હીટ સ્ટ્રોક વધવાની શક્યતાથી સરકાર સજ્જ બની રહી છે!
ગુજરાત સહીત 13 રાજયોમાં તાપમાન નોર્મલથી વધુ રહેવા તથા હીટવેવની ચેતવણી. તમે પણ ગરમીથી રક્ષણ માટે હમણાંથી જ તૈયારીઓ કરી રાખો!
ગુજરાતમાં શિયાળો પૂર્ણ થઈ ગયો હોય તેવી સ્થિતિ છે,જોકે, લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય રહેવાથી હાલ આકરી ગરમીનો અહેસાસ થતો નથી. પરંતુ આ વર્ષો ઉનાળો આકરો રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે.હવામાન વિભાગે માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં તાપમાનની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગેની માહિતી આપતા જણવ્યું છે કે,ગુજરાતમાં માર્ચ,એપ્રિલ અને મે એમ ત્રણ મહિના દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની સંભાવનાઓ છે.લઘુત્તમ તામાન પણ સામાન્ય કરતા ઊંચું રહેવાની સંભાવનાઓ છે,આ સાથે હીટવેવની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે,આ ઉનાળામાં હિટવેવ સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવનાઓ છે,ત્યરે નજીકના દિવસોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે પરંતુ માર્ચ મહિનાના મધ્યાહન બાદ ઉનાળો જામશે, ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે.આ વર્ષે ફેબ્રુઆરીમાં પડેલી ગરમીએ 125 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયલથી પણ વધારે રહ્યું હતું. જેના કારણે 1901 બાદ આ વર્ષે ફેબ્રુઆરી મહિનો સૌથી ગરમ રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનાથી જ ગુજરાતમાં તાપમાન સતત વધી રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધુ નોંધાયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શકયતાઓ છે. ખાસ કરીને માર્ચના બીજા સપ્તાહથી 42 ડિગ્રી સુધીનો તાપમાનનો પારો પહોંચે એવી શક્યતા છે.
— ક્યાં કેવી ગરમી પડશે..
હવામાન વિભાગે આગામી ઉનાળાની સિઝનમાં ગુજરાત સહિત દેશભરમાં કેવી ગરમી પડશે અને કેટલા દિવસો સુધી લૂ કે હિટ વેવનો સામનો કરવો પડશે તે અંગેનું પૂર્વાનુમાન જારી કરી દીધું છે.હવામાન વિભાગે જારી કરેલા પૂર્વાનુમાન મુજબ આ વખતે દેશભરમાં ઉનાળામાં ગરમી વધારે પડે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે કે તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહે તેવી શક્યતા છે.ગુજરાતમાં સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆતથી ગરમીની શરૂઆત થતી હોય છે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહથી જ રાજ્યમાં ગરમી વધવાની શરૂ થઈ ગઈ હતી.ગુજરાત સહિત દેશભરમાં હિટ વેવના દિવસોમાં પણ વધારો થવાની શક્યતા છે.ગુજરાતના કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન રહેવાની શક્યતા 50 ટકા કરતાં વધારે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ્યાં લીલો રંગ દેખાય છે ત્યાં તાપમાન સામાન્ય જેટલું જ રહે તેવું જ છે.
પૂર્વોત્તર ભારત,દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો, દક્ષિણ પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો, જ્યારે મધ્ય ભારત, ઉત્તર ભારત, પશ્ચિમ ભારત સહિત ગુજરાતના વિસ્તારોમાં આ વર્ષે વધારે દિવસો હિટ વેવ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે.
— હીટવેવ અગન દઝાડશે
આ ઉનાળામાં ગુજરાતમાં લૂની સ્થિતિ વધારે દિવસો સુધી જોવા મળી શકે છે.જ્યારે તાપમાન સામાન્ય રીતે હોવું જોઈએ તેના કરતાં અસમાન્ય રીતે ઊંચું જતું રહે ત્યારે હવામાન વિભાગ હિટ વેવની ચેતવણી જારી કરતું હોય છે.હિટ વેવની સ્થિતિમાં સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસથી 6.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધી જાય છે.આ ઉપરાંત સામાન્ય કરતાં 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધી જાય તો તેને તીવ્ર હિટ વેવ કહેવામાં આવે છે. મેદાની પ્રદેશોમાં 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન હોય અને પર્વતીય પ્રદેશોમાં 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન થાય તે બાદ જે તે વિસ્તારમાં હિટ વેવની ચેતવણી જારી કરવામાં આવતી હોય છે.ગુજરાતના કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન રહેવાની શક્યતા 50 ટકા કરતાં વધારે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ્યાં લીલો રંગ દેખાય છે ત્યાં તાપમાન સામાન્ય જેટલું જ રહે તેવું જ છે.
