શિવના શરણે શ્રદ્ધાનો મહાસાગર, મહાકુંભનું આજે સમાપન.
શ્રદ્ધાળુઓના આ મહાસાગરે તમામ કુંભમેળાના રેકોર્ડ તોડ્યા.દેશ-વિદેશમાંથી 65 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી.
દેવોના દેવ મહાદેવના પૂજન પર્વની ઉજવણી સાથે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળાનું આજે સમાપન થવા જઈ રહ્યું છે. સમગ્ર સૃષ્ટિના આદિ અને અંત એવા અનંત-સનાતન મહાદેવની ઉપાસના સાથે સાધુ-સંતો અને લાખો શ્રદ્ધાળુઓએ કુંભ મેળામાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી છે. શ્રદ્ધાળુઓના આ મહાસાગરે અગાઉ યોજાયેલા તમામ કુંભ મેળાના રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રયાગરાજની સાથે કાશી, મથુરા-વૃંદાવન, અયોધ્યા જેવા ધાર્મિક સ્થળો પર કરોડો શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો હતો. મહાકુંભે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને માનવ ઈતિહાસમાં કોઈ એક સ્થળે સૌથી વધુ મેદની જોવા મળી છે. મહાકુંભ મેળાના કારણે ઉત્તરપ્રદેશ વિશ્વના નકશામાં ચમક્યું છે.
– અર્ધ કુંભ, કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ….
– દેશની અડધી વસતી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું
– મહાકુંભ સાધુ સંતોની સાધના
– મહાકુંભ પહોંચ્યા હતા અજબ ગજબ સંતો
સાધુ-સંતોમાં મૌની બાબા, જે પોતાની બધી વાતો ડિજિટલ બોર્ડ પર લખીને કહે છે. તેઓ છેલ્લા 12 વર્ષથી મૌન વ્રત પાળી રહ્યા છે. રુદ્રાક્ષ બાબાના આખા શરીર પર રુદ્રાક્ષની 11 હજારથી વધુ માળા છે. આ રુદ્રાક્ષોનું વજન 30 કિલોથી વધુ છે. ચાવી વાળા બાબા પાસે 20 કિલો વજનની મોટી ચાવી છે. એવું કહેવાય છે કે તે પોતાની મોટી ચાવીથી લોકોના મનમાં રહેલ અહંકારનું તાળું ખોલે છે. બાબા ગંગા ગિરી 57 વર્ષના છે. તેમના અનોખા કદ અને અદ્ભુત જીવનશૈલીને કારણે તેમને લિલિપુટ બાબા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 32 વર્ષથી સ્નાન પણ નથી કર્યું. કમ્પ્યુટર બાબા – તેમનું સાચું નામ દાસ ત્યાગી છે, તેમને ગેજેટ્સ અને ટેકનોલોજીમાં ખાસ રસ છે. એટલા માટે તેમને કમ્પ્યુટર બાબા કહેવામાં આવે છે. મહાકાલ ગિરિ બાબા 9 વર્ષથી પોતાનો એક હાથ ઉંચો રાખીને સાધના કરી રહ્યા છે, આ હાથના નખ તેમની આંગળીઓ કરતાં લાંબા થઈ ગયા છે.
BY KALPESH MAKWANA ON 26TH FEBRUARY, 2025
હેપ્પી બર્થડે અમદાવાદ તમારું-મારું આપણું આ શહેર અમદાવાદ.આજે અમદાવાદનો 614 મો જન્મદિવસ. ગુજરાતનું પહેલું હેરિટેજ…
મહાકુંભમાં અડધા ભારતની આસ્થાની ડૂબકી! 144 વર્ષ બાદ યોજાયેલ મહાકુંભ આ સદીનો ભવ્ય મહાકુંભ બની…
લોકહિતની આડમાં પોતાના વિકાસની હોડ સભાઓમાં આજે લોકહિતની આડમાં કેટલાક પત્તા ફેંકી પોતાનો વિકાસ કરતા…
હિન્દ,હિન્દવી અને સ્વરાજ પણ.. ‘ધ પ્રાઇડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજ’ જેની ત્રાડથી મુગલો કાંપી ઉઠતા…
હવે પાલિકા પંચાયતો પણ ભગવા'મય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના રોલરનીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ.66 નગર પાલિકામાંથી…
શહેર બાદ હવે ગામડાઓમાં પણ કોંગ્રેસનો સફાયો ન્યાય યાત્રામાં કોંગ્રેસે કહ્યું હતું ભાજપના પાપનો…