મહાકુંભમાં અડધા ભારતની આસ્થાની ડૂબકી!
144 વર્ષ બાદ યોજાયેલ મહાકુંભ આ સદીનો ભવ્ય મહાકુંભ બની રહ્યો!મહાશિવરાત્રી પર્વે છેલ્લી ડૂબકી સાથે જ મહાકુંભનું સમાપન
— ભીડ,ભગદડ અને ટ્રાફિકજામ અવ્યવસ્થાની બૂમરાણો વચ્ચે પણ શ્રધ્ધાનો અવિરત પ્રવાહ પ્રયાગરાજમાં વહેતો રહ્યો!
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ એક અવિસ્મરણીય ઉત્સવ બની રહેશે,જે આગામી 144 વર્ષ સુધી લોકોને યાદ રહેશે,આ મહાકુંભ એટલે પણ વારંવાર યાદ કરવામાં આવશે કે મહાકુંભ ફરતે અનેક વિવાદો ઉભા કરવામાં આવ્યા,કોઈએ મહાકુંભને ફાલતુ તો કોઈએ મહાકુંભને મૃત્યુકુંભ કહ્યો તો વળી કોઈએ રાજકીય દેખાડો ગણાવ્યો જયારે કોઈએ પૈસાનું પાણી ગણાવ્યો તો વળી ક્યારેક મહાકુંભમાં મચેલી ભગદડના નામે રાજકીય રોટલીઓ શેકવામાં આવી હતી,મોતના આંકડાઓને લઇ મહાકુંભના આયોજનને વાહિયાત કહેવામાં આવ્યું,ભીડને મનેજ ન કરવાનો પણ આરોપ મુકવામાં આવ્યો અને ટ્રાફિકજામના બહાને રાજનીતિ કરવામાં આવી હતી,જોકે સત્ય હકીકત એ રહી કે,ભીડ,ભગદડ અને ટ્રાફિકજામ અવ્યવસ્થા સહીત અનેક આરોપ-પ્રત્યારોપ વચ્ચે પણ મહાકુમ્ભમાં શ્રધ્ધાનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો.
— મહાશિવરાત્રીએ મહાકુંભ દિવ્ય બનશે!
આવતીકાલે મહાશિવરાત્રી અને મહાકુંભનો અંતિમ દિવસ,ત્યારે આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે કરોડો ભક્તો પ્રયાગરાજ આવે તેવી શક્યતાઓ વચ્ચે તંત્ર એકદમ એલર્ટમોડમાં આવી ગયા છે,મહાશિવરાત્રીના દિવસે પ્રયાગરાજ ફરી એકવાર મોટી સંખ્યામાં ભીડ આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે, જે રીતે મૌની અમાવસ્યાના દિવસે ભક્તોની ભીડનો રેકોર્ડ તૂટી ગયો હતો તે જ રીતે મહાશિવરાત્રીના દિવસે પણ નવો રેકોર્ડ બની શકે છે,પરંતુ આ વેળાએ ભક્તોની સલામતીને લઈને યોગી સરકારે મોટા પાયે તૈયારીઓ કરી લીધી છે, મહાકુંભના અંતિમ દિવસે ભારે ભીડની સંભાવનાને જોતા સરકાર પણ એલર્ટ છે.
