2024માં વધુ ને વધુ ગુગુલમાં શું સર્ચ થયું?
થોડા દિવસો બાદ આપણે નવા વર્ષમાં પ્રવેશ કરવાના છે,2024ના વર્ષને ગુડબાય કરી 2025ના વર્ષને વેલકમ કરવામાં આવશે ત્યારે 2024ની અનેક યાદો સાથે 2025માં નવા સંકલ્પને ફરી એકવાર સાકાર કરવાના કામમાં લાગીશું પણ વર્ષ 2024 અનેક રીતે યાદ રહેશે,2024માં સારી અને નરશી યાદોથી ભરેલું વર્ષ રહ્યું છે.આધુનિક ટેક્નોલોજીના આ યુગમાં દિવસો ઝડપથી પાસાર થઇ રહ્યા છે,મોબાઈલ યુગમાં સમય પણ એ જ ઝડપ સાથે વીતવા મંડ્યો છે. એ સોશિયલ મીડિયા જીવનનો અંગ બની રહ્યું છે,ગુગલ વગર આપણને ચેન નથી,ગૂગલમાં આપણે જાણી અનેક બાબતને સર્ચ કરી તેની માહિતી મેળવીએ છે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ વિશે જાણવા માંગીએ છીએ અથવા તેનો અર્થ સમજવા માટે પ્રયાસ કરીએ તો આપણને ગૂગલબાબા યાદ આવે છે.ત્યારે ગૂગલે આ વર્ષે ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલા વિષયોની યાદી શેર કરી છે. ત્યારે સવાલ એ છે કે વર્ષ 2024માં ભારતભરના લોકોએ સૌથી વધુ શું સર્ચ કર્યું છે.કોને વધુ ને વધુ સર્ચ કરી પસંદ કરવામાં આવ્યા છે, કયો વિડીયો વધુ જોયો છે? તો એવી કઈ એપ્લિકેશન છે જે વધુ ને વધુ યૂઝ કરવામાં આવી? ટ્રેન્ડિંગ ટોપિક્સ પર શું વધુ સર્ચ કરવામાં આવ્યું હતું.ખેર ગૂગલ દ્વારા વર્ષના અંતે એક એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં આ બાબતે અનેક જાણકારી પાવામાં આવી છે.આ લિસ્ટમાં જણાવવામાં આવ્યું કે, 2024માં ગૂગલ પર સૌથી વધુ કયા ટોપિક વિશે સર્ચ કરવામાં આવ્યું છે.
આમ તો 2024નું વર્ષ ખૂબ જ ઉત્તર ચઢાવ વાળું રહ્યું છે.વાત કરીએ ટેકનોલોજીથી લઈને પોલિટિક્સ સુધી તો અનેક ક્ષેત્રમાં અનેક ફેરફાર જોવા મળ્યા છે. તેવામાં વર્ષના અંત પૂર્વે ગૂગલે આ વર્ષે ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલા વિષયોની એક યાદી જાહેર કરી છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોને અનેક વિષયોમાં રસ હતો,જોકે ફરી એકવાર ક્રિકેટની રમત ભારતના લોકોમાં સૌથી વધુ લોકપ્રિય બની રહી હોવાનું સામે આવ્યું હતું, ગુગુલમાં એકંદર IPL અને T20 વર્લ્ડ કપ સૌથી વધુ સર્ચ થયા હતા.તો બીજી તરફ લોકો આજે બોલિવૂડની ફિલ્મો અને તેના ગીતોને સર્ચ કરવામાં રસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.ક્રિકેટ,ફિલ્મની સાથે સાથે રાજનીતિ પણ ભારતીયોની પસંદગીનો વિષય રહ્યો છે એટલે પોલિટિક્સ પણ વધુ સર્ચ કરવામાં આવ્યું હતું તેમાંય લોકસભાની ચૂંટણીના પરિણામો અને તેન વિશ્લેષણને વધુ સર્ચ કરવામાં આવ્યા હતા.ઈન્ડિયન પ્રીમિયર લીગ અને T20 વર્લ્ડ કપ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા.તો લોકસભા સહીત હરિયાણા મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો પર પણ લોકોએ ગુગુલ સર્ચ કરી જાણકારી મેળવી હતી,ચૂંટણીના પરિણામો સર્ચ મામલે ત્રીજા અને ચોથા નંબર રહ્યા હતા.જ્યારે 2024માં યોજાનારી આગામી ઓલિમ્પિકને પણ ટોપ-5માં સામેલ કરવામાં આવી હતી, જેણે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
