિતોને કોઈ નથી સજા થઇ નથી કે નથી આ પરિવારોને કોઈપણ જાતનું વળતર ચૂકવવામાં આવ્યું ! આમ તો હાઇકોર્ટે કલેકટરને સૂચનો કર્યા હતા કે આ કેસમાં તપાસ કરી મૃતક પરિવારનું વળતર નક્કી કરવું.કોર્ટે વળતર આપવાનું કહ્યું છે પણ કેટલું આપવાનું છે તે નક્કી નથી.એટલે આજદિન સુધી ભોગ બનનારાપરિવારોને કોર્પોરેશન કે કોટયાર્ક કંપનીએ કોઇ વળતર આપ્યું નથી.હરણી બોટકાંડમાં સરકાર કે પાલિકા સત્તાધીશો કોન્ટ્રાક્ટરો અને વહીવટદારોને છાવરતા હોય તેવું પણ કહેવાય છે,અલબત્ત 1 વર્ષે પણ પરિવારોને વળતર માટે વલખા મારવા પડી રહ્યા છે.

— કોંગ્રેસની ન્યાયયાત્રા

હરણી બોટકાંડ મામલે કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને હજુ આરોપીઓ સામેં કોઈ નક્કર કે કડક પગલાં લેવાયા નથી,બીજી તરફ આજે બોટકાંડની વરસીએ વડોદરા કોંગ્રેસ દ્વારા પીડિત પરીવારોને ન્યાય મળે તે ઉદેશથી ન્યાયયાત્રા કાઢવામાં આવી હતી,આ ન્યાયયાત્રા હરણી તળાવથી ખંડેરાવ માર્કેટ માર્કેટ ચાર રસ્તા સુધી યોજાઈ હતી.ન્યાયયાત્રા દરમિયાન બેનરો પોસ્ટરો સાથે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ અને ભ્રષ્ટાચારી દોષિતોને જેલ ભેગા કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસે રેલી કાઢી હતી.ન્યાયયાત્રામાં પીડિત પરિવારજનો પણ જોડાયા હતા પીડિત પરિવારમાં વહાલસોયાને ગુમાવ્યાની પીડા અને દર્દ હતું એટલે તેવો મૌન હતા તેમની આંખોમાં એ દર્દ છલકાય રહ્યું હતું. હવે જોવાનું રહ્યું કે હજુ કેટલા વર્ષો પછી ન્યાય મળે છે કે પછી ક્યારેય ન્યાય મળશે જ નહિ.

— બોટકાંડમાં સરકાર અને તંત્રની લૂલી કામગીરી સામે નારાજગી

હરણી બોટકાંડમાં કૂલ 14 લોકોના મોત થવા મામલે 21 આરોપીઓ સામે ચાર્જશીટ નોંધાઈ હતી.કોટિયા પ્રોજેકટના હાથમાં લેકનું સંચાલન હતું.બોટકાંડ દુર્ઘટનાને લઈને હોબાળો થતાં બોટ ચાલક, કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે પગલાં લેવાયાની લૂલી કામગીરી થઈ હતી.પિકનિક માટે શાળાએ બાળકોને મૂકવા ગયેલ વાલીઓને એ દિવસે ખબર નહોતી કે સાંજે તેમના મૃતદેહ ઘરે આવશે.બોટ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા ગુમાવનારા પરિવારજનો આજે શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હતા.આજે 18 જાન્યુઆરીના રોજ હરણી બોટ કાંડને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે. જેને લઈને પરિવારજનો ન્યાયની ભીખ માંગી રહ્યા છે. ક્યાં સુધી તંત્ર દ્વારા આવા કાંડ પર આંખ આડા કાન કરાશે?

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!