Categories: Magazine

મસાનમાં ‘ભસ્મ હોળી’ કેમ રમાય છે જાણો?

આ અનોખી પરંપરા અનાદિ કાળથી ચાલતી હોવાનો દાવો.મસાન હોળી વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવી.

વિવાદો વચ્ચે ચર્ચામાં છે ચિતાની રાખથી રમાતી હોળી!

હોળી ઉત્સવને આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે,બ્રિજમાં રંગોના પર્વની ઉજવણીનો પ્રારંભ પણ થઇ ગયો છે,હોળી ઉત્સવ માત્ર ભારતમાં જ નહીં,પરંતુ વિશ્વના અનેક દેશોમાં ઉત્સાહભેર ઊજવવામાં આવે છે.વિશ્વના વિવિધ દેશોમાં વિવિધ રીતે રંગોનો પર્વ ઉજવાઈ છે,ક્યાંક નારંગી તો ક્યાંક કાદવથી લોકો એકબીજાને રંગવામાં આવતા હોય છે,મથુરા-વૃંદાવનની હોળી તો દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં લાડુ માર, લઠ્ઠમાર અને ફૂલથી હોળી રમવામાં આવે છે પણ આ સિવાય કાશીની હોળી પણ ખૂબ પ્રખ્યાત છે કારણ કે ત્યાં મસાન હોળી ઉજવાય છે. મસાન એટલે શ્મશાન.. આ હોળી ચિતાની રાખથી રમવામાં આવતી હોવાથી તેને મસાન હોળી તરીકે ઓળખવામાં આવે છે.વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર મસાન હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું,વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર મસાન એટલે કે ચિતાઓની રાખ સાથે હોળીની ઉજવણીનો મુદ્દો હાલમાં ખૂબ જ ગરમ છે.કેટલાય લોકોએ માસન હોળીનો વિરોધ કરતા વિવાદ પણ થયો હતો.ઘણા હિંદુ સંગઠનો અને બુદ્ધિજીવીઓનું કહેવું છે કે ભસ્મ હોળીનો કોઈ ધર્મગ્રંથમાં ઉલ્લેખ નથી,ત્યારે વિવાદો વચ્ચે ચર્ચામાં આવેલ ચિતાની રાખથી રમાતી હોળી શું છે અને કેમ રમાઈ છે તે જાણવા જેવું છે.આગામી શુક્રવારે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવશે જોકે આજરોજ ઉત્તરપ્રદેશની પ્રાચીન નગરી બાબા વિશ્વનાથના કાશીધામમાં હોળી પહેલા જ હોળીનો ઉત્સાહ શરૂ થઈ ગયો હતો અને તમે આવી હોળી બીજે ક્યાંય નહી જોઈ હોય! આ હોળી છે સ્મશાનની હોળી,એટલે કે સ્મશાનમાં હોળી રમવામાં આવી હતી,તે પણ ‘ભસ્મ’થી તેથી આ હોળીને ‘ભસ્મ હોળી’ વારાણસીના હરિશ્ચંદ્ર ઘાટ પર હોળીની ઉજવણી કરવામાં આવી હતી,જ્યાં મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવે ત્યાં આજે મણિકર્ણિકા ઘાટ પર સ્મશાનભૂમિ પર આ હોળી રમાઈ હતી જેને મસાન હોળી પણ કહેવામાં આવે છે તો શું છે મસાન હોળી પાછળની કહાણી?

આમ તો કાશીને મોક્ષ ભૂમિ માનવામાં આવે છે.અહીં મૃત્યુ દુઃખ નથી પણ આત્માની મુક્તિનો ઉત્સવ છે.મણિકર્ણિકા ઘાટ દુનિયાનું એકમાત્ર એવું સ્મશાન સ્થળ છે જ્યાં ચિતા ક્યારેય બુઝાતી નથી.અહીં અગ્નિ હજારો વર્ષોથી સતત સળગી રહી છે,અને એવું કહેવાય છે કે,સ્વયં ભગવાન શિવ દ્વારા પ્રગટાવવામાં આવી હતી, જેના કારણે મણિકર્ણિકા ઘાટ પર મૃત્યુનો ભય નથી,પરંતુ તેનો ઉત્સવ મનાવવામાં આવે છે.ચિંતાની રાખને શરીર પર લગાવવા પાછળ એવું માનવામાં આવે છે કે તેનાથી તેઓ મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે.કાશીમાં મૃત્યુને પુનર્જન્મથી મુક્તિનો માર્ગ માનવામાં આવે છે.ધાર્મિક માન્યતા અનુસાર, જ્યારે બાબા વિશ્વનાથે રંગભરી એકાદશીના દિવસે મા ગૌરીને વિદાય આપી અને તેમને વિશ્વનાથ ધામ લાવ્યા, ત્યારે ભક્તો અને કાશીના લોકોએ હોળીની ઉજવણી કરી હતી,એવું પણ કહેવાય છે કે,શિવ બધાના છે આવી સ્થિતિમાં,અઘોરી નાગા સન્યાસીઓ, અઘોર અને સામાન્ય લોકોએ શિવની ભક્તિમાં શિવના પ્રિય શહેર કાશીના સ્મશાનભૂમિમાં સાથે મળીને હોળી રમી હતી.

