Categories: Magazine

ગંગા: આદ્યાત્મિક યાત્રા અને મહાકુંભની પવિત્ર ડૂબકી

મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ.

 

ગંગા માત્ર એક નદી જ નથી,પણ આદ્યાત્મિક યાત્રા છે.

ગંગા-જમના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ અદભુત આદ્યાત્મિકતાની અનુભૂતિ કરાવે છે.અત્યારસુધીમાં લગભગ 50 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં જઈ ડૂબકી લગાવી.વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા,આસ્થા,સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાના અદભૂત સંગમ તરીકે ઉજવવામાં આવતા મહાકુંભ મેળામાં પહેલા લાખો શ્રદ્ધાળુઓ આવતા અને લાભ લેતા હતા જોકે આ વર્ષે 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં હવે કરોડોની સંખ્યામાં ભક્તો પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં ભેગા થઈ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે.અત્યારસુધીમાં લગભગ 50 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં જઈ ડૂબકી લગાવી છે,કદાચ આ સંખ્યા ભારત અને ચીનના દેશની વસ્તી પછી સૌથી વધુ હશે,જોકે આજે કુંભમેળાની સાથે સાથે વાત કરવી છે,ગંગા નદી વિષે,અહીં આપણે ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરીશું.આમ તો મહાકુંભ એક મહા ધાર્મિક ઉત્સવનું જીવંત મિશ્રણ છે,જેમાં પવિત્ર સ્નાન સમારંભ હૃદયમાં છે.ગંગા,યમુના અને પૌરાણિક સરસ્વતી નદીઓના સંગમ પર,જેને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે,જ્યાં લાખો ભક્તો આ અત્યંત મહત્વપૂર્ણ વિધિ કરવા માટે ભેગા થયા છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર પાણીમાં ડૂબવાનું કાર્ય એક પાપને શુદ્ધ કરે છે,વ્યક્તિઓ અને તેમના પૂર્વજો બંનેને પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત કરે છે અને આખરે તેમને મોક્ષ અથવા આધ્યાત્મિક મુક્તિ તરફ માર્ગદર્શન આપે છે.સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવી એ કરોડો તીર્થસ્થાનોની મુલાકાત લેવા સમાન છે.પવિત્ર સંગમમાં ડૂબકી મારનાર વ્યક્તિ તેના તમામ પાપોથી મુક્ત થાય છે તેવી ધાર્મિક આસ્થા છે.ગંગામાં પણ પવિત્ર ડૂબકીનું પણ વિશેષ મહત્વ છે.ગંગા સાથે ભારતનાં પ્રાણ પ્રાચીન સમયથી જોડાયેલાં છે.ગંગા જાણે કે આપણી આત્માનું પ્રતીક બની ગઈ છે.જો દેશનો કોઇ આત્મા અને તેનું પ્રતીક હોય તો ગંગા જ આપણું પ્રતીક છે.લાખો વર્ષોથી લાખો લોકો તેની પાસે મુક્તિ મેળવે છે,પરમાત્માના દર્શન પામે છે,આત્મ-સાક્ષાત્કાર કરે છે. લાખો લોકો તેનાં કિનારે અંતિમ ઘટનાને ઉપલબ્ધ થાય છે એટલે જ એમ કહેવું પડે કે,ગંગા માત્ર એક નદી જ નથી,પણ આદ્યાત્મિક યાત્રા છે.

ભારત ઘણા રંગો અને નદીઓની ભૂમિ છે જ્યાં દરેક નદી તેની પોતાની દંતકથા સાથે તેના આધ્યાત્મિક મહત્વ માટે એક અનોખું મહત્વ ધરાવે છે.ત્યારે ગંગા હિમાલય ગ્લેશિયરના પગથી ઉગે છે,ઉત્તરાખંડના હિમાલયની મધ્યભૂમિમાં ગંગાની એક અલૌકિક સુંદરતા દેખાય છે,ગંગા ભાગીરથી તેના મૂળથી ઓળખાય છે.આ હિમનદીમાંથી નીકળતી નદી ગૌમુખ તેના જન્મથી જ પવિત્ર બને છે, તેના મૂળની નજીક એક અલાયદું મંદિર આવેલું છે.હિંદુ પૌરાણિક કથાઓમાં માનવામાં આવ્યું છે કે, તેના ધોધમાર પાણીને કાબૂમાં લેવા,ગંગાજીને શિવજીએપોતાની જટાઓમાં સમાવી લીધા હતા.પ્રાચીન માન્યતાઓ મુજબ ઋષિ ભગીરથ દ્વારા કરવામાં આવેલી તપસ્યા પછી ગંગા નદી પૃથ્વી પર આવી હતી,જેના કારણે ગંગાને તેના સ્ત્રોત પર ભાગીરથી પણ કહેવામાં આવે છે.ગંગા નદીને રસ્તામાં પવિત્ર નદીઓ સાથે સંગમ પણ થાય છે અને આ સંગમને ભારતના સૌથી પવિત્ર સ્થળો તરીકે ગણવામાં આવે છે.જેમાં એક પ્રયાગરાજ પણ છે જ્યાં મહાકુંભનો ભવ્ય અને અદકેરો ધાર્મિક મેળવેલો હાલ ચાલી રહ્યો છે.ત્યારે ગંગા નદીનાં પ્રતીકને સમજવા જેવું છે.ગંગા સાથે હિન્દુઓનાં મન ઊંડાણપૂર્વકથી જોડાયેલાં છે.ગંગાને આપણે હટાવી લઇએ તો ભારતને ભારત કહેવું મુશ્કેલ બની જાય તેમ છે.ગંગાને હટાવી લઇએ તો ભારતનું સમગ્ર સાહિત્ય અધૂરું રહી જશે.ગંગાને હટાવી લઇએ તો અસંખ્ય ઋષિઓનાં નામ ખોવાઈ જશે,અનેક તીર્થ ખોવાઇ જશે,આપણાં તમામ તીર્થની ભાવના ખોવાઈ જશે.

