Categories: Magazine

આજે વિશ્વ મહિલા દિવસ શું સાચે જ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું?

 

આ વર્ષની થીમ છે ‘ઝડપથી કામ કરવું’ એટલે ઝડપથી સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ ની દિશામાં આગળ વધવું!

માત્ર જાગૃતિ નહીં પણ નક્કર પરિવર્તનની દિશામાં કામગીરી થશે તો વુમન્સ ડે સાર્થક થયો ગણાશે!મહિલાઓને પગાર અસમાનતા,લિંગ ભેદભાવ,ઘરેલુ હિંસા અને કાર્યસ્થળમાં અસમાન તકો જેવા દુષણનો આજે પણ સામનો કરવો પડે છે તે વાસ્તવિકતા

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે વુમન્સ ડે,ભારતમાં જ નાહીપ ન સમગ્ર વિશ્વમાં આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે,દરવર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓના હક અધિકારો અને મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી છે અને કેટલીક હદે ભારતમાં મહિલા સશક્તિકરણના બીજ રોપાયા પણ છે જોકે કડવી પણ વાસ્તવિકતા એ પણ છે કે હજીય મહિલાઓના જીવનમાં અમુલ પરિવર્તન આવ્યું નથી!આજે પણ શહેરોને બાદ કરીએ તો ગામડાઓમાં સ્ત્રીઓ સાથે ભેદભાવ થાય છે,પુરુષ સોમાવડી મહિલાઓની વાતો શહેરો પૂરતી કદાચ સીમિત હશે પ ન હકીકત એ પણ છે કે આજે પણ હજારો મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે,જે માટે કયાંક ને કયાંક અસમાનતા પણ કારણભૂત છે.આજે પણ એવા અનેક ગામો છે કે જ્યાં મહિલાઓને પરિવારની વાતમાં બોલવાનો અધિકાર નથી! આજે પણ તમને એવા ગામ કે શહેર જોવા મળશે જ્યાં સત્તા સ્થાને મહિલા હશે પણ સત્તા પુરુષ જ ચાલવતા હશે? આજે પણ અનેક મહિલાઓ ગમે તેવી આવડત હશે તો પણ ઘરની ચાર દીવાલોમાં ઘરકામને જીવનમાં વણી મને ક મને જીવન પસાર કરતી હશે ત્યારે એવું કેમ તેવો સવાલ જરૂર ઉઠે જોકે મહિલા જગ્રુતતા માટે વર્ષોથી અનેક પ્રયાસો કરવામાં આવે છે અને મોટાભાગના પ્રયાસો સફળ પણ થયા છે પણ કેટલાક કિસ્સાઓમાં જાગૃતતાની જોડે જોડે માનસીક્તાઓને બદલવાની દિશામાં કામ કરવાની પણ જરૂરિયાત છે.અને જયારે આ માનસિકતા બદલાશે ત્યારે ચોક્કસ વુમન્સ ડે સાર્થક થયો ગણાશે!

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે,સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી અને અલગ અલગ રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે.વુમન્સ ડે પર મહિલાઓની સિદ્ધિઓને માન સન્માન આપી તેના મહત્વના ગુણગાન ગવાય છે,જોકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025નો ધ્યેય માત્ર જાગૃતિ લાવવાનો નથી પરંતુ નક્કર પરિવર્તન લાવવાનો છે.વિશ્વ મહિલા દિવસ દિવસ દરેક સ્ત્રીને તેમના કામ,અધિકારો અને સમાનતા માટે પ્રોત્સાહન આપે છે તેમજ અધિકારો અને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓમાં તેમની સફળતા અંગેની તેમની હિંમત પણ દર્શાવે છે.આ વર્ષે વુમન્સ ડે ખાસ થીમ પણ માનવાઈ રહ્યો છે અને આ ખાસ થીમ છે,’એક્સીલરેટ એક્શન’ અર્થાત ઝડપથી કામ કરવું આ થીમ એમ કહે છે કે મહિલાઓ માટે સખત અને ઝડપી કામ કરવાની જરૂર છે.મહિલાઓ સામે થતી હિંસા અટકાવવા, કડક કાયદા બનાવવા, લોકોને જાગૃત કરવા અને પીડિતોને મદદ કરવા માટે સુવિધાઓ મજબૂત કરવાની જરૂરિયાત પર મોટા પગલાં લેવા. વધુમાં, આજે પણ વિશ્વભરમાં મહિલાઓને પગાર અસમાનતા, લિંગ ભેદભાવ, ઘરેલુ હિંસા અને કાર્યસ્થળમાં અસમાન તકોનો સામનો કરવો પડે છે. આ થીમનો હેતુ એ છે કે આ બધી સમસ્યાઓ પર શક્ય તેટલી વહેલી તકે કેટલાક ઝડપી પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર જોર