— હોટેલ અને ટેન્ટ સિટી હાઉસફુલ
મહાકુંભના સમાપન આડે હવે માંડ ગણીને કલાકો જ બચ્યા છે,મહાશીવરાત્રીના પાવનપર્વેના સમાપન સાથે જ મહાકુંભનું પણ સમાપન થશે જોકે આ અંતિમ પળોમાં અંતિમ અમૃત સ્નાન માટે પ્રયાગરાજમાં કરોડોની ભીડ ઉમટી રહી છે,ભક્તોનો પ્રવાહ અવિરતપણે મહાકુંભ તરફ ઉમટી રહ્યો છે,લાખો લોકોએ તો મહાશિવરાત્રીના બે ત્રણ દિવસ પહેલા જ પ્રયાગરાજમાં ધામા નાખી દીધા છે,જેને પગલે પ્રયાગરાજની હોટેલો અને ટેન્ટ સિટી હાઉસફુલ જોવા મળી રહી છે.27 ફેબ્રુઆરી સુધી મોટાભાગની હોટલોમાં રૂમની સ્થિતિ એવી છે કે રમ શોધવા પડી શકે છે.હાલ મોટી સંખ્યામાં લોકો હોટેલ અને ટેન્ટ સિટીમાં રહેવા પહોંચી રહ્યા છે પણ અગાઉથી જ ફૂલ હોવાના કારણે તેમને અન્ય જગ્યા શોધવી પડી રહી છે. એવું પણ કહેવાય છે કે મહાકુમ્ભ પછી પણ અહીં ભક્તોની ભીડ જોયા મળી શકે છે અનેક લોકોએ આગામી 10 માર્ચ સુધીનું બુકીંગ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
— અયોધ્યા-વારાણસીમાં પણ માનવમહેરામણ
ગત 14 જાન્યુઆરીથી ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાનુ સમાપન થયા તે પુર્વે ફરી એકવાર મહાકુંભમાં કરોડોની સંખ્યમાં ભાવિક ભક્તો પ્રયાગરાજ આવી રહ્યા છે,ઉમટવા લાગતા તંત્ર એલર્ટ બન્યુ છે. મહાશિવરાત્રીના પર્વે મહાકુંભમાં સ્નાન બાદ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કાશી અયોધ્યા તરફ પ્રયાણ કરે તેમ મનાય છે ત્યારે હાલના સમયે પણ અયોધ્યા-વારાણસી માનવમહેરામણનો મહાસાગર છલકાય રહ્યો છે.અયોધ્યા-વારાણસીમાં ભક્તોની અપારભીડને પગલે વ્યવસ્થા સંભાળવા વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે,સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભીડ નિયંત્રીત રહે તે માટે ખાસ સુરક્ષા સહિતની ગોઠવણો કરવામાં આવી છે.વારાણસીમાં મહા શિવરાત્રીએ મોટી સંખ્યામાં વિભિન્ન અખાડાના સાધુ,સંતો અને નાગા સાધુ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજન કરશે.આ અવસરે નાગા અખાડા તરફથી શોભાયાત્રા કાઢીને દર્શન પૂજન કરવામાં આવશે.જેથી મંદિરના ગેટ નં.4 થી સામાન્ય લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.
— વિશ્વ પણ મહાકુંભથી આશ્ચર્યચક્તિ
મહાકુંભ ન માત્ર ભારતમાં પણ આખા વિશ્વમાં એક અદ્વિતીય આયોજન તરીકે લોકપ્રિય બન્યો છે,પશ્ચિમી ધર્મોમાં આમ તો કોઈ દાર્શનિક કે આધ્યાત્મિક ઘટનાને માન્યતા નથી,પરંતુ કુંભ મેળાનો ખગોળીય આધાર અને તેનું આધ્યાત્મિક મહત્ત્વ પશ્ચિમી વિધારધારા માટે પણ એક આશ્ચર્ય છે. કુંભ મેળો આજે માત્ર ભારતીયો પૂરતો સીમિત નથી.વિદેશી પત્રકાર, શ્રદ્ધાળુઓ અને પર્યટકો પણ તેમાં સહભાગી થાય છે. તેમના માટે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મનો પરિચય કરવાનો આ એક અવસર છે.પશ્ચિમી દૃષ્ટિકોણથી આ મેળો બ્રાહ્મણ અને જીવનની ગૂઢ અવધારણાઓને સમજવાનો એક પ્રયાસ છે. વિદેશી લેખકો અને પત્રકારો આ મેળાને ‘વિશ્વનું સૌથી શાંતિપૂર્ણ આયોજન’ કહે છે. તેમનું માનવું છે કે કુંભ મેળો ભારતીય દર્શન અને આધ્યાત્મની વ્યાપકતા દર્શાવે છે.