બધી નદીઓનાં પાણી બોટલમાં ભરીને મૂકી એ સડી જશે પણ ગંગાનું પાણી નહીં..!

આમ તો ગંગાથી અનેક મોટી અને લાંબી નદીઓ છે આ પૃથ્વી પર, જેની લંબાઈ,વિશાળતા,પહોળાઇની દ્રષ્ટિએ ગંગા અન્ય નદીઓની સરખામણીમાં કોઇ બહુ મોટી નદી નથી. મોટી નદીઓમાં બ્રહ્મપુત્ર છે,એમેઝોન છે, હ્યાંગહો છે.પણ ગંગા પાસે જે છે એ પૃથ્વીની અન્ય કોઇ નદી પાસે નથી જેની વિશેષતાને કારણે ભારતીય મને ગંગા સાથે તાલમેલ સાધી લીધો છે.સમગ્ર પૃથ્વી પર ગંગા સૌથી જીવંત નદી છે.બધી નદીઓનાં પાણી બોટલમાં ભરીને મૂકી દો એ પાણી સડી જશે પણ ગંગાનું પાણી નહીં સડે.કેમિકલી ગંગા બહુ વિશિષ્ટ છે.તેનું પાણી ખરાબ નથી થતું, વર્ષો સુધી રાખો તો પણ નહીં! બંધ બોટલમાં પણ તે પોતાની પવિત્રતા,સ્વચ્છતા કાયમ રાખે છે.સમગ્ર પૃથ્વી પર કોઇ નદીનું પાણી આવું નથી હોતું.ગંગામાં આપણે એટલી બધી લાશો ફેંકીએ છીએ. હજારો વર્ષોથી આપણે ગંગામાં લાશો વહાવી છે. બધું જ લીન થઈ જાય છે, હાડકાં પણ. વિશ્વની બીજી કોઇ નદીમાં આવી ક્ષમતા નથી. હાડકાં પણ ઓગળી જાય છે છતાં ગંગાને અપવિત્ર નથી કરી શકતી.ગંગા બધું આત્મસાત કરી લે છે. બીજાં કોઇ પાણીમાં તમે લાશ નાખશો તો પાણી સડી જશે, ગંગામાં લાશ નાખો તો લાશ વિખરાઇ જશે અને પોતાનાં તત્વોમાં મળી જાય છે. ગંગા અછૂતી રહીને વહેતી રહે છે.

વૈજ્ઞાનિક રીતે પણ સિધ્ધ થઈ ગયું છે કે ગંગાનું પાણી અસાધારણ છે

ગંગાના પાણીનાં કેમિકલ પરિક્ષણો થયા છે અને હવે તો એ વૈજ્ઞાનિક રીતે સિધ્ધ થઈ ગયું છે કે ગંગાનું પાણી અસાધારણ છે. કેમ ગંગાનું પાણી અસાધારણ છે એ પણ આશ્ચર્યની વાત છે.કારણ કે ગંગા જ્યાંથી નીકળે છે ત્યાંથી બીજી અનેક નદીઓ નીકળે છે.ગંગા જે પહાડોમાંથી પસાર થાય છે ત્યાંથી બીજી નદીઓ પણ પસાર થાય છે.તો ગંગામાં જે ખનીજ અને તત્વ મળે છે તે અન્ય નદીઓમાં પણ મળે છે.વળી ગંગામાં ખાલી ગંગાનું પાણી જ નથી હોતું. ગંગોત્રીથી નીકળતી અનેક નાનકડી ધારાઓ ગંગામાં ભળી જાય છે.વિરાટ ધારા તો બીજી નદીઓનાં પાણીની જ હોય છે.કેમિકલી તો કંઇ ખબર નથી પડી પણ વૈજ્ઞાનિક રીતે એટલી તો ખબર પડી છે કે ગંગાના પાણીમાં વિશેષતા છે.બીજો એક તફાવત જે આજે નહીં તો કાલે વિજ્ઞાનનાં ખ્યાલમાં પણ આવી જશે. અને તે છે- ગંગાની પાસે લાખો લોકો જીવનની પરમ અવસ્થાને પામે છે.હિન્દુઓ માટે ગંગામાં ગળા સુધી ડૂબકી લગાવી માથા પર હાથ મૂકીને પ્રભુને પ્રાર્થના કરે.લાખો વર્ષોમાં ગંગાનો કિનારો, ગંગાની રેતીનો કણ-કણ, ગંગાનું પાણી આદ્યાત્મિક રીતે તરંગિત થઈ ગયું છે.