એ કીવર્ડ જે સૌથી વધુ ચર્ચામાં રહ્યા!આમ તો ગુગુલ એન્જીન સર્ચમાં ઘણું બધું સર્ચ તહતું હોય છે ત્યારે વર્ષ 2024માં આવા ઘણા ગુગુલ કી વર્ડ હતા,જેની સૌથી વધુ ચર્ચાઓ થઈ હતી.જેમાં પણ ક્રિકેટ અગ્રક્રમે રહ્યું હતું,આઈપીએલની ફાઇનલ મેચ પહેલા 12 અને 18 મેના રોજ “ઇન્ડિયન પ્રીમિયર લીગ” કીવર્ડ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો હતો, ભારતભર યુઝર્સે “T20 વર્લ્ડ કપ” પણ ગુગુલ કર્યું હતું, જે ભારતમાં 2024 માટેના એકંદર ગુગલ સર્ચ ડેટામાં બીજા ક્રમે છે.તો રાજનીતિમાં પણ સૌથી વધુ સર્ચ કરાયેલો કી વર્ડ ‘ભારતીય જનતા પાર્ટી’ રહ્યો હતો, ‘ભારતીય જનતા પાર્ટી’ને ગૂગલ પર સર્ચ 2 થી 8 જૂનની વચ્ચે વધુ ને વધુ સર્ચ કરાયો હતો, તે જ તારીખની આસપાસ (4 જૂન) જ્યારે સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા હતા.ચૂંટણી પરિણામ સંબંધિત કીવર્ડ છે જેણે આ વર્ષે ગૂગલ સર્ચ પર પ્રભુત્વ મેળવ્યું અને ચોથા સ્થાન મેળવ્યું હતું.પેરિસ ઓલિમ્પિક 2024, પ્રો કબડ્ડી લીગ અને ઈન્ડિયન સુપર લીગ પણ ખુબ સર્ચ થયું હતું.
ભારતીયોને ક્રિકેટ અને રાજકારણ વિષે જાણવામાં ખાસ રસ
તાજેતરમા ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સૌથી વધુ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), T20 વર્લ્ડ કપ અને ભાજપ 2024માં ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલા કી-વર્ડ્સનો સમાવેશ થયો છે જેના પરથી લાગી રહ્યું છે કે,ભારતીય નાગરિકોને ક્રિકેટ અને રાજકારણમાં ખુબ રસ છે.આ ઉપરાંત મનોરંજન, રમતગમતથી લઈને વર્તમાન પ્રસંગો અને રોજિંદા જીવનની અનેક પ્રકારની વસ્તુઓ સર્ચ કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડ ફિલ્મો અને ગીતોનો સમાવેશ થાય છે.
રત્ન ટાટા બધાથી આગળ રહ્યા
વર્ષ 2024માં ગુગલ પર સૌથી પ્રભાવશાળી વ્યક્તિની સર્ચ કરવામાં સ્વ.રતન ટાટા સૌથી મોખરે રહ્યા હતા.રતન ટાટાનું ગત ઑક્ટોબરમાં 86 વર્ષની જૈફ વયે નિધન થયું હતું.જે બાદ સ્વ.રતન ટાટાને ગુગુલ પર વધુ સર્ચ કરી તેમના વિષે વધુ ને વધુ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ ગુગલ સર્ચ ઈન્જીનમાં અંત રાધિકાના લગ્ન છવાયેલા રહ્યા હતા.અબજોપતિ મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે લગ્ન કરનાર રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન સમારોહ અંગે જાણવા લોકોએ આ લગ્ન અને તેની સાથે જોડાયેલ માહિતીને જાણવા વિડીયો માટે પણ ગુગુલ સર્ચ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે,આ લગ્નમાં ભારતના ટોચના રાજકીય નેતાઓ,બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસ લીડર્સે સહીત અનેક મહાનુભવોએ હાજરી આપી હતી.