— મહાકુંભમાં રાજ્યસત્તા,સમાજ સત્તા અને ધર્મ સત્તાનો સમાગમ
મહાકુંભ મેળામાં ધર્માંતરણ, કોઈ વિશેષ પૂજા પદ્ધતિ કે વિચારધારા થોપવા માટે કોઈ સ્થાન નથી.અહીં દરેક વ્યક્તિને પોતાની આસ્થા અને પૂજા પદ્ધતિ સાથે આવવાની અને તેને પ્રગટ કરવાની સ્વતંત્રતા છે.અહીં વિવિધતામાં એકતાની ભારતીય પરંપરાનું જીવંત ઉદાહરણ જોવા મળે છે.આમ તો મહાકુભ મેળો ન માત્ર ધાર્મિક આયોજન છે,પણ રાજ્ય સત્તા, સમાજ સત્તા અને ધર્મ સત્તાનો એક અદ્વિતીય સંગમ પણ છે. જે ભારતીય સમાજની એ વિલક્ષણતા દર્શાવે છે, જ્યાં આ ત્રણેય એકબીજા સાથે સહયોગથી કામ કરે છે. અહીં ધર્માચાર્ય, આધ્યાત્મિક ગુરુ અને પ્રશાસન મળીને મેળાને સુવ્યવસ્થિત રીતે ચલાવે છે. આ આયોજન આદર્શ સમાજનો પાયો નાખવા માટેનું પ્રતીક છે. મહાકુંભ ન માત્ર આસ્થાનો પર્વ છે, પણ એક એવો મંચ પણ છે, જ્યાં માનવતા, જ્ઞાન અને ચેતનાનું મિલન થાય છે.
— હવે આગામી મહાકુંભ 12 વર્ષે નાસિકમાં..!
કુંભ ઉત્સવ વિશ્વનો સૌથી પવિત્ર ધાર્મિક,સાંસ્કૃતિક મેળો છે, જે 45 દિવસ સુધી ચાલે છે.દર 12 વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે.આ મહાકુંભ મેળો આધ્યાત્મિકતા અને એકતાનું પ્રતિક છે.મહાકુંભમાં કરોડો ભક્તો પવિત્ર નદીમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવે છે.ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત હાલના મહાકુંભનું આવતીકાલે સમાપન થશે એ સાથે જ હવે પછી ક્યારે અને ક્યાં મહાકુંભ યોજશે તેને લઇને પણ કરોડો શ્રધ્ધાળુઓમાં ઉત્સુકતા છે ત્યારે આગામી મહાકુંભ 12 વર્ષે નાસિકમાં યોજશે.સાથે જ સિંહસ્થ મહાકુંભ 2028માં ઉજ્જેન ખાતે યોજશે જયારે અર્ધકુંભ ફરી એકવાર પ્રયાગરાજ 2030માં યોજશે.તો 144 વર્ષ બાદ ફરી એકવાર પ્રયાગરાજમાં વર્ષ 2169માં યોજાશે.
લોકહિતની આડમાં પોતાના વિકાસની હોડ સભાઓમાં આજે લોકહિતની આડમાં કેટલાક પત્તા ફેંકી પોતાનો વિકાસ કરતા…
હિન્દ,હિન્દવી અને સ્વરાજ પણ.. ‘ધ પ્રાઇડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજ’ જેની ત્રાડથી મુગલો કાંપી ઉઠતા…
હવે પાલિકા પંચાયતો પણ ભગવા'મય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના રોલરનીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ.66 નગર પાલિકામાંથી…
શહેર બાદ હવે ગામડાઓમાં પણ કોંગ્રેસનો સફાયો ન્યાય યાત્રામાં કોંગ્રેસે કહ્યું હતું ભાજપના પાપનો…
મહારાણીની સ્મૃતિ જીવંત રાખતા આ સ્મારકો ચીમનાબાઈનો જન્મ શ્રીમંત સરદાર હૈબત રાવસાહિબ ચવ્હાણ મોહિતે અને…
વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…