પીકનીકની એ સફર મોતની સફર બની રહી! 1 વર્ષ પછી જાડી ચામડીનું તંત્ર પરિવારની વેદના સમજી શક્યું નથી ‘એ તો જેનું છીનવાય તે જ જાણી શકે’
— વાલીઓનો શ્રાપ… મરતા સમયે પાણી પણ નહીં મળે!?
વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસુમ બાળકો હરણી લેકઝોનમાં પીકનીક મનાવવા ગયા હતા ત્યારે બોટ ઉંધી વળી ગઈ હતી અને 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોએ જળસમાધી લીધી હતી,આ ગોઝારી દૂર્ઘટનાની પ્રથમ વરસી છે આજે પીડિત પરિવારજનોએ ન્યૂ સનરાઇઝ સ્કૂલ ખાતે બે મિનિટનું મૌન રાખી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.જોકે દુઃખની વાત એ હતી કે નિર્દોષ બાળકોને શ્રધાંજલી આપવા સ્કૂલના સત્તાધીશો બે મિનિટ માટે પણ બહાર આવ્યા ન હતા ત્યારે આવા પથ્થરદિલ શાળાના ટ્રસ્ટી અને સંચાલકો સામે બાળકોના વાલીઓએ બળાપો ઠલવાતા બદદુવાઓં આપી કહ્યું હતું કે,મરતા સમયે પાણી આ લોકોને પાણી નસીબ નહીં થાય!
— વળતર માટે પણ વલખા!
હરણી બોટકાંડમાં ભોગ બનનાર બાળકોના માતા-પિતા અને પરિવારજનોએ આજે બોટકાંડની પ્રથમ વરસીએ તંત્ર સામે પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.પીડિત પરિવારોએ આપજે પણ ન્યાયની ગુહાર લાગવી રહ્યા છે,તો હરણી બોટકાંડને આજે એક વર્ષ પૂર્ણ થયું પણ હજી સુધી આ દોષિતોને કોઈ નથી સજા થઇ નથી કે નથી આ પરિવારોને કોઈપણ જાતનું વળતર ચૂકવવામાં આવ્યું ! આમ તો હાઇકોર્ટે કલેકટરને સૂચનો કર્યા હતા કે આ કેસમાં તપાસ કરી મૃતક પરિવારનું વળતર નક્કી કરવું.કોર્ટે વળતર આપવાનું કહ્યું છે પણ કેટલું આપવાનું છે તે નક્કી નથી.એટલે આજદિન સુધી ભોગ બનનારાપરિવારોને કોર્પોરેશન કે કોટયાર્ક કંપનીએ કોઇ વળતર આપ્યું નથી.હરણી બોટકાંડમાં સરકાર કે પાલિકા સત્તાધીશો કોન્ટ્રાક્ટરો અને વહીવટદારોને છાવરતા હોય તેવું પણ કહેવાય છે,અલબત્ત 1 વર્ષે પણ પરિવારોને વળતર માટે વલખા મારવા પડી રહ્યા છે.
— કોંગ્રેસની ન્યાયયાત્રા
હરણી બોટકાંડ મામલે કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને હજુ આરોપીઓ સામેં કોઈ નક્કર કે કડક પગલાં લેવાયા નથી,બીજી તરફ આજે બોટકાંડની વરસીએ વડોદરા કોંગ્રેસ દ્વારા પીડિત પરીવારોને ન્યાય મળે તે ઉદેશથી ન્યાયયાત્રા કાઢવામાં આવી હતી,આ ન્યાયયાત્રા હરણી તળાવથી ખંડેરાવ માર્કેટ માર્કેટ ચાર રસ્તા સુધી યોજાઈ હતી.ન્યાયયાત્રા દરમિયાન બેનરો પોસ્ટરો સાથે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ અને ભ્રષ્ટાચારી દોષિતોને જેલ ભેગા કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસે રેલી કાઢી હતી.ન્યાયયાત્રામાં પીડિત પરિવારજનો પણ જોડાયા હતા પીડિત પરિવારમાં વહાલસોયાને ગુમાવ્યાની પીડા અને દર્દ હતું એટલે તેવો મૌન હતા તેમની આંખોમાં એ દર્દ છલકાય રહ્યું હતું. હવે જોવાનું રહ્યું કે હજુ કેટલા વર્ષો પછી ન્યાય મળે છે કે પછી ક્યારેય ન્યાય મળશે જ નહિ.
— બોટકાંડમાં સરકાર અને તંત્રની લૂલી કામગીરી સામે નારાજગી
હરણી બોટકાંડમાં કૂલ 14 લોકોના મોત થવા મામલે 21 આરોપીઓ સામે ચાર્જશીટ નોંધાઈ હતી.કોટિયા પ્રોજેકટના હાથમાં લેકનું સંચાલન હતું.બોટકાંડ દુર્ઘટનાને લઈને હોબાળો થતાં બોટ ચાલક, કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે પગલાં લેવાયાની લૂલી કામગીરી થઈ હતી.પિકનિક માટે શાળાએ બાળકોને મૂકવા ગયેલ વાલીઓને એ દિવસે ખબર નહોતી કે સાંજે તેમના મૃતદેહ ઘરે આવશે.બોટ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા ગુમાવનારા પરિવારજનો આજે શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હતા.આજે 18 જાન્યુઆરીના રોજ હરણી બોટ કાંડને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે. જેને લઈને પરિવારજનો ન્યાયની ભીખ માંગી રહ્યા છે. ક્યાં સુધી તંત્ર દ્વારા આવા કાંડ પર આંખ આડા કાન કરાશે?
બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં દબાણો પર તંત્રની તવાઇ ગેરકાયદેસરના ધાર્મિક દબાણો સાથે મકાનો જમીનદોસ્ત…
‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’થી ટ્રેકિંગ કરવું સરળ બન્યું 8 હજારથી વધુ બસોમાં લાઈવ…
જ્ઞાતિવાદ દેશની પ્રગતિમાં બાધારૂપ સૌથી મોટું દુષણ જાતિવાદ સૌ કોઈ કરે છે પણ સ્વીકારતા નથી.…
કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી.ભ્રષ્ટાચારનો એક ઝાટકે છેદ ઉડાવવો શક્ય નથી ગુજરાત રાજ્ય…
ઉતરાયણના ઉત્સાહમાં કોઈની જીવાદોરી ન કપાય તેનું પણ ધ્યાન રાખજો? ચાઈનીઝ અને કાચથી પાયેલી દોરીથી…