— હીટ સ્ટ્રોકનાં કેસો વધી શકે છે?
ભારતીય હવામાન વિભાગે ચાલૂ મહિને ગુજરાત સહીત 13 રાજયોમાં તાપમાન નોર્મલથી વધુ રહેવાની તથા લુ ફુંકાવાની ચેતવણી જારી કરી છે. આકરા તાપને કારણે હીટ સ્ટ્રોકનાં કેસો વધી શકે તેમ છે.ચાલુ વર્ષે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉતર પ્રદેશ, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, ઓડીશા, છતીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા તામીલનાડુનાં ભાગો તથા દેશનાં મોટાભાગનાં ક્ષેત્રોમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે.તેવામાં હીટ સ્ટ્રોકથી બચવા માટે આગોતરા પગલાં લેવા જરૂરી બન્યા છે.લોકોએ પણ આવનારી આકરી ગરમીથી બચવા અત્યારથી જ સજ્જ થઇ જવું પડશે.
—100માંથી 68 હોસ્પીટલોમાં પર્યાપ્ત ઈમરજન્સી વ્યવસ્થાનો અભાવ
હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉતર પ્રદેશ, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, ઓડીશા, છતીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા તામીલનાડુનાં ભાગો તથા દેશનાં મોટાભાગનાં ક્ષેત્રોમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે.અત્યાધિક ગરમી-હીટવેવની વધુ સંખ્યા રહેવાની ચેતવણી સાથે આરોગ્ય વિભાગને પણ વધુ તૈયારી રાખવા સુચવ્યુ છે. ત્યારે કેન્દ્ર સરકારનાં જળવાયું પરિવર્તન અને માનસ આરોગ્ય પર રાષ્ટ્રીય કાર્યક્રમ એજન્સી દ્વારા ગરમી-સ્વાસ્થ્ય તૈયારી વિશેનો રીપોર્ટ જારી કર્યો છે.12 એપ્રિલથી 31 જુલાઈ 2024 દરમ્યાન દેશના જુદા જુદા રાજયોની 5069 સરકારી હોસ્પીટલોમાં ગરમીનો સામનો કરવાની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષામાં એવુ બહાર આવ્યું હતું કે હીટ સ્ટ્રોકનાં કેસોમાં દર્દીઓને તત્કાળ ઠંડા કરવાના હોય છે.પરંતુ ઈમરજન્સી કુલીંગની સુવિધા માત્ર 32 ટકા હોસ્પીટલોમાં જ હોવાનું માલુમ પડયુ હતું. 68 ટકામાંથી 47 ટકા હોસ્પીટલોમાં જરૂરી નિદાન સુવિધા પણ ઉપલબ્ધ નથી. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં ગરમીની લપેટમાં આવતા લોકોને વધુ મુશ્કેલી થઈ શકે છે 74 ટકા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં એસી કે કુલર નથી.આગામી દિવસોમાં ગરમીના પ્રકોપની આશંકા વચ્ચે સ્વાસ્થ્ય સુવિધા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આવતા સપ્તાહમાં તમામ રાજયો સાથે બેઠક કરનાર છે. બેઠકનો એજન્ડા ગરમી-હીટસ્ટ્રેકની લપેટમાં આવતા લોકોને યોગ્ય સારવાર મળી શકે તેમ છે.
— માર્ચના અંતમાં મે જેવી ગરમી?
માર્ચ મહિનામાં જ ગુજરાતમાં મે મહિના જેવી અકળાવનારી ગરમીનો અનુભવ થશે.વર્ષ 2025માં અસહનીય ગરમી પડશે.આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં ત્રણ થી ચાર ડિગ્રી વધારે નોંધાશે.માર્ચમાં જ હિટેવવ જોવા મળશે અને ત્રીજા-ચોથા સપ્તાહમાં મળીને પાંચેક દિવસ હિટવેવ રહશે.સામાન્ય રીતે ઉનાળા દરમિયાન રાજ્યમાં હીટવેવના દિવસો 2 થી 6 દિવસના હોય છે. તેમજ માર્ચ મહિના દરમિયાન અડધા દિવસથી લઇ 2 દિવસ હીટવેવના રહેતાં હોય છે. રાજ્યમાં ઉનાળામાં 35 થી લઇ 75 ટકા સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા છે. જ્યારે માર્ચમાં 55 થી 75 ટકા સુધી સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે. આ વર્ષે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા 33 થી 45 ટકા હોવાનું ભારતીય હવામાન વિભાગે શુક્રવારે તેના લાંબાગાળાના પૂર્વાનૂમાનમાં જણાવ્યું હતું.
BY DIPAK KATIYA ON 6TH MARCH, 2025
Be First to Comment