આ વર્ષના વુમન્સ ડે ખાસ છે એટલા માટે ખાસ છે કે,હવે વાત નહિ પણ એક્શનની જરૂર છે,આમ તો વિશ્વમાં મહિલાઓ સામેની હિંસા ગંભીર સમસ્યા છે. 2025 માં મહિલાઓ સાથે થતી હિંસા રોકવા કડક કાયદા અને મજબૂત નીતિઓ બનાવવામાં પર ભાર મુકવા પર જોર આપવામાં આવ્યું છે સાથે જ ઘરેલુ હિંસા, કાર્યસ્થળ પર શોષણ અને બાળ લગ્ન જેવી દુષ્ટ પ્રથાઓને દૂર કરવા માટે મોટા અભિયાનો શરૂ કરી આ દુષણ ખરેખર રોકાઈ છે કે કેમ તે દિશામાં કામ કરવાને પ્રધાન્ય આપવામાં આવ્યું છે,વુમન્સ ડે-2025માં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી અને અધિકારો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.જેમ કે રાજકારણમાં ભાગીદારી,સરકારી અને વહીવટી હોદ્દાઓ પર વધુ મહિલાઓનું આવવું,આર્થિક અધિકારો આપવા,મહિલાઓને સમાન પગાર અને વધુ સારી રોજગારની તકો આપવી જેથી તેઓ દરેક જગ્યાએ પોતાની છાપ છોડી શકે તેમ છે.

વુમન્સ ડેની શરૂઆત ક્યારથી થઇ!

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે આપ ને ખબર છે વુમન્સ ડેની શરૂઆત ક્યારથી થઇ? જાણવા મળ્યા મુજબ 1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો,વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી હતી અને એ દિવસે જ મહિલા શક્તિના બીજ રોપાયા હતા,મહિલાઓની શક્તિ આગળ સત્તધીશોએ નમતું ઝોખવું પડ્યું હતું ત્યારે આ દિવસથી બરાબર એક વર્ષ પછી અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની જાહેરાત કરી હતી.મહિલા દિનના આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આઇડિયા ક્લૅરા ઝૅટકિન નામનાં મહિલાનો હતો.1910માં કૉપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં ક્લૅરાએ આ વિચાર રજૂ કર્યો હતો અને કૉન્ફરસન્માં હાજર રહેલાં 17 દેશોનાં 100 મહિલાઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં 1911માં ઑસ્ટ્રિયા,ડૅન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કરવામાં આવી હતી.આ દિવસની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી.સંયુક્ત રાષ્ટ્રસંઘે 1977માં ઉજવણી શરૂ કરી ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સત્તાવાર સ્વરૂપ મળ્યું છે.

શા માટે 8 માર્ચ જ!