અઘોરીઓએ શરીર પર રાખ વીંટાળી મસાન હોળી રમ્યા

આ એક પ્રાચીન પરંપરા છે અને આ પરંપરા આજે પણ નિભાવવામાં આવી રહી છે.કાશીમાં મૃત્યુ પણ એક ઉત્સવ છે.આ હોળીના ચિત્રોમાં પણ દેખાય છે. અહીં હરિશ્ચંદ્ર મહાસ્મશાન ઘાટ પર,અઘોરીઓ તેમના શરીર પર રાખ વીંટાળીને,અંતિમ સંસ્કારની રાખ અને ગુલાલ લગાવીને હોળી રમે છે. અહીં નાગા સાધુઓ ડમરુના તાલ પર નૃત્ય કરે છે,તેમજ ભક્તો શિવના રૂપમાં સજ્જ નાગા તપસ્વીઓને ટેકો આપે છે.જ્યારે સ્મશાનભૂમિ પર હર હર મહાદેવના નારા સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે.એક તરફ ચિતાઓ સળગતી રહી અને બીજી તરફ સંતો અને ભક્તો ઓલવાઈ ગયેલી ચિતાઓની રાખ સાથે હોળી રમવામાં મગ્ન બની ‘ભસ્મ હોળી’ રમે છે.ઢોલ, સંગીત અને ઢોલના તાલે ભક્તો જોશભેર નૃત્ય સાથે સીજીને યાદ કરે છે ત્યારે સ્મશાનનું વારતાવરણ પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

‘ભસ્મ હોળી’નો આનંદ માણવા હજારો શિવભક્તો ઉમટ્યા

રંગોત્સવ હોળીના પાંચ દિવસ પહેલા મસાન હોળી રમાઈ છે,આ મસાન હોળીમાં હજારો શિવભક્તો ભોલેનાથની ભક્તિ કરી તેમને રીઝવવાના પ્રયાસો કરે છે,ભસ્મ હોળી રમતા પહેલા શોભાયાત્રા યોજાઈ છે જેમાં હજારો શીવભક્તો જોડાયા હતા,ત્યારબાદ મણિકર્ણિકા ઘટના સ્મશાનગૃહ ખાતે પણ શિવ ભક્તોની અપાર ભીડ ઉમટી હતી.મશનેશ્વર મહાદેવની ભોગ આરતી બાદ સેંકડો ભક્તોએ ડમરુ, ત્રિશુલ સાથે ચિતા બાળીને હોળી રમવાનું શરૂઆત કરી હતી.બમ બમ ભોલેના નાદ સાથે સ્મશાનની રાખથી અનેરા ઉત્સાહથી આ હોળી રમાઈ હતી એવું પણ માનવામાં આવે છે કે,મહાદેવ સ્વયં અહીં ભૂત-પ્રેત સાથે હોળી રમવા આવે છે.

— ‘ભસ્મ હોળી’ની શીખ પણ આપી જાય છે!

મસાન એટલે સ્મશાન કાશીમાં યોજાતી આ મસાન હોળી પાછળ ઉદેશ પણ છુપાયેલો હોવાનું મનાય છે. હોળી ચિતાની રાખથી રમવામાં આવતી હોવાથી તેને મસાન હોળી તરીકે ઓળખવામાં આવે છે,સાથે જ આ પરંપરા પાછળ એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે કે એક દિવસ આ સંસારનો નાશ થવાનો છે અને આ દુનિયા રાખ બની જશે. ચિતાની ભસ્મ સાથે હોળી રમીને અઘોરી કહે છે કે આ દુનિયા અને જીવન સાથે વધુ પડતું આસક્ત ન રહેવું જોઇએ.

BY DIPAK KATIYA ON 11TH MARCH, 2025

City Updates

Share
Published by
City Updates

Recent Posts

Leading the Future of Innovation and Entrepreneurship at Parul University

Parul University Leads Innovation and Entrepreneurship with AICTE and MoE's FDP Initiative Parul University, a…

6 days ago

સાંસદોને પગાર વધારાની જરૂર લાગે છે!?

24 ટકાના વધારા પછી લોકોના મનમાં એક જ સવાલ,સાંસદો 5 વર્ષમાં કેવી રીતે કરોડો કમાતા…

3 weeks ago

આજે વિશ્વ વન દિવસ..જાણો કેમ મહત્વનો છે આજનો દિવસ

દર મીનીટે 36 ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. ભારતમાં 33%ને બદલે…

3 weeks ago

વિશ્વ કવિતા દિવસ 2025: કવિતાનું મહત્વ અને સમાજમાં તેની ભૂમિકા

આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે પ્રેમ હુંફ અને લાગણીઓ સાથે કલ્પનાની દુનિયા ઉમેરાય અને…

3 weeks ago

ગુજરાત પોલીસનું ઓપરેશન પતાલલોક: ગુંડાઓ સામે કડક કાર્યવાહી

પોલીસનું ઓપરેશન પતાલલોક! ડીજીપીના આદેશ છુટતા બિલમાં સંતાયેલાને બહાર લાવી કાયદાનો ડંડો વીંઝાશે!ગુંડારાજ વધતા પોલીસ…

3 weeks ago

હજુ પણ ગુજરાતમાં જીવે છે અંધશ્રદ્ધા!

અંધશ્રદ્ધાના અંત માટે સ્વૈચ્છિક સંગઠનો અને સરકાર દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. છતાં સમાજમાંથી…

1 month ago