જુદા જુદા શબ્દોના અર્થ જાણવા ગુગલ સર્ચ કરાયું
ગુગુલ અનેક મુંઝવણોને દૂર કરવાનું માધ્ય્મ પણ બની રહે છે કયારેક કોઈ બાબત નો ખ્યાલ ન આવે તો તુરંત જ ગુગલને સહારે રહી જે તે બાબતને સર્ચ કરવામાં આવતી હોય છે,આ વર્ષે પણ આવી અનેક બાબતો છે જેને સર્ચ કરવામાં આવી હોય જેમાં જુદા જુદા શબ્દોના અર્થને જાણવા માટે પણ ગૂગલનો સહારો લીધો હતો,ભારતીયોએ ઓલ આઈઝ ઓન રાફા,અકાયે,સર્વાઈકલ કેન્સર અને ડેમ્યુરનો અર્થ શું થાત તે જાણવા માટે સર્ચ કર્યું હતું,જયારે બે ફિલ્મોમાં પણ ખુબ રસ જોવા મળ્યો હતો જેને લઇ તેના પર પણ ખુબ સર્ચ થયું હોવનું સામે આવ્યું છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત સ્ત્રી 2, અને અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રભાસ અભિનીત કલ્કી 2898 AD ફિલ્મ વિષે લોકોએ ખુબ ગુગલ સર્ચ કર્યું હતું.
— ટોપ-10 કીવર્ડ્સ લિસ્ટ:
1. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)
2. T20 વર્લ્ડ કપ
3. ભારતીય જનતા પાર્ટી
4. ઇલેક્શન રિઝલ્ટ 2024
5.ઓલિમ્પિક્સ 2024
6. એક્સેસિવ હીટ
7. રતન ટાટા
8. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
9. પ્રો કબડ્ડી લીગ
10. ઇન્ડિયન સુપર લીગ
— એ 10 ફિલ્મ જે વધુ સર્ચ થઇ
1. સ્ત્રી 2
2. કલ્કિ 2898 એડી
3. 12મી ફેલ
4. લાપતા લેડીઝ
5. હનુમાન
6. મહારાજા
7. મંજુમલ બોયઝ
8. ધ ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઇમ
9. સાલર
10. આવેશમ
— સૌથી વધારે સર્ચ કરયેલ વ્યક્તિ
1.વિનેશ ફોગાટ
2.નીતિશ કુમાર
3.ચિરાગ પાસવાન
4.હાર્દિક પંડ્યા
5.પવન કલ્યાણ
6.શશાંક સિંહ
7.પૂનમ પાંડે
8.રાધિકા મર્ચન્ટ
9.અભિષેક શર્મા
10.લક્ષ્ય સેન
— સર્ચ કરાયેલા પ્રવાસન સ્થળો
1. અઝરબૈજાન
2. બાલી
3. મનાલી
4. કઝાકિસ્તાન
5. જયપુર
6. જ્યોર્જિયા
7. મલેશિયા
8. અયોધ્યા
9. કાશ્મીર
10. સાઉથ ગોવા
— આ દસ સવાલો પૂછ્યા
1. ઓલ આઈઝ ઓન રાફાહનો અર્થ
2. અકાયનો અર્થ
3. સર્વાઇકલ કેન્સરનો અર્થ
4. તવાયફનો અર્થ
5. ડિમ્યુરનો અર્થ
6. પૂકીનો અર્થ
7. સ્ટેમ્પીડનો અર્થ
8. મોયે મોયેનો અર્થ
9. કોનસેક્રેશનનો અર્થ
10. ગુડ ફ્રાઈડેનો અર્થ
BY DIPAK KATIYA ON DECEMBER 11, 2024
Be First to Comment