વુમન્સ ડે માટે કેમ 8 માર્ચનો દિવસ પસંદ કરવામાં આવ્યો ત્યારે મહિલા દિનના આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આઇડિયા આપનારા ક્લૅરા ઝૅટકિને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે કોઈ તારીખ નક્કી કરી ન હતી.1917માં યુદ્ધ સમયની રશિયન મહિલાઓની ‘ભોજન અને શાંતિ’ની માગણી સાથેની હડતાળ સુધી આ દિવસનો ઔપચારિક અમલ શરૂ થયો ન હતો.રશિયાની મહિલાઓની ચાર દિવસની હડતાળને કારણે ઝારે પદ ત્યાગવું પડ્યું હતું અને વચગાળાની સરકારે મહિલાઓને મતાધિકાર આપવો પડ્યો હતો.રશિયામાં ત્યારે જુલિયન કેલેન્ડરનો અમલ થતો હતો. મહિલાઓની હડતાળ શરૂ થઈ ત્યારે જુલિયન કેલેન્ડરમાં 23 ફેબ્રુઆરી અને રવિવાર હતો. ગ્રૅગોરિયન કેલેન્ડરમાં એ 8 માર્ચનો દિવસ હતો. તેથી 8 માર્ચે ઉજવણી કરવામાં આવે છે.

મહિલા દિનનો જાંબલી રંગ સાથે શું નાતો?

ઇન્ટરનૅશનલ વીમેન્સ ડે વેબસાઈટ અનુસાર, જાંબલી, લીલો અને સફેદ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રંગો છે.તેના અનુસાર, જાંબલી રંગ ન્યાય અને ગૌરવનું પ્રતીક છે.લીલો રંગ આશાનું પ્રતીક છે જ્યારે સફેદ રંગ શુદ્ધતાનુ પ્રતીક છે.આ રંગો વીમેન્સ સોશિયલ ઍન્ડ પોલિટિકલ યુનિયન (WSPU) દ્વારા વાપરવામાં આવતા હતા.આ જૂથની સ્થાપના યુકેમાં 1903માં મહિલા મતાધિકાર માટેની લડાઈ દરમિયાન થઈ હતી.

શું તમને ખબર છે મહિલા દિવસની જેમ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ હોય છે?

આપણે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવ્યે છે તો વિશ્વમાં પુરુષો માટે પણ દિવસ ઉજવાય છે,વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ ઉજવવામાં આવે છે અને એ દિવસ છે,19 નવેમ્બરે,ઉજવણી આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ 1990ના દાયકાથી મનાવવામાં આવી રહ્યો છે જોકે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી નથી.આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની 80થી વધુ દેશોમાં તેની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસનો ઉદ્દેશ ‘યુવકો તથા પુરુષોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો,સ્ત્રી-પુરુષના સંબંધમાં સુધારો કરવાનો,જાતિગત સમાનતાને વેગ આપવાનો અને સકારાત્મક પુરુષ પ્રેરણામૂર્તિને ઉભારવાનો છે

City Updates

Share
Published by
City Updates

Recent Posts

વડોદરામાં પૂર રોકવા માટે વિશ્વામિત્રી નદીની ઊંડી અને પહોળી કરવાનું કાર્ય

  - નદીની વહન ક્ષમતા વધારવા પ્રથમ તબક્કે 65.52 લાખનો ખર્ચ વડોદરા શહેરમાં આવેલ વિનાશક…

1 day ago

આ વર્ષે ગરમી ગાભા કાઢશે!

હીટ સ્ટ્રોક વધવાની શક્યતાથી સરકાર સજ્જ બની રહી છે! ગુજરાત સહીત 13 રાજયોમાં તાપમાન નોર્મલથી…

3 days ago

વડોદરા શહેર ભાજપાના નવા પ્રમુખ જાહેર

વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જય પ્રકાશ સોનીની નિમણુંક. પ્રદેશ ભાજપની 41 શહેર-જિલ્લાના પ્રમુખોની જાહેરાત.…

3 days ago

વિશ્વાસ્થા: ગુજરાતી ફિલ્મની નવી રિ-રીલીઝ, પ્રેમ અને વિશ્વાસની અનોખી કથા

જોવા જેવી રી-રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વાસ્થા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છેલ્લા ઘણા સમાય થી…

1 week ago

વડોદરાનું રમણીય તળાવ “સુરસાગર”

  સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાએ વડોદરાને આગવી ઓળખ અપાવી   વડોદરા શહેર ગુજરાત રાજ્યનું એક…

1 week ago

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ

૨૭ ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ મરાઠી ભાષા મહિમા દિવસ 27 ફેબ્રુઆરી, કુસુમાગ્રજના જન્મદિવસે ઉજવાય…

1 week ago