પવિત્ર નદીઓની છાયામાં જે તરંગ છે એ વ્યક્તિને બદલી શકે છે!

ગંગા નદીઓના કિનારે અનેક તીર્થ પણ આવેલ છે,એટલાં માટે લોકો ગંગાની યાત્રા કરતા આવ્યા છે. લોકો વિચારતા હતા કે ગંગામાં ડૂબકી મારીને પાપ ધોવાઇ જશે.એ પાપ ગંગાને કારણે નથી ધોવાતા,પણ ગંગાની પાસે જે વાતાવરણ છે,લાખો વર્ષોની જ્યાં છાયા છે અને એ છાયામાં જઇને તમે જો પોતાનાં હૃદયનાં દ્વાર ખોલો તો અલગ જ વ્યક્તિ બનીને પાછા આવશો.ગંગાનો આ મહિમા છે.મહાકુંભમાં પણ એ જ આસ્થાએ કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે,મહાકુંભમાં સ્નાનને લઇ કેટલાય લોકો એવું પણ કહે છે કે,ડૂબકી લાગવવાથી પાપ તો કઈ ધોવાતાં હશે?પણ મહાકુંભનો મહિમા અને પવિત્ર નદીઓની છાયામાં જે તરંગ ઉદભવે છે તે આચાર વિચારને બદલવાની પ્રેરણા લાવે છે અને જો આ ડૂબકીથી માણસના જીવનમાં બદલાવ આવે તો આ આદ્યાત્મિક સફર સાચા અર્થમાં મનુષ્યને પાપ રહિત બનાવવાની અદભુત તાકત ધરાવે છે.

કૃષ્ણ કહે છે હું નદીઓમાં ગંગા છું

ગંગા સાધારણ નદી નથી. એક આદ્યાત્મિક યાત્રા અને આદ્યાત્મિક પ્રયોગ છે. લાખો વર્ષોથી લાખો લોકો તેની પાસે મુક્તિ મેળવે છે, પરમાત્માના દર્શન પામે છે, આત્મ-સાક્ષાત્કાર કરે છે. લાખો લોકો તેનાં કિનારે અંતિમ ઘટનાને ઉપલબ્ધ થાય છે. એ બધાં લોકો પોતાની જીવન ઊર્જાને ગંગાનાં પાણી પર, તેનાં કિનારા પર છોડી ગયા છે.એટલાં માટે જ તો કૃષ્ણ પણ કહે છે, “હું નદીઓમાં ગંગા છું.”

City Updates

Share
Published by
City Updates

Recent Posts

વડોદરામાં પીકઅવર્સમાં ટ્રાફિક સમસ્યાઓ: વાહનચાલકોને રાહત ક્યારે?

વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…

5 hours ago

જેલ: એક અલગ દુનિયા | જેલની હકીકત, કેદીઓનું જીવન અને સુરક્ષા વ્યવસ્થા

"જેલ" એક અલગ દુનિયા   સાંભળતા જ ડરામણો લાગતો શબ્દ "જેલ"ની વાસ્તવિકતા જેલના દ્રશ્યો ફિલ્મો…

1 day ago

વડોદરાના બજેટમાં 12 નવા રોડ અને 5 પુલ: ટ્રાફિક સમસ્યા હવે ઉકેલાશે?

બજેટમાં રોડ પર 'ભાર' પણ કેટલો પૂરો થશે? વડોદરામાં 12 જેટલા રોડ બજેટમાં મુકવામાં આવ્યા.સ્માર્ટસીટી…

1 day ago

લવયાપા રિવ્યૂ: આજની પેઢીની રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર લવ સ્ટોરી

આજની પેઢીની રોમાન્સ ડ્રામા થી ભરપૂર લવસ્ટોરી એટલે કે ‘લવયાપા” આવી ગઈ છે સિનેમા ઘરોમાં…

1 week ago

વડોદરાના પાણી સમસ્યાના નિરાકરણ માટે પાલિકાના બજેટમાં નવા આયોજનો!

વડોદરાની પાણી સમસ્યા હલ કરવા પાલિકાએ બજેટમાં બતાવ્યું 'પાણી'! બજેટમાં શુધ્ધ પાણી વિતરણ અને ગટર…

1 week ago

પાનનો રસિલો ઇતિહાસ પરંપરા, આયુર્વેદ અને સાંસ્કૃતિક મહત્વ

- રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન બનારસવાલા,…

1 week ago